Bharuch : સબર કોમ્પલેક્ષના એક મકાનમાં ઝડપાયું કુટણખાનું ,પોલીસે સંચાલક સહિત 3 ગ્રાહક 6 સેક્સ વર્કરોની ધરપકડ
અહેવાલ- ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રહેણાંક મકાનમાં બહારથી સેક્સ વર્કર મહિલાઓને બોલાવી કુટણખાનું ચલાવતી હોવાની બાતમીના આધારે સ્થાનિક બી ડિવિઝન પોલીસે બરોડા પાડી 3 ગ્રાહક અને 6 સેક્સ વર્કર મહિલા સહિત કોટણખાનું ચલાવતી એક મહિલાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે...
Advertisement
અહેવાલ-
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રહેણાંક મકાનમાં બહારથી સેક્સ વર્કર મહિલાઓને બોલાવી કુટણખાનું ચલાવતી હોવાની બાતમીના આધારે સ્થાનિક બી ડિવિઝન પોલીસે બરોડા પાડી 3 ગ્રાહક અને 6 સેક્સ વર્કર મહિલા સહિત કોટણખાનું ચલાવતી એક મહિલાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે
ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે પશ્ચિમ વિસ્તારના જ સબર કોમ્પ્લેક્સના એક મકાનમાં રૂપાલી કમલ શેખ નામની મહિલા તથા મુન્ના શેખ કુટણખાનું ચલવે છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી અને રેડ દરમિયાન બંધ મકાનમાંથી 6 સેક્સ વર્કર મહિલાઓ તથા 3 ગ્રાહકો મળી આવ્યા હતા
કુટણખાનું ચલાવતી મહિલા સેક્સ વર્કરને રૂપિયા 500 ચૂકવતી હોય અને ગ્રાહક પાસેથી રૂપિયા 1500 વસુલી કુટણખાનું ચલાવતી હોવાનું ફલિત થતા ઘટના સ્થળ ઉપરથી કુટણખાનું ચલાવતી રૂપાલી કમલ શેખ તથા ગ્રાહક તરીકે અરૂલા રાશનયોગ લેનલ મોહમ્મદ શહેનાઝ મોહમ્મદ શલીમ મલ્લા મોહમ્મદ સોહેલ અબ્દુલ સાદીક ગુલામ ગોષ તથા 6 સેક્સ વર્કર મહિલાઓ કુટણખાનું ચલાવતી મહિલા મળી 10 લોકોની ધડ પકડ કરી ઘટના સ્થળેથી રોકડા રૂપિયા તથા મોબાઇલ મળી 67,000 નો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે


