ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : એક એ પ્રેમસંબંધ, તો બીજા એ બ્લેકમેલ કરી સગીરા સાથે આચર્યું દુષ્કર્મ

Ahmedabad : નારણપુરા (Naranpura) વિસ્તારમાં 16 વર્ષની સગીરા સાથે બે વ્યક્તિઓએ અલગ-અલગ સમયે દુષ્કર્મ આચર્યું હોવાની ચકચારી ઘટના સામે આવી છે. પ્રથમ આરોપી સાથે સગીરાએ પ્રેમસંબંધમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા. જ્યારે, અન્ય આરોપીએ તેને બ્લેકમેલ કરી અલગ-અલગ જગ્યાએ લઇ જઈ...
04:18 PM Jun 08, 2024 IST | Vipul Sen
Ahmedabad : નારણપુરા (Naranpura) વિસ્તારમાં 16 વર્ષની સગીરા સાથે બે વ્યક્તિઓએ અલગ-અલગ સમયે દુષ્કર્મ આચર્યું હોવાની ચકચારી ઘટના સામે આવી છે. પ્રથમ આરોપી સાથે સગીરાએ પ્રેમસંબંધમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા. જ્યારે, અન્ય આરોપીએ તેને બ્લેકમેલ કરી અલગ-અલગ જગ્યાએ લઇ જઈ...

Ahmedabad : નારણપુરા (Naranpura) વિસ્તારમાં 16 વર્ષની સગીરા સાથે બે વ્યક્તિઓએ અલગ-અલગ સમયે દુષ્કર્મ આચર્યું હોવાની ચકચારી ઘટના સામે આવી છે. પ્રથમ આરોપી સાથે સગીરાએ પ્રેમસંબંધમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા. જ્યારે, અન્ય આરોપીએ તેને બ્લેકમેલ કરી અલગ-અલગ જગ્યાએ લઇ જઈ અનેકવાર દુષ્કર્મ આચરતા બંનેની નારણપુરા પોલીસે (Naranpura police) ફરિયાદ બાદ ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના (Ahmedabad) નારણપુરા વિસ્તારમાં રહેતી એક 16 વર્ષની સગીરા સોશિયલ મીડિયા મારફતે પ્રથમ આરોપી જયેશ પરમારના સંપર્કમાં આવી હતી. જ્યારે 18 વર્ષ પૂર્ણ ના થયા હોવા છતાં તેની સાથે અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. બીજા આરોપી પિયુષ જેઠવા જે ફરિયાદીનો પડોશી છે, તેને આ સગીરાના પ્રેમસંબંધની જાણ થઈ જતા તેણીને બ્લેકમેલ કરી તેનો ફાયદો ઉઠાવ્યો હતો અને અલગ-અલગ જગ્યાએ લઈ જઈ અને એકવાર દુષ્કર્મ આચર્યું હતું.

પ્રેમી સાથે સગીરા કચ્છ ભાગી હતી

થોડા દિવસ અગાઉ આ સગીરા પ્રથમ આરોપી જયેશ પરમાર સાથે ઘરેથી ભાગી ગઈ હતી અને તેણે કંટ્રોલરૂમમાં (Police control room) કોલ કરીને આ વાતની જાણ કરી હતી કે મારા પરિવારને આ વાત જણાવી દેવામાં આવે. ત્યારે પોલીસ કંટ્રોલરૂમે નારણપુરા પોલીસને જાણ કર્યા બાદ તેમને અલગ-અલગ રીતે શોધખોળ શરૂ કરી હતી. ત્યારે આ બાળકી અને આરોપી કચ્છના (Kutch) ગાંધીધામ પાસેથી મળી આવ્યા હતા. ત્યાર પછી સગીરા અને આરોપીની નારણપુરા પોલીસે જુબેનાઇલ ચાઇલ્ડ કેર ઓફિસરને સાથે રાખી વધુ પૂછપરછ કરી હતી.

સગીરાને બ્લેકમેલ કરી વારંવાર દુષકર્મ આચર્યું

તપાસમાં બાળકીએ જણાવ્યું હતું કે, તેણીએ વ્યક્તિ સાથે અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યા છે અને વધુમાં એ પણ ધ્યાને આવ્યું હતું કે અન્ય એક આરોપી પીયુષ જેઠવા જે સગીરથી બે ગણી ઉંમરનો છે. તેને તેમના પ્રેમસબંધની જાણ થઈ જતાં સગીર ને બ્લેકમેલ કરી 'તારા ઘરે કહી દઈશ' તેમ કહી સગીરાને અલગ-અલગ જગ્યાએ લઇ જઈ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે, હાલ નારણપુરા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ : પ્રદિપ કાછીયા

આ પણ વાંચો - Surat: એક જ રાતમાં સળગી બે કંપનીઓ, લાખોનો સામાન બળીને ખાખ

આ પણ વાંચો - Gujarat ACB : વ્યાજખોરના ઈશારે PI પટેલે સટ્ટાનો કેસ કર્યો અને તોડ પણ…

આ પણ વાંચો - Rajkot Gamzone Tragedy : અગ્નિકાંડે વધુ એક જીવ લીધો! મૃતક પુત્રનાં વિયોગમાં પિતાનું પણ મોત

Tags :
16-year-old girl rapedAhmedabadGandhidhamGujarat FirstGujarati NewsKutchNaranpuraNaranpura policephysical relationsPolice Control Roomsexual relations
Next Article