Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

West Bengal માં નવી સરકારનો ઉદય, શપથ વિધિમાં ગુજરાતના CM ભૂપેન્દ્રભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત

પશ્ચિમ બંગાળના નવનિયુક્ત મુખ્યમંત્રી સુભેન્દુ અધિકારીના શપથ ગ્રહણ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા. તેમણે પીએમ મોદીના નેતૃત્વમાં બંગાળ હવે વિકાસ અને સુશાસનના માર્ગે આગળ વધી 'સોનાર બાંગ્લા'નો સંકલ્પ સાકાર કરશે તેવી આશા સાથે નવી સરકારને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
west bengal માં નવી સરકારનો ઉદય  શપથ વિધિમાં ગુજરાતના cm ભૂપેન્દ્રભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત
Advertisement
  • CM ભૂપેન્દ્રભાઈ પટેલ West Bengal માં શુભેન્દુ અધિકારીના શપથ સમારોહમાં ઉપસ્થિત રહ્યા
  •  નવા મુખ્યમંત્રીને પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન પાઠવ્યા
  • PM મોદીના નેતૃત્વમાં ભાજપ શાસિત રાજ્યોમાં વિકાસના નવા આયામો: CM

West Bengal BJP government: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પશ્ચિમ બંગાળ (West Bengal) ના નવનિયુક્ત મુખ્યમંત્રી સુભેન્દુ અધિકારીના શપથ વિધિ સમારોહમાં (Oath Ceremony) વિશેષ રૂપે સહભાગી થયા હતા. આ ગૌરવપૂર્ણ પ્રસંગે તેમણે નવનિયુક્ત મુખ્યમંત્રીને પુષ્પગુચ્છ અર્પણ કરીને હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા. આ મુલાકાત બે રાજ્યો વચ્ચેના મજબૂત રાજકીય અને સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક બની રહી હતી, જે આગામી સમયમાં સહયોગી સંઘવાદને વધુ વેગ આપશે.

West Bengal ના વહીવટીમાં આવશે પારદર્શિતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendra Patel) આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ભાજપા શાસિત તમામ રાજ્યો વિકાસ અને જન કલ્યાણના નવા માપદંડો સ્થાપિત કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળ હવે આ રાષ્ટ્રીય વિકાસયાત્રામાં સહભાગી થયું છે, જેનો તેમણે હર્ષ વ્યક્ત કર્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સુશાસન દ્વારા બંગાળની જનતાની અપેક્ષાઓ પૂર્ણ થશે અને રાજ્ય વહીવટી પારદર્શિતાના નવા શિખરો સર કરશે.

Advertisement

"સોનાર બાંગ્લા" નો સંકલ્પ સાકાર થશે

પશ્ચિમ બંગાળ હવે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ અને સુભેન્દુ અધિકારીના નેતૃત્વમાં "સોનાર બાંગ્લા" (Sonar Bangla) નો સંકલ્પ સાકાર કરશે તેવી શ્રદ્ધા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી. તેમણે રાજ્યમાં શાંતિ, સુશાસન અને સમૃદ્ધિના માર્ગ પર નવી ઊંચાઈઓ પ્રાપ્ત થાય તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના કરી હતી. આ નવી શરૂઆત પશ્ચિમ બંગાળમાં ઔદ્યોગિક વિકાસ અને સામાજિક સમાનતાના નવા યુગની શરૂઆત કરશે તેવી અપેક્ષા અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચોઃ Vadodara માં પ્રદેશ પ્રમુખ જદીશભાઈ વિશ્વકર્માએ યોજી બેઠક, PM મોદીના આગમન લઈ કેવી છે તૈયારીઓ?

Tags :
Advertisement

.

×