ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : બોળકદેવમાં 6 વર્ષીય બાળકને ડામ દીધા હોવાની દાદાએ નોંધાવી ફરિયાદ

અમદાવાદના (Ahmedabad) બોડકદેવ (Bodakdev) વિસ્તારમાં એક બાળકને ડામ દેવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. 6 વર્ષીય બાળકનાં દાદાએ પોતાના જ પુત્ર, તેની પત્ની અને સાસું-સસરા સામે આ ફરિયાદ નોંધાવી છે. આ મામલે, બોડકદેવ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી...
09:15 AM Jul 09, 2024 IST | Vipul Sen
અમદાવાદના (Ahmedabad) બોડકદેવ (Bodakdev) વિસ્તારમાં એક બાળકને ડામ દેવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. 6 વર્ષીય બાળકનાં દાદાએ પોતાના જ પુત્ર, તેની પત્ની અને સાસું-સસરા સામે આ ફરિયાદ નોંધાવી છે. આ મામલે, બોડકદેવ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી...

અમદાવાદના (Ahmedabad) બોડકદેવ (Bodakdev) વિસ્તારમાં એક બાળકને ડામ દેવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. 6 વર્ષીય બાળકનાં દાદાએ પોતાના જ પુત્ર, તેની પત્ની અને સાસું-સસરા સામે આ ફરિયાદ નોંધાવી છે. આ મામલે, બોડકદેવ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોટા દીકરો બીજા લગ્ન કરી ઘર જમાઈ બન્યો

અમદાવાદના (Ahmedabad) બોડકદેવ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 6 વર્ષીય બાળકનાં દાદાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના મોટા પુત્રની પહેલી પત્નીને નાના દીકરા સાથે પ્રેમસંબંધ થતાં લગ્ન કર્યા હતા. આથી, મોટા દીકરાએ પહેલી પત્નીને છૂટાછેડાં આપીને અન્ય યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા. મોટો દીકરો અન્ય યુવતી સાથે લગ્ન કરી ઘર જમાઈ તરીકે રહેવા ગયો હતો. પહેલી પત્નીથી એક દીકરો હોવાથી તેને પણ સાથે લઈ ગયો હતો.

દાદાએ પુત્ર, તેની પત્ની, સાસું-સસરા સામે કરી ફરિયાદ

આરોપ મુજબ, થોડા દિવસ પહેલા પહેલી પત્નીનાં બાળકને પુત્ર દાદાને ઘરે મૂકવા આવ્યો હતો. દરમિયાન, દાદાને જાણ થઈ કે 6 વર્ષીય બાળકને ડામ દેવામાં આવ્યા છે. આ મામલે હવે શાહિબાગ (Shahibagh) ખાતે રહેતા દાદાએ પોતાના મોટા દીકરા, તેની પત્ની અને સાસું-સસરા સામે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં (Bodakdev Police Station) ફરિયાદ નોંધાવી છે. આ મામલે બોડકદેવ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Chhotaudepur: જાહેર શૌચાલયોમાં લટક્યા ખંભાતી તાળા, પાણીની પરબની હાલત બદથી બત્તર

આ પણ વાંચો - Bharuch માં આત્મહત્યાના બે બનાવ! એક પોલીસ કૉન્સ્ટેબલે અને 16 વર્ષિય કિશોરે સંકેલી પોતાની જીવનલીલા

આ પણ વાંચો - SURAT : વિદ્યાર્થીઓ ભરેલી વાને મારી હતી પલટી, પોલીસે કરી સ્કૂલ વાન ચાલકની ધરપકડ

Tags :
AhmedabadBodakdevBodakdev Police StationChild molestCrime NewsGujarat FirstGujarati NewsShahibagh
Next Article