Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજ્યની ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા હેઠળ કુલ 82 નવી એમ્બ્યુલન્સોનો ઉમેરો થયો

અહેવાલ  -સંજય જોષી-અમદાવાદ  આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણનાં વરદ હસ્તે કુલ-૮૨ એમ્બ્યુલન્સોનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં આરોગ્ય વિભાગના તબીબી સેવાઓ પ્રભાગ હેઠળના જીલ્લા હોસ્પિટલો (DH) તથા પેટા જીલ્લા હોસ્પિટલો (SDH) માટે નવી કુલ ૩૨ એમ્બ્યુલન્સોનું લોકાર્પણ પણ કરવામાં...
રાજ્યની ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા હેઠળ કુલ 82 નવી એમ્બ્યુલન્સોનો ઉમેરો થયો
Advertisement

અહેવાલ  -સંજય જોષી-અમદાવાદ 

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણનાં વરદ હસ્તે કુલ-૮૨ એમ્બ્યુલન્સોનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં આરોગ્ય વિભાગના તબીબી સેવાઓ પ્રભાગ હેઠળના જીલ્લા હોસ્પિટલો (DH) તથા પેટા જીલ્લા હોસ્પિટલો (SDH) માટે નવી કુલ ૩૨ એમ્બ્યુલન્સોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું સાથે કુલ ૫૦ નવી ૧૦૮ ઈમરજન્સી મેડીકલ એમ્બ્યુલન્સોનું લોકાર્પણ કરાયું.

Advertisement

Advertisement

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ ૨૦૦૭માં શરૂ કરાયેલી આરોગ્યલક્ષી ૧૦૮ ઇમરજન્સી સેવાનું માળખું આજે અન્ય રાજ્યો માટે એક આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતના તમામ જિલ્લાના શહેરો, તાલુકા અને છેવાડાના ગામ સુધી આજે ૧૦૮ ઇમરજન્સી સેવા ૨૪x૭ વિનામૂલ્યે ઉપલબ્ધ થઇ રહી છે, જે ગુજરાતના નાગરિકો માટે આશિર્વાદ સમાન છે.

રાજ્યના નાગરિકોના આરોગ્યના હિત માટે ઈમરજન્સી તાકીદની સ્થિતમાં જરૂરિયાતમંદ ગંભીર બિમાર કે ઇજાગ્રસ્ત વ્યક્તિને ઝડપથી હોસ્પિટલ પહોચાડવા માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ પરિવહનની સુવિધા પૂરી પાડવા અને તમામ પ્રકારની મેડિકલ ઈમરજન્સી જેવી કે હદયરોગ, કેન્સર, કીડની,પ્રસૂતિ સંબંધિત, ઝેરી જીવજંતુ કરડવું, મારામારીમાં ઘવાયેલ,ગંભીર બીમારી અને દાઝી જવાથી થતી ગંભીર ઇજાઓ, રોડ અકસ્‍માતમાં ગંભીર ઇજાગ્રસ્ત, બીમાર નવજાત શિશુ વગેરે જેવી મેડિકલ ઈમરજન્સીમાં ૨૪ કલાક કાર્યરત અધ્યતન એમ્બ્યુલન્સ સેવા નિઃશુલ્ક મળી રહે તે માટે ગુજરાત સરકારશ્રી દ્વારા ૧૦૮ ઈમરજન્સી મેડિકલ સર્વિસ યોજના” અમલી કરેલ છે.

૧૦૮ સેવાની વધતી લોકપ્રિયતા, વિશ્વસનિયતા અને તેની કાર્યક્ષમતાના કારણે લોકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળેલ છે. ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વખતોવખત સેવાઓમાં કાર્યરત એમ્બ્યુલન્સ તેમજ ટેકનોલોજીમાં જરૂરી અપગ્રેડેશન અને ઉમેરો એમ્બ્યુલન્સના સ્ટાફને જરૂરિયાત મુજબ તાલીમ આપવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અધ્યતન ટ્રેનીંગ સેન્ટર, રિસર્ચ સેન્ટર તથા તાલીમાર્થીઓને રહેવાની સગવડ માટે હોસ્ટેલ વગેરે ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવામાં આવેલ છે.

૧૦૮ ઈમરજન્સી મેડીકલ સેવા હેઠળ દર્દીઓને આપાતકાલીન સેવાઓ પ્રદાન કરવા હેતુ પ્રતિ માસ સરેરાશ ૪૨ લાખ કી.મીનું સંચાલન કરવામાં આવે છે. આ સેવાની ગુણવત્તા તેમજ પ્રતિસાદ સમય જાળવી રાખવા સરકારશ્રીનાં આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવે છે, જેથી રાજ્યના નાગરિકોને આ સેવાનો લાભ અવિરત ૨૪x૭ મળતો રહે. જેના પગલે સરકારશ્રીના આ માનવીય અભિગમ હેઠળ ૧૦૮ સેવાના વ્યાપ તેમજ એમ્બ્યુલન્સ વાહનોના કાફલાની કાર્યક્ષમતા અને ગુણવતા જળવાઇ રહે તે માટે જુની થયેલ એમ્બ્યુલન્સોને બદલવા માટે રાજય સરકારશ્રી દ્વારા પ્રતિ વર્ષ નવી એમ્બ્યુલન્સોની બજેટમાં જોગવાઇ કરવામાં આવે છે. આ અનુસંધાને જુની થયેલ એમ્બ્યુલન્સોને તબદીલ કરવા માટે કુલ-૫૦ નવી એમ્બ્યુલન્સોનુ લોકાર્પણ કરવામાં આવનાર છે.જાહેર આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ પ્રભાગ હેઠળના જીલ્લા હોસ્પિટલો (DH) તથા પેટા જીલ્લા હોસ્પિટલો (SDH) માટે નવી કુલ ૩૨ એમ્બ્યુલન્સોનું લોકાર્પણ

નવી કુલ-૩૨ એમ્બ્યુલન્સોનું પણ લોકાર્પણ કરાશે

રાજ્યના તમામ નાગરિકોને ગંભીર પરિસ્થિતિમાં સરકારી હોસ્પિટલો ખાતે સમયસર અને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રાજ્યના વિવિધ જીલ્લાઓ ખાતે જીલ્લા હોસ્પિટલોથી (DH) લઇ પેટા જીલ્લા હોસ્પિટલ (SDH) કક્ષા સુધીના તમામ નાગરિકોને -દર્દીઓને એક સરકારી હોસ્પિટલથી બીજા સરકારી હોસ્પિટલ સુધી પરિવહન સેવા સરળતાથી પૂરી પાડી શકાય તેવા આશયથી સરકારશ્રીના આરોગ્ય વિભાગ અંતર્ગત જાહેર આરોગ્ય,તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ પ્રભાગ હેઠળના જીલ્લા હોસ્પિટલો (DH) અને પેટા જીલ્લા હોસ્પિટલ (SDH) માટે કુલ-૩૨ નવી એમ્બ્યુલન્સો ફાળવેલ છે. સદરહુ નવી કુલ-૩૨ એમ્બ્યુલન્સોનું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે.

ગુજરાતની ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની આગવી વિશેષતા

• એમ્બ્યુલન્સમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે. તેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળે છે.
• તદુપરાંત રિસ્પોન્સ સેન્ટરમાં કાર્યાન્વિત અદ્યતન ટેકનોલોજી અને લોકેશન બેઇઝ સર્વિસ (LBS) થી સુસજ્જ એવી CAD Application થકી સેવા માટે કોલ કરનારનું Automatically લોકેશન પ્રાપ્ત થઈ જવાથી સમયનો બચાવ થાય છે અને ઝડપથી એમ્બ્યુલન્સ મોકલી શકાય છે
• ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા દરરોજ સરેરાશ ૪૨૦૦ થી ૪૪૦૦ જેટલા દર્દીઓને કટોકટીના સમયે હોસ્પિટલ સુધી પહોચાડવાની નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે.
• ૧૦૮ નંબર પર આવેલા 99% જેટલા ફોન કોલ પ્રથમ બે રીંગમાં જ પ્રતિસાદ આપવામાં આવે છે. જે આંતરરાષ્ટ્રીય સ્તર અને ધોરણ કરતાં પણ વધુ સારી ગુણવતા છે.
• ૧૦૮ એમ્બ્યુલન્સનો રાજ્યમાં સરેરાશ રિસ્પોન્સ ટાઈમ ૧૮ મિનિટ જેટલો છે જયારે શહેરી વિસ્તારમાં ૧૧ મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ અને ગ્રામીણ વિસ્તારમાં ૨૨ મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ છે.
• દર ૨૧ સેકન્ડે એક ૧૦૮ એમ્બ્યુલન્સ ઇમરજન્સી કેસને પ્રતિસાદ આપવા માટે રવાના કરવામાં આવે છે.
• ૧ કરોડ ૫૩ લાખ કરતા વધારે લોકોને કટોકટીના સમયમાં સેવા, ૨.૧૭ લાખથી વધુ પોલીસ અને ૬.૨ હજારથી વધુ ફાયર માટેની સેવા આપવામા આવી છે. ૪૭.૯ કરોડથી વધારે એમ્બ્યુલન્સના કિલોમીટરનું સંચાલન કરવામાં આવેલ છે.
• ૧૪ લાખથી વધુ વિકટ પરિસ્થિતીમાં મુકાયેલ મહામુલી માનવ જિંદગીઓનો બચાવ કરવામાં આવેલ છે.
• ૫૧.૭૭ લાખ કરતાં વધારે પ્રસૂતા માતાને કટોકટીની સ્થિતીમા મદદ કરવામાં આવેલ છે.
• ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા ૧,૩૩,૪૮૫ થી વધુ ઘટના સ્થળે પ્રસૂતિઓમાં મદદ કરવામાં આવેલ છે.
• ૧૦૮ સેવા માટે આવતા કોલ્સ પૈકી મોટાભાગના કોલ્સ પ્રસુતા માતાઓ માટે ઈમરજન્સી સેવાને લગતા હોય છે, ગુજરાત રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદરના સૂચકઆંકને લગતા સરકારના લક્ષયાંકોને સિદ્ધ કરવામાં ૧૦૮ સેવાનો મહત્વનો ફાળો રહેલ છે.
• ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સની ઝડપી સેવા માટે અદ્યતન લોકોપયોગી “ ૧૦૮ સીટીઝન મોબાઇલ એપ્લીકેશન ” શરૂ કરવામાં આવેલ છે. જેને ૩ લાખ કરતા પણ વધુ લોકોએ ડાઉનલોડ કરેલ છે.
• દરિયામાં કામ કરતા માછીમારોના આરોગ્યનાં અધિકારોની જાળવણી માટે દરિયામાં ૧૦૮ એમ્બ્યુલન્સ જેવી મેડીકલ ઈમરજન્સી સેવા પોરબંદર અને ઓખા ખાતે બોટ એમ્બ્યુલન્સ સેવા થાકી પૂરી પાડવામાં આવી રહી છે
• સમગ્ર ભારતમાં પ્રથમ વખત ગુજરાત રાજ્યમાં એર એમ્બ્યુલન્સ સેવા ગુજરાત સરકારનાં આરોગ્ય વિભાગ, GUJSAIL અને EMRI GHS સાથે મળી સંકલિત રીતે રાજ્ય વ્યાપી તા:૨૧/૦૩/૨૦૨૨થી કાર્યાન્વિત કરેલ છે. આ સેવા હેઠળ કુલ ૩૭ જેટલા ઓર્ગન અને તેમજ ગંભીર દર્દીઓના પરિવહન કરેલ છે.
• ગુજરાત સરકારે સમયાનુકુલ ટેકનોલોજી અને અપગ્રેડેશનનો વિનિયોગ કરીને આપાતકાલમાં પ્રત્યેક સેકન્ડનો બચાવ થઈ શકે અને માનવીની અમૂલ્ય જીન્દગી બચાવવા ભારત દેશમાં સૌ પ્રથમ વખત પેપરલેશ ૧૦૮ ઇમરજન્સી સેવા અને એમ ગવર્નસની વ્યવસ્થા અમલીકૃત કરી છે.
• આમ, મહામૂલી માનવ જિંદગી બચાવી શકાય તેવા ઉમદા હેતુઓથી પ્રિ-હોસ્પિટલ કેર સાથે હોસ્પિટલ પહોચવા માટે “૧૦૮ એમ્બ્યુલન્સ સેવા” રૂપી યોજના થકી લાભ આપવા રાજ્ય સરકાર હંમેશા કટિબધ્ધ છે.

આ  પણ  વાંચો-પંચમહાલ: ગોધરા રેન્જ પોલીસ વિભાગ દ્વારા ખેલકુદ રમતોત્સવનું આયોજન

Tags :
Advertisement

.

×