Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ગુલબાઈ ટેકરા નજીક સરેઆમ પશુની બલી ચઢાવતા ફરિયાદ, સ્થાનિકોમાં ભયનો માહોલ!

અમદાવાદના (Ahmedabad) ગુલબાઈ ટેકરા (Gulbai Tekra) વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુલબાઇ ટેકરા નજીક જાહેરમાં પશુની બલી ચઢાવવા મામલે એક મહિલા સહિત 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે આ મામલે ફરિયાદ બાદ કાર્યવાહી હાથ...
ahmedabad   ગુલબાઈ ટેકરા નજીક સરેઆમ પશુની બલી ચઢાવતા ફરિયાદ  સ્થાનિકોમાં ભયનો માહોલ
Advertisement

અમદાવાદના (Ahmedabad) ગુલબાઈ ટેકરા (Gulbai Tekra) વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુલબાઇ ટેકરા નજીક જાહેરમાં પશુની બલી ચઢાવવા મામલે એક મહિલા સહિત 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે આ મામલે ફરિયાદ બાદ કાર્યવાહી હાથ ધરી છે. જાહેરમાં પશુની બલીની ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

અમદાવાદના (Ahmedabad) ગુલબાઈ ટેકરા વિસ્તારમાં સદા શિવ મહાદેવ મંદિર (Sada Shiva Mahadev Temple) આવેલું છે. ત્યારે આ મંદિર નજીક કેટલાક લોકો દ્વારા જાહેરમાં પશુની બલી ચઢાવવામાં આવી હતી. આ ઘટનાને પગલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં (Gujarat University Police) એક મહિલા સહિત 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ બાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસે તપાસ આદરી પ્રેમીબેન મારવાડી, બળદેવ સોલંકી અને દામા સોલંકી તેમ જ 2 અજાણ્યા લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

એક મહિલા સહિત 5 સામે ફરિયાદ

Advertisement

જવાબદાર લોકો સામે જલદી કાર્યવાહીની સ્થાનિકોની માગ

ગુજરાત યુનિવર્સિટી પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના ગુલબાઈ ટેકરા (Gulbai Tekra) નજીક સદા શિવ મહાદેવ મંદિર નજીકની છે. આ મામલે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, જાહેરમાં પશુની બલીની ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે. લોકોએ આ ઘટનામાં જવાબદાર લોકો સામે જલદી કાર્યવાહી થાય તેવી માગ કરી છે.

આ પણ વાંચો - Gandhinagar : રોંગ સાઇડ આવતી કાર રિક્ષા સાથે અથડાઈ, મહિલાનું માથું ધડથી અલગ થઈ 10 ફૂટ દૂર ફેંકાયું!

આ પણ વાંચો - Ahmedabad : CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું – આ વખતે મતદારોનો સ્પષ્ટ મિજાજ છે કે..!

આ પણ વાંચો -VADODARA : પોલીસ કમિશનરે ચાર્જ સંભાળ્યાના 24 કલાકમાં જ માથાભારે સામે કાર્યવાહી શરૂ

ગુજરાત ફર્સ્ટ (Gujarat First )તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First )(Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×