ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Nikol : સિવિલ ડિફેન્સમાં નોકરી કરતા યુવકે પોતાને ગોળી મારી આપઘાત કર્યો

અમદાવાદના (Ahmedabad) નિકોલ વિસ્તારમાં બપોરના સમયે સિવિલ ડિફેન્સમાં નોકરી કરતા યુવકે માથાનાં ભાગે ગોળી મારી આત્મહત્યા (Suicide) કરી છે. સિવિલ ડિફેન્સનાં સંજય બારોટે પોતાની લાઇસન્સ વાળી રિવોલ્વરથી જ પોતાનાં લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો છે. બનાવની જાણ થતાં નિકોલ...
11:02 PM Jun 22, 2024 IST | Vipul Sen
અમદાવાદના (Ahmedabad) નિકોલ વિસ્તારમાં બપોરના સમયે સિવિલ ડિફેન્સમાં નોકરી કરતા યુવકે માથાનાં ભાગે ગોળી મારી આત્મહત્યા (Suicide) કરી છે. સિવિલ ડિફેન્સનાં સંજય બારોટે પોતાની લાઇસન્સ વાળી રિવોલ્વરથી જ પોતાનાં લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો છે. બનાવની જાણ થતાં નિકોલ...
સૌજન્ય : google

અમદાવાદના (Ahmedabad) નિકોલ વિસ્તારમાં બપોરના સમયે સિવિલ ડિફેન્સમાં નોકરી કરતા યુવકે માથાનાં ભાગે ગોળી મારી આત્મહત્યા (Suicide) કરી છે. સિવિલ ડિફેન્સનાં સંજય બારોટે પોતાની લાઇસન્સ વાળી રિવોલ્વરથી જ પોતાનાં લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો છે. બનાવની જાણ થતાં નિકોલ (Nikol) પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બીમારીનાં કારણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નિકોલમાં આવેલી સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા સંજય બારોટ સિવિલ ડિફેન્સમાં (Civil Defenc) નોકરી કરતા હતા. આજે બપોરે પોતાની સર્વિસ રિવોલ્વર વડે પોતાનાં જ માથાનાં ભાગે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. ગોળીનો અવાજ આવતા પરિવારના સભ્યો સંજય પાસે ગયા ત્યારે સંજ્ય બારોટ મૃત અવસ્થામાં જોવા મળ્યા હતા. બનાવ અંગે પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતાં પોલીસ બનાવના સ્થળે પહોંચી હતી.

બીમારીથી કંટાળી આપઘાત કર્યો

પોલીસ દ્વારા બનાવ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની (Nikol Police) પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક કેન્સરની (Cancer) બીમારીથી પીડિત હતો. બીમારીથી કંટાળી ગયો હોવાથી જ પોતે આપઘાત કર્યો હતો. હાલ, પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોતનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

અહેવાલ- પ્રદિપ કચિયા, અમદાવાદ

 

આ પણ વાંચો - Ahmedbad Police : સિંધુભવન રોડ પર પોલીસની મેઘા ડ્રાઇવ, વાહનો, કેફે, હોટેલ-રેસ્ટોરેન્ટમાં ચેકિંગ

આ પણ વાંચો - Drugs in Gujarat : ડ્રગ્સ માફિયાઓનાં મનસૂબાને ધ્વસ્ત કરતી ગુજરાતની તપાસ એજન્સીઓ, વાંચો અહેવાલ

આ પણ વાંચો - Rajkot fire incident : ગેમઝોન અગ્નિકાંડને લઈ મોટા સમાચાર, વધુ 3 અધિકારીઓની ધરપકડ

Tags :
AhmedabadCivil DefenceGujarat FirstGujarati NewsillnessNikolSanjay BarotsuicideSwaminarayan Society
Next Article