Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : મતદાનના એક દિવસ પહેલા અમદાવાદમાં દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન, સ્કૂલોને મળી ધમકી!

આવતીકાલે રાજ્યમાં લોકસભા ચૂંટણી (Lok Sabha election) માટે મતદાન થવાનું છે. રાજ્યમાં 25 લોકસભા અને 5 વિધાનસભા બેઠકો માટે મતદાન પ્રક્રિયાને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે. અમદાવાદમાં (Ahmedabad) પણ દિલ્હી (Delhi)...
ahmedabad   મતદાનના એક દિવસ પહેલા અમદાવાદમાં દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન  સ્કૂલોને મળી ધમકી
Advertisement

આવતીકાલે રાજ્યમાં લોકસભા ચૂંટણી (Lok Sabha election) માટે મતદાન થવાનું છે. રાજ્યમાં 25 લોકસભા અને 5 વિધાનસભા બેઠકો માટે મતદાન પ્રક્રિયાને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે. અમદાવાદમાં (Ahmedabad) પણ દિલ્હી (Delhi) જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે. મતદાનના એક દિવસ પહેલા અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.

ધમકીવાળી શાળાઓ પર પોલીસનું સર્ચ

આવતીકાલે લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે વોટિંગના એક દિવસ પહેલા અમદાવાદમાં (Ahmedabad) દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે. દિલ્હીની જેમ અમદાવાદમાં પણ અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. માહિતી મુજબ, એક પછી એક સ્કૂલોને બોમ્બથી ઊડાવી દેવાનો ઇમેલ મળ્યો છે. ધમકીવાળી શાળાઓ પર પોલીસે જઈને ચેકિંગ હાથ ધર્યું છે. આ સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (Bomb Disposal Squad) પણ ઘટના સ્થળે પહોંચી છે.

Advertisement

Advertisement

પ્રાપ્ત અહેવાલ અનુસાર, અમદાવાદમાં (Ahmedabad) અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યાં ઇમેઇ મળ્યા બાદ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમો ત્યાં પહોંચી છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અનુમાન છે કે આ ધમકીભર્યા ઇમેલ રશિયન સર્વરમાંથી (Russian server) મોકલવામાં આવ્યા છે. જો કે, આ ઇમેલ કોને અને ક્યાંથી મોકલવામાં આવ્યા છે તે અંગેની તપાસ હાલ ચાલી રહી છે. પરંતુ, મતદાનના એક દિવસ પહેલા દિલ્હીની માફક અમદાવાદમાં પણ એક પછી એક શાળામાં ધમકીભર્યાં ઈમેલ મળતા અમદાવાદનું પોલીસ તંત્ર સજ્જ થયું છે.

દિલ્હીમાં 100 શાળાઓને મળી હતી ધમકી

1 મેના રોજ, દિલ્હી (Delhi)-NCR ની લગભગ 100 શાળાઓને તેમના કેમ્પસમાં બોમ્બ હોવાની ચેતવણી આપતો ઇમેલ મળ્યો હતો. આથી એલર્ટ બાદ પોલીસે (Delhi Police) સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે દિલ્હીની (Delhi) ઘણી શાળાઓમાં બોમ્બની ધમકીઓવાળા એક સમાન ઇ-મેઇલ મળ્યા હતા. જો કે, તપાસ બાદ આ તમામ ઈમેલ નકલી હોવાનું જાણવા મળ્યું હતું.

2 મેના રોજ દિલ્હી પો. કમિશનરને મળ્યો હતો ઇમેઇલ

જણાવી દઈએ કે, 2 મેના રોજ પણ દિલ્હી (Delhi) પોલીસ કમિશનર સંજય અરોરાના ઈ-મેલ આઈડી પર એક ધમકીભર્યો મેલ આવ્યો હતો, જેમાં શહેરની શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પોલીસે તપાસ કરતાં તે હોક્સ કોલ હોવાનું બહાર આવ્યું હતું. આ ધમકીભર્યો મેલ 2 મેના રોજ સવારે 10 વાગ્યે મોકલવામાં આવ્યો હતો. આ મેઈલ સિરાજ નામના આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો, જેમાં નાંગલોઈ રેલ્વે સ્ટેશન પાસે આવેલી શાળામાં બોમ્બ વિસ્ફોટ થશે તેવું લખવામાં આવ્યું હતું. મેઈલ બાદ તરત જ પોલીસ એક્શનમાં આવી હતી અને સ્કૂલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસમાં કંઈ મળ્યું નહોતું.

આ પણ વાંચો - Delhi ની શાળામાં બોમ્બ મળવાની વાત ‘Fake’!, જાણો હવે આગળ શું થશે…

આ પણ વાંચો - Delhi ની શાળાઓમાં બોમ્બનો ઈમેલ આવ્યો રશિયન ડોમેઈનથી, પોલીસ લેશે ઈન્ટરપોલની મદદ

આ પણ વાંચો - દિલ્હી-NCR ની 80 જેટલી શાળાઓને બોમ્બની ધમકી, 60 થી વધુ શાળાઓને ખાલી કરાઈ, બોમ્બ-સ્ક્વોડ ઘટના સ્થળે…

Tags :
Advertisement

.

×