ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : પોલીસકર્મીએ સાબરમતીમાં ઝંપલાવી આયખું ટૂંકાવ્યું, પાલડીમાં પુત્રે માતાની હત્યા કરી આપઘાત કર્યો

અમદાવાદમાં (Ahmedabad) અલગ-અલગ વિસ્તારમાં આત્મહત્યા અને હત્યાની ઘટના બની છે. વહેલી સવારે એક પોલીસેકર્મીએ રિવરફ્રન્ટ (Riverfront) પરથી સાબરમતી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે પાલડી (Paldi) વિસ્તારમાં એક પુત્રે જ માતાની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના...
12:44 PM Jul 10, 2024 IST | Vipul Sen
અમદાવાદમાં (Ahmedabad) અલગ-અલગ વિસ્તારમાં આત્મહત્યા અને હત્યાની ઘટના બની છે. વહેલી સવારે એક પોલીસેકર્મીએ રિવરફ્રન્ટ (Riverfront) પરથી સાબરમતી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે પાલડી (Paldi) વિસ્તારમાં એક પુત્રે જ માતાની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના...

અમદાવાદમાં (Ahmedabad) અલગ-અલગ વિસ્તારમાં આત્મહત્યા અને હત્યાની ઘટના બની છે. વહેલી સવારે એક પોલીસેકર્મીએ રિવરફ્રન્ટ (Riverfront) પરથી સાબરમતી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે પાલડી (Paldi) વિસ્તારમાં એક પુત્રે જ માતાની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. બંને ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસકર્મીએ સાબરમતીમાં ઝંપલાવ્યું

અમદાવાદમાં (Ahmedabad) આજે વહેલી સવારે એક પોલીસેકર્મીએ આત્મહત્યા કરી હોવાની ચકચારી ઘટના બની છે. માહિતી મુજબ, કિરણસિંહ અમરસિંહ નામના પોલીસકર્મીએ (Policeman Suicide) રિવરફ્રન્ટ પરથી સાબરમતી નદીમાં કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. જો કે, પોલીસકર્મીએ આત્મહત્યા કયાં કારણોસર કરી તે અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ, ઘટનાની જાણ થતાં રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે (Riverfront West Police) ઘટના સ્થળે પહોંચી મૃતદેહ પીએમ અર્થે મોકલી સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે.

પુત્રે માતાની હત્યા કર્યા બાદ પોતે આપઘાત કર્યો

અન્ય એક ઘટના પાલડીમાં (Paldi) બની છે. માહિતી મુજબ, પાલડીનાં મહાલક્ષ્મી ફલેટમાં (Mahalakshmi Flat) રહેતા એક પરિવારમાં હત્યા બાદ આત્મહત્યાની ઘટના બની છે. પુત્રે માતાની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કર્યો હતો. સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ કરતા પાલડી પોલીસ (Paldi Police) ઘટના સ્થળે પહોંચી હતી અને બંને મૃતદેહોને પીએમ અર્થે મોકલી હત્યા અને આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો - Ahmedabad: સાઉથ બોપલમાં નવ પરિણીતાએ કરી આત્મહત્યા, પોલીસે પરિવારની પૂછપરછ હાથ ધરી

આ પણ વાંચો - અમદાવાદ બન્યું The Crime City! આધેડને કૌટુંબિક ભાઈએ ઉતાર્યો મોતને ઘાટ

આ પણ વાંચો - ઇડરનો પરિવાર ફેમસ લસ્સી પીવા Himmatnagar આવ્યો અને થયો કડવો અનુભવ!

Tags :
AhmedabadCrime NewsGujarat FirstGujarati NewsKiran Singh Amar SinghMahalakshmi flatPaldiPaldi PoliceRiverFrontRiverfront West PoliceSabarmati RiverSuicides
Next Article