Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gir Somnath: ઉનામાં પોસ્કોના આરોપીએ પોલીસ ચોકીના બાથરૂમમાં જ ઝેરી દવા ગટગટાવી, પોલીસ બેડામાં ખળભળાટ

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પોક્સો કેસના આરોપીએ વડલા પોલીસ ચોકીના બાથરૂમમાં ઝેરી દવા ગટગટાવી હતી. આરોપીને તપાસ અર્થે પોલીસ ચોકીમાં લાવવામાં આવ્યો હતો. ઘટના બાદ તેને સારવાર માટે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં મોકલાયો છે. આરોપીએ ઝેરી દવા શા માટે પીધી અને તેની તબિયત કેવી છે તે અંગે સ્પષ્ટતા નથી.
gir somnath  ઉનામાં પોસ્કોના આરોપીએ પોલીસ ચોકીના બાથરૂમમાં જ ઝેરી દવા ગટગટાવી  પોલીસ બેડામાં ખળભળાટ
Advertisement

Una POCSO Accused Consumes Poison: ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પોક્સો કેસના આરોપીએ ઝેરી દવા ગટગટાવ્યાની ઘટના સામે આવી છે. ઉનાની વડલા પોલીસ ચોકીમાં તપાસ અર્થે લાવવામાં આવેલા આરોપીએ પોલીસ સ્ટેશનના બાથરૂમમાં જ ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનાને પગલે આરોપીને સારવાર માટે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે વધુ સારવારની જરૂર પડતાં તેને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ ચોકીમાં તપાસ માટે લાવવામાં આવેલા આરોપીએ ઝેરી દવા પી લેતાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.

Tags :
Advertisement

.

×