ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : મણિનગરમાંથી રૂ.5 લાખની કિંમતનાં MD ડ્રગ્સનાં જથ્થા સાથે એક ઝડપાયો

અમદાવાદમાં (Ahmedabad) MD ડ્રગ પકડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. SOG ક્રાઈમે મણિનગર (Maninagar) કાંકરિયા વિસ્તારમાંથી રૂ. 5 લાખ 14 હજારની કિંમતનો મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. કાંકરિયા વિસ્તારમાંથી આરોપી ફિરોજ ઉર્ફે ભાઈમિયા અહેમદ હુસૈન મેવાતી ડ્રગ્સના...
10:03 PM Jun 28, 2024 IST | Vipul Sen
અમદાવાદમાં (Ahmedabad) MD ડ્રગ પકડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. SOG ક્રાઈમે મણિનગર (Maninagar) કાંકરિયા વિસ્તારમાંથી રૂ. 5 લાખ 14 હજારની કિંમતનો મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. કાંકરિયા વિસ્તારમાંથી આરોપી ફિરોજ ઉર્ફે ભાઈમિયા અહેમદ હુસૈન મેવાતી ડ્રગ્સના...

અમદાવાદમાં (Ahmedabad) MD ડ્રગ પકડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. SOG ક્રાઈમે મણિનગર (Maninagar) કાંકરિયા વિસ્તારમાંથી રૂ. 5 લાખ 14 હજારની કિંમતનો મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. કાંકરિયા વિસ્તારમાંથી આરોપી ફિરોજ ઉર્ફે ભાઈમિયા અહેમદ હુસૈન મેવાતી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો છે. તેની પાસેથી 51 ગ્રામથી વધુનો રૂ. 5.14 લાખની કિંમતનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. આરોપીની ધરપકડ કરી SOG ક્રાઈમે વધુ તપાસ હાથ ધરી છે.

મણિનગરમાં શખ્સ MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો

SOG ક્રાઈમના ACP એન.એલ. દેસાઈએ જણાવ્યું હતું કે, આરોપી શહેરના (Ahmedabad) મણિનગર કાંકરિયા (Kankaria) ગેટ નંબર એકની સામે ત્રણ રસ્તાની બાજુમાં ગોપી કૃષ્ણા બિલ્ડિંગમાં આવેલી પૂરોહિત ફરસાણની સામેના રોડ પર જાહેરમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેની પાસે વગર પાસ પરમિટનો ગેરકાયદેસરનો નસીલો પદાર્થ MD ડ્રગ્સ (MD drugs) 51 ગ્રામ 400 મિલિગ્રામ કે જેની કિંમત રૂ. 5,14,000 થાય છે મળી આવ્યો હતો.

કુલ રૂ. 5,14,900 ની મત્તાનો મુદ્દામાલ કબજે કરાયો

આ સાથે તેની પાસેથી મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂ. 5,14,900 ની મત્તાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. તેની સામે કાયદેસરનો ગુનો નોધી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પૂછપરછમાં આરોપી મધ્યપ્રદેશથી ( Madhya Pradesh) જથ્થો લાવ્યા હોવાનું ખુલ્યું છે. તે કોને આપવાનો હતો ? કોણે તેને મુદ્દામાલ આપ્યો હતો ? તે તમામ તપાસ SOG ક્રાઈમ દ્વારા શરૂ કરવામાં આવી છે.

અહેવાલ :  સંજય જોશી

આ પણ વાંચો - Raod Accident : અમદાવાદ-લીંબડી હાઇવે પર ટ્રક ડમ્પર પાછળ ઘૂસી જતાં લાગી ભયંકર આગ, 2 નાં મોત

આ પણ વાંચો - Ahmedabad પોલીસના વલણની ભારે ટીકા, ACP કચેરીમાં ભાજપ નેતાએ ઉજવ્યો બર્થ-ડે

આ પણ વાંચો - VADODARA : SMC ની સફળ પ્રોહીબીશન રેડ, 4 વોન્ટેડ

Tags :
AhmedabadCrime NewsdrugsGujarat FirstGujarati NewsKankariaMadhya PradeshManinagarMD drugsSOG crimeSOG Crime N.L. Desai
Next Article