VGRC Central Gujarat :મધ્ય ગુજરાતમાં પરંપરા અને ટેકનોલોજીની સ્માર્ટ ક્રાંતિ
- VGRC Central Gujarat : VVGRC સેન્ટ્રલ ગુજરાત 2026 (વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ મધ્ય ગુજરાત 2026) જૂન 2026માં વડોદરા ખાતે યોજાશે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના 10 જિલ્લાઓના ઔદ્યોગિક વિકાસ, USD 20.54 બિલિયનના નિકાસના આંકડા, DSIR (ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન) અને પ્રવાસન વિશે વાંચો."
VGRC Central Gujarat : ગુજરાત તેના આર્થિક અને ઔદ્યોગિક મોડેલ માટે વિશ્વભરમાં જાણીતું છે. ‘Vibrant Gujarat Global Summit’ની ભવ્ય સફળતા બાદ, હવે પ્રાદેશિક સ્તરે વિકાસને વેગ આપવા માટે Vibrant Gujarat Regional Conference (VGRC) એક શક્તિશાળી માધ્યમ તરીકે ઉભરી આવી છે. આ કડી અંતર્ગત, જૂન 2026ના અંતિમ સપ્તાહમાં વડોદરા ખાતે VGRCની આગામી આવૃત્તિ યોજાવા જઈ રહી છે, જે મધ્ય ગુજરાતના 10 જિલ્લાઓની કાયાપલટ કરવા અને તેને નવી વૈશ્વિક ઓળખ આપવા માટે સજ્જ છે.
VGRC Central Gujarat 2026 : ઔદ્યોગિક પાવરહાઉસ: 10 જિલ્લા, અખૂટ સંભાવનાઓ
મધ્ય ગુજરાત પ્રદેશમાં અમદાવાદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, નર્મદા અને પંચમહાલ સહિતના 10 મહત્વપૂર્ણ જિલ્લાઓનો સમાવેશ થાય છે.
ઉત્પાદનમાં સિંહફાળો: આ પ્રદેશ ગુજરાતના કુલ Manufacturing ઉત્પાદનમાં 28% જેટલું જંગી યોગદાન આપે છે.
Advertisementસેક્ટર-વાઇઝ વર્ચસ્વ: Annual Survey of Industries 2022-23 અનુસાર, રાજ્યના અન્ય Transport Equipmentના ઉત્પાદનમાં આ પ્રદેશનો હિસ્સો 93% અને Auto તથા Auto Components ક્ષેત્રમાં 92% જેટલો અભૂતોપૂર્વ રહ્યો છે.
VGRC Central Gujarat : જિલ્લાવાર ઔદ્યોગિક તાકાત (District-wise Industrial Strength):
| જિલ્લો (District) | મુખ્ય ઔદ્યોગિક ક્ષેત્ર અને હિસ્સો (%) |
| વડોદરા | Chemicals અને Petrochemicals (61%) |
| અમદાવાદ | Auto (18%), Textile (15%), Basic Metals (13%), Pharma (9%) |
| ગાંનગર | Food Processing (18%), Basic Metals (17%), Chemicals (14%) [GIFT Cityના કારણે Fintech અને Electronicsમાં અગ્રેસર] |
| આણંદ | Agro અને Dairy Processing (50%), Chemicals (12%) |
| પંચમહાલ | Auto Components (23%), Rubber અને Plastic (19%), Pharma (15%) |
| ખેડા | Rubber અને Plastic (23%), Food Processing (22%) |
| નર્મદા | Food Processing (92%) |
| છોટાઉદેપુર | Agro અને Food Processing (56%) |
| દાહોદ | Food Processing (48%) |
Infrastructure અને વૈશ્વિક વ્યાપારનું કેન્દ્ર
Delhi-Mumbai Industrial Corridor (DMIC) હેઠળ ગુજરાતનો આશરે 62% વિસ્તાર આવરી લેવાયો છે, જેમાં મધ્ય ગુજરાત રોકાણકારો માટે Hotspot બન્યું છે. આ કોરિડોરને બળ આપતા બે Mega Projects કાર્યરત છે:
Dholera Special Investment Region (DSIR): 5,560 Acres
Mandal-Becharaji Special Investment Region (MBSIR): 2,849 Acres
વૈશ્વિક નિકાસના આંકડા
Financial Year 2024-25માં મધ્ય ગુજરાતનું કુલ Export Value $20.54 Billion સુધી પહોંચ્યું છે, જે વિશ્વના 219થી વધુ દેશોમાં વિસ્તરેલું છે.
મુખ્ય નિકાસ ક્ષેત્રો: Pharmaceuticals ($3.67 Billion), Nuclear Reactors, Boilers અને Machinery ($2.79 Billion), Electrical Machinery અને Equipment ($1.79 Billion), Road Vehicles અને તેના Parts ($1.47 Billion), Organic Chemicals ($1.45 Billion), તેમજ Dyeing, Tanning અને Coloring Materials ($1.03 Billion).
સૌથી મોટું માર્કેટ: USA 23.8% ($4.88 Billion) હિસ્સા સાથે પ્રથમ ક્રમે છે, ત્યારબાદ UAE (7.3%), Thailand (3%), UK (2.8%) અને Saudi Arabia (2.7%)નો સમાવેશ થાય છે.
સંસ્કૃતિ, પ્રકૃતિ અને આધુનિકતાનો સમન્વય
VGRC માત્ર ઉદ્યોગો પૂરતું મર્યાદિત નથી, પરંતુ પ્રદેશના સમૃદ્ધ વારસાને પણ આર્થિક ગતિ આપશે.
Heritage અને Eco-Tourism: અમદાવાદનો Gandhi Ashram, વડોદરાનો ભવ્ય,ગાંધીનગરનું Akshardham Temple, અને પંચમહાલની UNESCO World Heritage Site Champaner-Pavagadh પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ છે. Nalsarovar Bird Sanctuary અને Pavagadh Hill Corridor પ્રદેશને Eco-Tourism માટે મહત્વપૂર્ણ બનાવે છે, જ્યારે ગાંધીનગરનું Mahatma Mandir વૈશ્વિક MICE (Meetings, Incentives, Conferences, and Exhibitions) Tourismનું મોટું કેન્દ્ર બની રહ્યું છે. તેમજ નર્મદા સ્થિત Statue of Unity આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે.
અગાઉની VGRC આવૃત્તિઓનો ભવ્ય ભૂતકાળ
વડોદરા કોન્ફરન્સ પહેલા યોજાયેલી ત્રણેય પ્રાદેશિક કોન્ફરન્સ Superhit સાબિત થઈ છે:
ઉત્તર ગુજરાત (મહેસાણા - ઓક્ટોબર 2025): 1,264 MoUs, રૂ. 3.25 Lakh Croreનું સંભવિત રોકાણ, 29,000+ Registrations અને 80થી વધુ દેશોના 440+ International Delegates.
કચ્છ-સૌરાષ્ટ્ર (રાજકોટ - જાન્યુઆરી 2026): 5,492 MoUs, રૂ. 5.78 Lakh Croreનું સંભવિત રોકાણ, 29,000+ લોકોનું Registration તથા 57 દેશોના આશરે 400 International Delegates.
દક્ષિણ ગુજરાત (સુરત - મે 2026): 2,792 MoUs, રૂ. 3.53 Lakh Croreનું સંભવિત રોકાણ, 20,000+ Registrations અને 27 દેશોના 150+ International Delegates.
આગામી VGRC (મધ્ય ગુજરાત)માં Semiconductors અને Electronics, IT & ITeS, Biotech, Pharmaceuticals, Aerospace & Defence, Fintech, Auto & Auto Components, Dairy & Food Processing, Education, Chemicals & Petrochemicals, Textiles & Apparel, Green Energy Ecosystem, Skill Development, Startups, MSMEs અને Tourism & Culture જેવા ક્ષેત્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
વડોદરા ખાતે યોજાનારી આ કોન્ફરન્સ મધ્ય ગુજરાતની પરંપરા અને પ્રગતિને એક નવો આયામ આપશે અને વડાપ્રધાનના "Viksit Bharat@2047" ના વિઝનનેસાકાર કરવામાં 'વિકસિત ગુજરાત' તરફથી એક મજબૂત કદમ સાબિત થશે.
આ પણ વાંચો : GETCO STATCOM project: ગુજરાતની વીજ ક્ષેત્રે નવી ક્રાંતિ


