Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : પુત્રપ્રેમમાં ક્રૂર પિતાએ 5 માસની માસૂમ બાળકીનું ગળું દબાવી હત્યા કરી

અમદાવાદના (Ahmedabad) શહેરકોટડા વિસ્તારમાંથી હચમચાવે એવી ઘટના સામે આવી છે. પુત્ર પ્રેમમાં અંધ બનેલા પિતાએ 5 માસની માસૂમ પુત્રીની હત્યા કરી હતી. પત્ની સારવાર માટે હોસ્પિટલમાં જતાં બાળકી દેખરેખ માટે પતિને સોંપીને ગઈ હતી. જો કે, સારવાર પુરી થઈ ત્યાં...
ahmedabad   પુત્રપ્રેમમાં ક્રૂર પિતાએ 5 માસની માસૂમ બાળકીનું ગળું દબાવી હત્યા કરી
Advertisement

અમદાવાદના (Ahmedabad) શહેરકોટડા વિસ્તારમાંથી હચમચાવે એવી ઘટના સામે આવી છે. પુત્ર પ્રેમમાં અંધ બનેલા પિતાએ 5 માસની માસૂમ પુત્રીની હત્યા કરી હતી. પત્ની સારવાર માટે હોસ્પિટલમાં જતાં બાળકી દેખરેખ માટે પતિને સોંપીને ગઈ હતી. જો કે, સારવાર પુરી થઈ ત્યાં સુધીમાં પતિએ પુત્રીની હત્યા કરી હતી. જે અંગે શહેરકોટડા પોલીસે (Sherkotda Police) હત્યાનો ગુનો નોંધી હત્યારા પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેર કોટડા (Sherkotda) વિસ્તારમાં રહેતા અને ફરિયાદી કુરેશાબાનુ ગઈકાલે પોતાની 5 માસની દીકરી ઈકરાનુર અને પતિ અંસાર અહેમદ સાથે પોતાની સારવાર અને સોનોગ્રાફી કરાવવા માટે શારદાબેન હોસ્પિટલ (Shardaben Hospital) આવ્યા હતા. જે સમયે સારવાર માટે હોસ્પિટલમાં જતા પોતાની દીકરી પતિને સોંપી હતી. જો કે, 5 માસની માસૂમ બાળકી સતત રડી રહી હતી. બાળકી રડવાનું બંધ ન કરતા પિતા અંસાર અહેમદ (Ansar Ahmed) ગુસ્સો થયો હતો અને બાળકીનું મોં અને ગળું દબાવીને નિર્દયતાથી હત્યા કરી હતી. જ્યારે, ફરિયાદી કુરેશાબાનુ સારવાર પૂરી કરી હોસ્પિટલની બહાર આવ્યા ત્યારે તેની બાળકી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી અને તેના પતિની પોલીસે ધરપકડ કરી હતી. સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. કુરેશાબાનુને સમગ્ર ઘટનાની જાણ થતા તેમણે પોતાના પતિ વિરુદ્ધ પોતાની દીકરીની હત્યાની ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

આરોપી પિતા અંસાર અહેમદ

Advertisement

હત્યારા પિતાની ધરપકડ કરાઈ

શહેર કોટડા પોલીસે આરોપી અંસાર અહેમદ (Ansar Ahmed) અન્સારીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ પોતાની જ 5 માસની દીકરી ઈકરાનુરની મોં અને ગળું દબાવી હત્યા કરી હતી. જો કે, મૃતદેહનો નિકાલ કરે તે પહેલાં જ સ્થાનિકો જોઈ જતાં પોલીસને જાણ કરાઈ હતી. આ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી પોતાની દીકરીના જ હત્યાના ગુનામાં હત્યારા પિતાની ધરપકડ કરી છે.

પિતાને દીકરાનો જન્મ થાય તેવી અપેક્ષા હતી

ફરિયાદીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે, લગ્ન બાદ પતિને દીકરાનો જન્મ થાય તેવી અપેક્ષા હતી. પરંતુ, દીકરીનો જન્મ થતાં છેલ્લા ચારેક મહિનાથી ઘરમાં ઝઘડા અને મારઝૂડ કરતો હતો. સાથે જ પત્ની ગર્ભવતી બનતાં તેનો ભંગારનો વ્યવસાય પણ બંધ થઈ ગયો હતો, જેના કારણે આર્થિક સંકળામણ પણ ઊભી થઈ હતી. ત્યારે સવાલ એ છે કે, દીકરીનો અણગમો એટલી હદે વધ્યો કે પિતા પોતાની જ પુત્રીનો હત્યારો બની ગયો.

આ પણ વાંચો - Ahmedabad : જાહેર માર્ગ પર ચાલુ બાઈકે અભદ્ર હરકતો કરતા યુવક-યુવતીનો Video વાઈરલ

Tags :
Advertisement

.

×