Kon Banshe Gujarat No Genius: ગુજરાતના છેવાડાના ગામડાઓમાંથી આવતા તેજસ્વી યુવાનોના સપનાઓને પાંખો આપવા માટે 'ગુજરાત ફર્સ્ટ' દ્વારા આયોજિત મેગા શો 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ?' હાલ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ શોમાં જોડાવા માટે દરેક જિલ્લામાંથી યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ જ શ્રેણીમાં ગીર સોમનાથ જિલ્લાના મોરાજ ગામના વતની અને હાલ અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં એમ.એ. હિસ્ટ્રીમાં અભ્યાસ કરતા હાર્દિક ભામણીયાએ પોતાની બૌદ્ધિક ક્ષમતા સાબિત કરી છે.
Kon Banshe Gujarat No Genius માં ગીર સોમનાથના હાર્દિક ભામણીયાનો દબદબો
ગીર સોમનાથના એક નાનકડા ગામમાંથી આવતા હાર્દિક ભામણીયાએ 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ?'ના પ્રથમ રાઉન્ડ એવા 'ડિજિટલ દંગલ'માં શાનદાર પ્રદર્શન કરી વિજયી બન્યા છે. તેમની આ સિદ્ધિ બદલ 'ગુજરાત ફર્સ્ટ' દ્વારા તેમને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. હાર્દિકની આ સફળતાથી તેમના પરિવારમાં આનંદનો માહોલ છે અને મિત્રો પણ ગૌરવ અનુભવી રહ્યા છે. પ્રથમ રાઉન્ડની સફળતા બાદ, હવે હાર્દિક 'બઝર બુલેટ' રાઉન્ડમાં પોતાની બુદ્ધિચાતુર્ય બતાવવા માટે તૈયાર છે.
શું તમે પણ ભાગ લીધો?
આ શો માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ તે જ્ઞાન સાથે ગમ્મત અને અવનવા ઈનામો જીતવાની સુવર્ણ તક છે. આ શોમાં સ્માર્ટ વૉચ, મોબાઈલ, લેપટોપ અને દેશ-વિદેશની ટૂર જેવી આકર્ષક ઈનામોની વણઝાર છે.
તમે કેવી રીતે જોડાઈ શકો?
જો તમે પણ તમારી પ્રતિભાને રાજ્યભરમાં ઓળખ અપાવવા માંગતા હોવ, તો હજુ પણ સમય છે. 99251 25133 નંબર પર 'HI' મેસેજ કરીને રજિસ્ટ્રેશન કરી શકો છો. શોના ઓફિશિયલ QR કોડને સ્કેન કરીને સીધા 'ડિજિટલ દંગલ' રાઉન્ડમાં ભાગ લો. તમારી પાસે પણ ટેલેન્ટ છે, તો આજે જ જોડાવો ગુજરાતના સૌથી મોટા મેગા શો - 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ?'માં.
આ પણ વાંચો: Kon Banshe Gujarat No Genius: સુરતના કતારગામના યુવક પૂર્વક કલસરિયાએ જીત્યો ડિજિટલ દંગલ રાઉન્ડ