Una Delwada bank fraud : 'બંટી-બબલી' 25 કરોડ ઓળવી ફરાર, રાજલ બારોટ સાથે લોકોએ પોલીસ સ્ટેશન ઘેર્યું
ઊનાના દેલવાડામાં બચતના નામે લોકોના 25 કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવનાર બંટી-બબલી સામે પંથકમાં ભારે આક્રોશ છે. નિધિ સોસાયટી અને પોસ્ટ ઓફિસના ખાતેદારોના કરોડો રૂપિયા ઓળવીને સંચાલકો અચાનક ગાયબ થઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ભોગ બનનારાઓએ પોલીસ સમક્ષ ન્યાયની માગ કરી છે. હાલ પોલીસે ભોગ બનનારાઓની યાદી તૈયાર કરી ફરાર થયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસર ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
Advertisement
Una Delwada bank fraud : ગીર સોમનાથ જિલ્લાના ઊના પંથકના દેલવાડા ગામે નિધિ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના નામે થયેલા કરોડો રૂપિયાના ફુલેકાએ ભારે ચકચાર જગાવી છે. આ સંસ્થા ચલાવતી માસ્ટરમાઇન્ડ મહિલા મનીષા પંડ્યા ઉર્ફે બબલી અને તેનો સાથી દિનેશ રાઠોડ ઉર્ફે બંટી આશરે 20 થી 25 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરીને ફરાર થઈ ગયા છે. આ બનાવથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની જીવનભરની કમાણી જોખમમાં મુકાઈ ગઈ છે.

