Diu માં હીટ એન્ડ રન: પુરપાટ ઝડપે આવતી કારે મહિલાને હવામાં ફંગોળી, ચાલક ફરાર
Hit and Run Diu: દીવના ડાંગરવાડી (Dangarwadi) માં એક ભયાનક હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં ગુજરાત પાસિંગની એક પુરપાટ ઝડપે આવતી કારે રાહદારી મહિલા લીલાવતી બામણિયા (Lilavati Bamaniya) ને જોરદાર ટક્કર મારી હવામાં ફંગોળી દીધી હતી. અકસ્માત બાદ ચાલક ફરાર થઈ ગયો હતો. સદનસીબે જાનહાનિ ટળી છે અને દીવ પોલીસ સીસીટીવી (CCTV) ના આધારે તપાસ ચલાવી રહી છે.
Advertisement
Hit and Run Diu: પર્યટન સ્થળ દીવ (Diu) ના ડાંગરવાડી (Dangarwadi) વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયકંપાવનારી હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વિગતો અનુસાર, રસ્તા પરથી પસાર થઈ રહેલા એક સ્થાનિક રાહદારી મહિલાને પૂરઝડપે અને બેફામ રીતે આવી રહેલી એક કારે જોરદાર ટક્કર મારી હતી. કારની સ્પીડ એટલી વધારે હતી કે ટક્કર વાગતાની સાથે જ મહિલા હવામાં અધ્ધર ફંગોળાઈ ગઈ હતી અને રોડની બાજુમાં આવેલા એક ઊંડા ખાડામાં જઈને પડી હતી. આ ગમખ્વાર અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક માનવતા ભૂલીને પોતાની કાર સાથે ઘટનાસ્થળેથી તાત્કાલિક ફરારથઈ ગયો હતો.

