Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

છોટાઉદેપુરમાં પ્રાચીન ભારતીય પરંપરાને સંલગ્ન સ્પર્ધાનું કરાયું આયોજન

અહેવાલ તૌફિક શૈખ છોટાઉદેપુરમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને એક અમૂલ્ય ભેટ એવી “ યોગ વિધ્યા” ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને...
છોટાઉદેપુરમાં પ્રાચીન ભારતીય પરંપરાને સંલગ્ન સ્પર્ધાનું કરાયું આયોજન
Advertisement

અહેવાલ તૌફિક શૈખ

છોટાઉદેપુરમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

Advertisement

યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને એક અમૂલ્ય ભેટ એવી “ યોગ વિધ્યા” ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવા માટે દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન-2023-24નું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

આ સ્પર્ધામાં 32 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો

તેના અંતર્ગત છોટાઉદેપુરમાં સૂર્યના નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 32 જેટલા સ્પર્ધકોએ ભાગ લેવામાં આવ્યો હતો. આ સ્પર્ધા ખુંટાલિયા પોલીસ ગ્રાઉન્ડમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના અધ્યક્ષતામાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે  ધારાસભ્ય  રાજેન્દ્રસિંહ રાઠવાએ યોગને જીવનશૈલીનો મહત્વનો ભાગ ગણાવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ દેશની પરંપરાગત યોગવિદ્યાને વિશ્વફલક પર પ્રસ્થાપિત કરી છે, ત્યારે એની યુવા અને ભાવિ પેઢી પણ યોગને જીવનશૈલીનો ભાગ બનાવીને એક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા પ્રેરિત કર્યા હતાં.

તે ઉપરાંત યોજાયેલ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પ્રથમ આવનાર ભાઈ અને બહેનને રૂ. 21000 તેમજ દ્વિતીય આવનાર ભાઈ અને બહેનને રૂ. 15,000 તેમજ તૃતીય આવનાર ભાઈ અને બહેનને રૂ.11000 રાજ્ય યોગ બોર્ડ દ્વારા રોકડ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Gandhinagar : 28મી ડિસેમ્બરે યોજાશે CM નો ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ

Tags :
Advertisement

.

×