Weather News: ગુજરાતમાં દિત્વા વાવાઝોડાની અસર મામલે જાણો અંબાલાલ પટેલની આગાહી
- Weather News: ગુજરાતમાં દિત્વા વાવાઝોડાની અસર થશે
- ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી છાંટા પડી શકે
- આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે
Weather News: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં દિત્વા વાવાઝોડાની અસર થશે. ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી છાંટા પડી શકે છે. આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી નો ચમકારો વધશે. તથા ઉત્તર ગુજરાત, કચ્છ સહિતના વિસ્તારોમાં ઠંડી પડશે. તેમજ ઉત્તર ગુજરાતનું લઘુત્તમ ઉષ્ણતામાન 12 ડિગ્રીથી ઘટી શકે છે.
નલીયામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે
નલીયામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે. ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા પડતા ઠંડી વધશે. જેમાં 18 થી 24 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. તથા ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું પડી શકે છે. માવઠા સાથે ડિસેમ્બરના અંત ભાગમાં હાડ થીજાવતી ઠંડી પડશે. તથા જાન્યુઆરીના પ્રથમ બે સપ્તાહમાં ઠંડી પડશે તેમ પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે.
Cyclone Ditwa ને લઈ હવામાન શાસ્ત્રી Ambalal Patel નું નિવેદન | Gujarat First
વાવાઝોડાની અસર 2 ડિસેમ્બર સુધી રહેશે: અંબાલાલ પટેલ
તમિલનાડુ તથા પોંડિચેરીમાં વાવાઝોડાની અસર: અંબાલાલ પટેલ
નવસારી, સુરતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે: અંબાલાલ પટેલ
5થી 10 ડિસેમ્બરે ગુજરાતમાં માવઠાની… pic.twitter.com/Q3GiMsyXwq— Gujarat First (@GujaratFirst) December 1, 2025
Weather News: દક્ષિણ ભારત પર દિત્વા ચક્રવાતનું સંકટ તોળાયું
દક્ષિણ ભારત પર દિત્વા ચક્રવાતનું સંકટ તોળાયું છે. જેમાં તમિલનાડુની નજીક 'દિત્વા' વાવાઝોડું પહોંચ્યુ છે. તેમાં વાવાઝોડાના પગલે હવામાન વિભાગનું રેડ એલર્ટ છે. જેમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી છે. તથા ચેન્નાઈ એરપોર્ટથી અનેક ફ્લાઈટ રદ્ તથા અનેક ટ્રેન કેન્સલ થઇ છે. ત્યારે આંધ્રપ્રદેશ, પુડ્ડુચેરી, તેલંગાણા સુધી અસર રહેશે. સ્થિતિને પહોંચી વળવા NDRFની ટીમો તૈનાત છે. વડોદરાથી NDRFની 5 ટીમ ચેન્નાઈ એરલિફ્ટ થઇ છે. તમિલનાડુમાં 28 બચાવ ટુકડીઓ તૈનાત કરાઈ છે. માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી અપાઈ છે.
ભારે વરસાદની ચેતવણીને કારણે પુડુચેરીમાં આજે બધી શાળાઓ બંધ રહેશે
દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાત દિત્વા રવિવારે મોડી રાત્રે ઊંડા ડિપ્રેશનમાં નબળું પડી ગયું છે. ચેન્નાઈના પ્રાદેશિક હવામાન કેન્દ્રના જણાવ્યા પ્રમાણે, સોમવારે સવારે આ સિસ્ટમ ઉત્તરી તમિલનાડુ-પુડુચેરી કિનારાથી ઓછામાં ઓછા 20 કિલોમીટરના અંતરે રહેશે અને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાએ તમિલનાડુમાં ભારે વિનાશ મચાવ્યો છે, અલગ અલગ ઘટનાઓમાં ત્રણ લોકો અને 149 પ્રાણીઓના મોત થયા છે. ભારે વરસાદની ચેતવણીને કારણે પુડુચેરીમાં આજે બધી શાળાઓ બંધ રહેશે.
આ પણ વાંચો: Ahmedabad: SG હાઇવે છારોડી નજીક હિટ એન્ડ રન, નોકરી જતા યુવાનનું કરુણ મોત


