ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : પ્રથમ વખત ગુજરાતમાં ડોગ માટેની જાણીતી PSA રણભૂમિ ઈવેન્ટનું આયોજન

અહેવાલ  સંજય જોષી - અમદાવાદ  Ahmedabad : પ્રથમ વખત ગુજરાતમાં ડોગ માટેની જાણીતી PSA રણભૂમિ ઈવેન્ટનું આયોજન અમદાવાદમાં (Ahmedabad) કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ડોગ પ્રેમીઓ ઘણા સમયથી PSA રણભૂમિ ઈવેન્ટની પ્રતિક્ષા કરી રહ્યા હતા ત્યારે ડોગની વિશિષ્ટ ઈવેન્ટ તારીખ 17...
10:33 PM Feb 17, 2024 IST | Hiren Dave
અહેવાલ  સંજય જોષી - અમદાવાદ  Ahmedabad : પ્રથમ વખત ગુજરાતમાં ડોગ માટેની જાણીતી PSA રણભૂમિ ઈવેન્ટનું આયોજન અમદાવાદમાં (Ahmedabad) કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ડોગ પ્રેમીઓ ઘણા સમયથી PSA રણભૂમિ ઈવેન્ટની પ્રતિક્ષા કરી રહ્યા હતા ત્યારે ડોગની વિશિષ્ટ ઈવેન્ટ તારીખ 17...
PSA Ranbhoomi event
અહેવાલ  સંજય જોષી - અમદાવાદ 
Ahmedabad : પ્રથમ વખત ગુજરાતમાં ડોગ માટેની જાણીતી PSA રણભૂમિ ઈવેન્ટનું આયોજન અમદાવાદમાં (Ahmedabad) કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ડોગ પ્રેમીઓ ઘણા સમયથી PSA રણભૂમિ ઈવેન્ટની પ્રતિક્ષા કરી રહ્યા હતા ત્યારે ડોગની વિશિષ્ટ ઈવેન્ટ તારીખ 17 અને 18 ફેબ્રુઆરીના રોજ રાવણી ફાર્મ, બોપલ, અમદાવાદ (Ahmedabad) ખાતે યોજવામાં આવી  છે. જેનું આયોજન વોલ્ફમાસ્ટર કે-9 તથા ધ ડેક્કન ડોગ્સ ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે.
આ ઈવેન્ટમાં ચોક્કસ પ્રકારના ટ્રેન ડોગ્સના દ્રશ્યો અમદાવાદીઓને નજીકથી પ્રથમ વખત જોવા મળયા. અહીં સમગ્ર ભારતમાંથી આવેલા સહભાગીઓ તેમની ટ્રેનિંગ સ્કિલ પ્રેઝન્ટ કરી હતી. આજે પ્રથમ દિવસે  ટોટલ 18 ડોગ્સ હતા તેમાંથી 14 ડોગ્સ લેવલ 1 પીડીસી માટે હતા બીજા 2 ડોગ પીએસએ 1 હાયર લેવલ માટે હતા અને બીજા 2 ડોગ્સ પીએસએ 2 હાયર લેવલ માટે હતા. આમાં 18 ડોગ્સ દ્વારા ઓબેડીયન્સ અને પ્રોટેક્શન માં પરફોર્મ કર્યું હતું.
હાયર લેવલ માં હર્ડલ જમ્પસ, ટનલ, ડિસ્ટ્રેકશન માં વર્ક કર્યું. ડોગ્સ નું કરેજ ટેસ્ટ પણ કરવામાં આવ્યું હતું. અને ડોગ્સએ પોતાના ઓનર્સ ને રોજિંદા જીવન માં કઈ  રીતે પ્રોટેક્ટ કરવું એના ટાસ્ક માં પરફોર્મ કર્યું હતું. અને પ્રોટેક્શન માં ઓબેડીયન્સ ની સાથે સાથે જ્યારે પણ બાઈટ કરે ત્યારે ઓનર્સ દ્વારા કહેવા મુજબ બાઈટ માંથી છોડીને પાછા પણ આવ્યા હતા.
આયોજક સ્તવન મહેતાએ જણાવ્યું હતું કે આ ઈવેન્ટ ડે નાઈટ રહેશે જેથી સાંજે 4 વાગ્યાથી આ ઈવેન્ટ શરુ થશે. ખાસ કરીને આપણે ટીવી પર એવા દ્રશ્યો ડોગ્સના ચોક્કસથી જોયા જ હશે જેમાં ડોગ્સ કમાન્ડ બાદ હેન્ડલર પર પ્રોટેક્શન માટે હુમલો કરતા જોવા મળે છે કે કોઈ પ્રેશરવશ ડોગ્સ હુમલો કરતા હોય છે. ખાસ કરીને સુરક્ષા માટે પણ આ પ્રકારે તાલીમ અપાતી હોય છે.
PSA (Protection Sports Association) કે જેમાં 4 વિવિધ સ્તરો હોય છે, જેમાં PDC (Protection Dog Certificate) PSA1, PSA2 અને PSA3 સાથેની દૃશ્ય આધારિત રમત છે. જ્યારે PDC એ તમારા ડોગ્સ માટેનું વાસ્તવિક શીર્ષક નથી, તે દરેક ડોગ્સને સ્પર્ધા કરવા અને ટાઇટલ મેળવવામાં સક્ષમ થવા પહેલાં તેમાંથી પસાર થવાની એન્ટ્રી લેવલની કસોટી છે. પીએસએમાં એવા દૃશ્યો હોય છે જે રોજિંદા જીવનમાંથી ઉતરી આવ્યા છે જેમ કે કાર જેકિંગ, હેન્ડલર પર હુમલો, દબાણ હેઠળ કરડવું છતાં હેન્ડલરના સંપૂર્ણ નિયંત્રણમાં રહે છે. જે રોજિંદા જીવનમાં એક આવશ્યક પણ કેટલી પરિસ્થિતિ પ્રમાણે હોય છે, તેથી જ તમારે તમારું પ્રમાણપત્ર મેળવવા માટે આજ્ઞાપાલન અને સુરક્ષા બંનેનું ધ્યાન રાખવાનું રહે છે. પીએસએના ઓબેડીએન્સ ટ્રેનિંગ હોય છે જેમાં ડોગને કમાન્ડ આપતા બિહેવી્યર કે પરફોર્મન્સ તમારા કમાન્ડ પર કરે છે.જેમાં  રોટવીલર, જર્મન સેફર્ડ સહીતના ડોગ્સ આ પરફોર્મ કરતા નજરે પડે છે.
PSA ઉત્સાહીઓ આ ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે
સમગ્ર ભારતમાંથી PSA ઉત્સાહીઓ આ ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે, જ્યાં તેઓ તેમની ક્ષમતાને બહાર લાવવાનો આઈ પ્રયાસ છે ખાસ કરીને આ ઈવેન્ટને સફળ બનાવવા માટે ટીમમાં સ્તવન મહેતા અમદાવાદ, ઈવેન્ટ હોસ્ટ તથા મરલિન સેડલર જજ, સાઉથ આફ્રિકા તથા જોની સિલ્વા કામાચો, સિનિયર ડેકોય, સાઉથ આફ્રિકા, તથા અન્વે ચવાણ, ડેકોય, પૂણે તથા સમી ઠાકુર, ડેકોય, ઓડિસા તથા દીક્ષય ગોલટકર ડોકોય, ગોવા તથા મંત્રવદી ચંદ્રશેખર, ડેકોય, હૈદરાબાદ તથા રાજેન્દ્ર ચૌહાણ, ડેકોય, દિલ્હી તથા દેવાંશ મહેતા કો-હોસ્ટ, વલસાડ એમ ખૂબ જ કુશળ ટીમ ઈવેન્ટ દરમિયાન પોતાનો અનુભવ સાઝા કર્યો. સ્પર્ધામાં ઓબડીએન્સ તથા પ્રોટેક્શન સિનારીઓ એમ બે લેવલ બાદ રીઝલ્ટ એનાઉન્સ થશે ત્યાર બાદ એવોર્ડ સેરેમની પણ યોજાશે એમ બે દિવસની આ મહત્વની ઈવેન્ટ સાબિત થશે.
                               
આ  પણ  વાંચો  - Ambaji Madir : અંબાજી ખાતે ખોડીયાર જયંતીની ધૂમધામથી કરાઇ ઉજવણી
Tags :
AhmedabadDog loversdogsfirst time in GujaratK-9 and The Deccan Dogs ClubPSA Ranbhoomi event
Next Article