Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

VGRC 2026 : સુરત બનશે સ્ટાર્ટઅપ્સનું નવું સરનામું

સુરતમાં આયોજિત 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026' માં દક્ષિણ ગુજરાતની સમૃદ્ધ સ્ટાર્ટઅપ-ઇકોસિસ્ટમની ઉઘડતી નવી ક્ષિતિજો. ડ્રોન ટેક્નોલોજી, ગ્રીન એનર્જી અને 'વિકસિત ભારત @ 2047' પર કેન્દ્રિત નવીનીકરણ દેશનાં બદલાતાં સમીકરણો, 
vgrc 2026   સુરત બનશે સ્ટાર્ટઅપ્સનું નવું સરનામું
Advertisement
  • VGRC 2026 : સુરતમાં આયોજિત 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026' માં દક્ષિણ ગુજરાતની સમૃદ્ધ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની ઉઘડતી નવી ક્ષિતિજો. ડ્રોન ટેક્નોલોજી, ગ્રીન એનર્જી અને 'વિકસિત ભારત @ 2047' પર કેન્દ્રિત નવીનીકરણ દેશનાં બદલાતાં સમીકરણો, 

VGRC 2026 :  ગુજરાત આજે માત્ર પરંપરાગત ઉદ્યોગોનું કેન્દ્ર નથી, પણ આધુનિક સ્ટાર્ટઅપ્સ(Startups) માટેનું ગ્લોબલ હબ બની રહ્યું છે. આગામી ૧ અને ૨ મે દરમિયાન સુરતની ઑરો (AURO) યુનિવર્સિટી ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ - દક્ષિણ ગુજરાત’ માં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને નવીનીકરણ (Innovation) પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ‘પાવરિંગ ઇન્ડિયાઝ નેક્સ્ટ ગ્રોથ એન્જિન’ શીર્ષક હેઠળ યોજાનારા આ સત્રમાં દક્ષિણ ગુજરાતની આર્થિક શક્તિને નવી ઊંચાઈએ લઈ જવાનો રોડમેપ તૈયાર કરાશે.

VGRC 2026 :   સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાતનો દબદબો

ગુજરાત વર્ષ 2018થી રાષ્ટ્રીય સ્તરે ‘બેસ્ટ પર્ફોર્મર’ રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. રાજ્યમાં હાલ 18880 થી વધુ DPIIT-Department for Promotion of Industry and Internal Trade

Advertisement

માન્યતાપ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ છે, જે ભારતભરમાં પાંચમા ક્રમે છે. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો: 

Advertisement

  • સમાવેશી વિકાસ: ૩૨% થી વધુ સ્ટાર્ટઅપ્સ ટિયર-2  અને ટિયર-3 શહેરોમાંથી આવે છે.

  • મજબૂત માળખું: 210 થી વધુ સરકારી ઇનક્યુબેટર્સ અને 318 નોંધાયેલા મેન્ટરો નવા સાહસોને માર્ગદર્શન પૂરું પાડે છે.

  • નાણાકીય સહાય: વર્ષ ૨૦૨૪-૨૫માં સરકારે ₹ 18.33 કરોડનું સીડ ફંડ અને ₹ 137 કરોડનું વેન્ચર ફંડ જારી કર્યું છે.

VGRC 2026 :  ડ્રોન ટેક્નોલોજીથી ગ્રીન એનર્જી સુધીના વિષયો

કોન્ફરન્સમાં વિવિધ તકનીકી ક્ષેત્રોના નિષ્ણાતો પોતાના વિચારો રજૂ કરશે:

  • ડ્રોન સ્ટાર્ટઅપ્સ: ‘ઇનસાઇડ FPV’ ના સહ-સ્થાપક દિવ્યાંત ભારદ્વાજ ડ્રોન ટેક્નોલોજી દ્વારા કૃષિ અને સંરક્ષણ ક્ષેત્રે આવનારા પરિવર્તનો વિશે વાત કરશે.

  • ઉદ્યોગ-સ્ટાર્ટઅપ જોડાણ: સુઝુકી મોટર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મયુર શાહ સ્ટાર્ટઅપ્સના વિકાસમાં મોટા ઉદ્યોગો કેવી રીતે ઉદ્દીપક (Catalyst) બની શકે તે સમજાવશે.

  • ગ્રીન ઇકોનોમી: ક્લીન એનર્જી અને ઇલેક્ટ્રિક મોબિલિટી (EV) પર ‘ચાર્જઝોન’ ના કાર્તિકેય હરિયાણી અને ‘હેવન ગ્રીન એનર્જી’ ના નીરવ ધનાઇ વિશેષ ચર્ચા કરશે.

દક્ષિણ ગુજરાત: વિકસિત ભારત @ ૨૦૪૭ નું ગ્રોથ એન્જિન

સેમિનારનું મુખ્ય આકર્ષણ ‘સાઉથ ગુજરાત ગ્રોથ એન્જિન’ વિષય પરની પેનલ ચર્ચા રહેશે. આ ચર્ચામાં સુરતના અગ્રણી ઉદ્યોગસાહસિકો જેવા કે ચિંતન કાનાણી (સોલાન્સ એનર્જી), ચેતન કાનાણી (અલ્પિનો હેલ્થ ફૂડ્સ), સંદીપ કથિરિયા, હીરેન લાઠિયા અને કુશાલ પટેલ દક્ષિણ ગુજરાતના વધતા જતા ઉદ્યોગસાહસિક વલણો અને ડિજિટલ કોમર્સની તકો પર પ્રકાશ પાડશે. આ ઉપરાંત, ‘એડવાન્ટેજ ઑસ્ટ્રિયા’ દ્વારા સ્ટાર્ટઅપ્સના વૈશ્વિક સહયોગ અંગે આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણ પણ રજૂ કરવામાં આવશે.

આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ચર્ચા પૂરતો મર્યાદિત નથી, પણ ઉદ્યોગસાહસિકોને એક એવું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે જ્યાં તેઓ વિચારોનું આદાનપ્રદાન કરી શકે અને વાસ્તવિક પડકારોનો સામનો કરવા માટે સક્ષમ બને. દક્ષિણ ગુજરાત હવે ટેક્નોલોજી અને નવીનીકરણના સહારે ગુજરાતના અર્થતંત્રને વેગ આપવા માટે સજ્જ છે.

આ પણ વાંચો : Gandhinagar: સ્થાનિક સ્વરાજ્યમાં ભવ્ય વિજય બાદ ભાજપની ખાસ ટિફિન બેઠક

Tags :
Advertisement

.

×