Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Palanpur: બનાસકાંઠાના પાલનપુરની ધરા ઉપર અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ બનશે

અહેવાલ - સચિન શેખલીયા આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પૂર્ણ થવા જઈ રહ્યો છે. ત્યારે આ ઐતિહાસિક કાર્યક્રમમાં દેશના વિવિધ સાધુ સંતોને અયોધ્યામાં બોલાવવામાં આવી રહ્યા છે....
palanpur  બનાસકાંઠાના પાલનપુરની ધરા ઉપર અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ બનશે
Advertisement

અહેવાલ - સચિન શેખલીયા

આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પૂર્ણ થવા જઈ રહ્યો છે. ત્યારે આ ઐતિહાસિક કાર્યક્રમમાં દેશના વિવિધ સાધુ સંતોને અયોધ્યામાં બોલાવવામાં આવી રહ્યા છે. જેને લઇ પાલનપુર શહેરમાં આવેલ રામજી મંદિરમાં અયોધ્યામાં નિર્માણ પામેલ રામ મંદિરની પ્રતિકૃતિ બનશે.

Advertisement

પાલનપુરના રામજી મંદિરમાં રામ કથાનું આયોજન

Advertisement

તારીખ 1 જાન્યુ. થી 9 જાન્યુ. દરમિયાન યોજાનાર રામકથામાં આવનાર ભક્તોને દર્શન માટે રામજી મંદિરના મહંત દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. આ 9 દિવસ વેદના રામકથામાં પરમ પૂજ્ય શ્રી ધર્મભૂષણ શ્રી ષીપરા ગીરી બાપજી પાલનપુર શહેરના ભક્તોને ભક્તિમાં તરબોળ કરશે. આ રામ કથા પાલનપુર શહેરના રામપુરા ચોકડી ખાતે ઉજવવાની છે.

પાલનપુરના ખૂણે-ખૂણે વાજતે ગાજતે રામ કથા નીકળશે

પાલનપુરમાં ચોકસી પરિવારના નિવાસ્થાનેથી બપોરના સમયે વાજતે ગાજતે પોથી યાત્રા નીકળશે. તે પછી શહેરના મુખ્ય માર્ગો પર ફરી રામપુરા ચોકડી ખાતે પહોંચશે. આ રામપુરા ચોકડીમાં બનાવેલ ડોમમાં કાર્યક્રમમાં શ્રી રામ સેવા સમિતિ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું છે..

આ પણ વાંચો: Palanpur: કેમ પાલનપુરમાં પાલિકામાં મેન્ડેડ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી ?

Tags :
Advertisement

.

×