Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GCRI Achievements: અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં તબીબોએ ખભાના કેન્સરનો શોધ્યો ઉકેલ

GCRI Achievements: સરકાર દ્વારા Gujarat Cancer Research Institute માં ખભાના કેન્સરની અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ બની છે. Gujarat Cancer Research Institute અમદાવાદમાં 3D print scapula implant કરવામાં આવે છે. આ સારવારમાં ખભાના કેન્સરમાં 3D print scapula ફીટ કરવાથી વ્યક્તિ પૂરેપૂરી ખભાની...
gcri achievements  અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં તબીબોએ ખભાના કેન્સરનો શોધ્યો ઉકેલ
Advertisement

GCRI Achievements: સરકાર દ્વારા Gujarat Cancer Research Institute માં ખભાના કેન્સરની અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ બની છે. Gujarat Cancer Research Institute અમદાવાદમાં 3D print scapula implant કરવામાં આવે છે. આ સારવારમાં ખભાના કેન્સરમાં 3D print scapula ફીટ કરવાથી વ્યક્તિ પૂરેપૂરી ખભાની મૂવમેન્ટ કરી શકશે અને કેન્સરથી મુક્તિ મેળવે છે.

  • અમદાવાદના તબીબોની અનોખી સિદ્ધિ
  • 10 લાખે એક વ્યક્તિને ખભાનું કેન્સર થાય છે
  • 3D Printe Scapula દુનિયાભરમાં અપાશે

અમદાવાદના તબીબોની અનોખી સિદ્ધિ

GCRI Achievements

GCRI Achievements

Advertisement

GCRI ના ડૉ. અભિજીત સાલુંકે, ડૉ. વિકાસ વારિકો, GCRI ના ડાયરેક્ટર શશાંક પંડ્યા તથા એન્જિનિયર્સ દ્વારા 3D print scapuler disign કરવામાં આવ્યું છે. હાલમાં, તેને પેટન્ટ માટે ફાઈલ કરવામાં આવ્યું છે. પેટન્ટ થઈ જતા GCRI બાદ દેશ અને દુનિયામાં ખભાના કેન્સરની સારવારમાં ઉપયોગ થઈ શકશે.

Advertisement

10 લાખે એક વ્યક્તિને ખભાનું કેન્સર થાય છે

જો કે ખભાના હાડકાનું કેન્સર થાય ત્યારે હાડકાને કાઢી નાખવામાં આવે છે. તેની જગ્યાએ 3D print scapula ને ફીટ કરવામાં આવે છે. આ કેન્સર આમ તો 10 લાખે એક દર્દીને થાય છે. પરંતુ થાય ત્યારે તે હાડકાને કાઢી નાખવું પડે છે. તેથી તેના માટે આ સ્કેપ્યુલાનો આવિષ્કાર થયો છે.

3D Printe Scapula દુનિયાભરમાં અપાશે

આ આવિષ્કાર થકી આઠ વર્ષમાં હાડકાંનું Cancer ધરાવતા 9 થી 60 વર્ષના સારવાર થઈ શકે છે. ડૉ. અભિજિત સાલુંકે ભવિષ્યમાં માંસપેશી, લોહીની નસ, ચેતાતંત્ર અને બીજા અવચવ પણ 3D Print બનાવી શકાશે તેવું આશા વ્યક્ત કરી છે. GCRI ના ડાયરેક્ટર ડો. શશાંક પંડ્યાએ પણ ડૉ. અભિજિતના આ રિસર્ચને મોટી ઉપલબ્ધિ ગણાવી છે. તેમણે કહ્યું હતું કે પેટન્ટ થયા બાદ તે GCRI પુરતું સીમિત નહીં રહે. દેશ અને દુનિયામાં તેનો ઉપયોગ વધશે.

અહેવાલ સંજ્ય જોશી

આ પણ વાંચો: ગાંધીધામ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શિશપાલજીના અધ્યક્ષસ્થાને યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

Tags :
Advertisement

.

×