ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

AMC : મનપાની સામાન્ય સભામાં વિપક્ષના ગંભીર આરોપ, રિવરફ્રન્ટ બોટિંગ અને ટેક્સ માફી મુદ્દે હોબાળો

આજે અમદાવાદ (Ahmedabad) મનપાની (AMC) સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. વિપક્ષી નેતાઓ દ્વારા સામાન્ય સભામાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. રિવરફ્રન્ટ ખાતે એક વર્ષથી લાઇસન્સ વગર જ બોટ સર્વિસ ચાલુ હોવાના આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા...
12:20 AM Jan 25, 2024 IST | Vipul Sen
આજે અમદાવાદ (Ahmedabad) મનપાની (AMC) સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. વિપક્ષી નેતાઓ દ્વારા સામાન્ય સભામાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. રિવરફ્રન્ટ ખાતે એક વર્ષથી લાઇસન્સ વગર જ બોટ સર્વિસ ચાલુ હોવાના આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા...

આજે અમદાવાદ (Ahmedabad) મનપાની (AMC) સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. વિપક્ષી નેતાઓ દ્વારા સામાન્ય સભામાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. રિવરફ્રન્ટ ખાતે એક વર્ષથી લાઇસન્સ વગર જ બોટ સર્વિસ ચાલુ હોવાના આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા. આ સાથે સામાન્ય સભામાં ટેક્સ માફીનો મુદ્દો પણ જોરશોરથી ઊછળ્યો હતો.

બુધવારે અમદાવાદ (Ahmedabad) મનપાની (મ્યુનિસિપલ કોર્પોરેશન) (AMC) સામાન્ય સભામાં યોજાઈ હતી. આ સામાન્ય સભામાં (General Meeting) વિપક્ષ દ્વારા ગંભીર આક્ષેપો સાથે જોરદાર હોબાળો કરવામાં આવ્યો હતો. વિપક્ષે આરોપ લગાવતા કહ્યું કે, રિવરફ્રન્ટમાં (Riverfront) એક વર્ષથી લાઇસન્સ વગર જ બોટ સર્વિસ ચાલુ હતી. લાઇસન્સ વગર અમદાવાદીઓના જીવના જોખમે બોટિંગ સર્વિસ ચાલુ રાખવામાં આવી હતી. છેલ્લા એક વર્ષમાં રિવરફ્રન્ટ બોટિંગમાં ત્રણ ઘટનાઓ બની હતી. આ સાથે વિપક્ષે માગ કરી કે નાગરિકોના જીવ સાથે ખિલવાડ કરનારા જવાબદાર લોકો સામે કડક અને ઝડપી કાર્યવાહી કરવામાં આવે.

ટેક્સ માફી મુદ્દે જોરદાર હોબાળો

અમદાવાદ (Ahmedabad) મનપાની (AMC) સામાન્ય સભામાં વિપક્ષે કહ્યું કે, વડોદરાની (Vadodara) ગોઝારી ઘટના બાદ મનપા (AMC) તંત્ર જાગ્યું અને લાઇસન્સ મામલો ઊછળ્યો. આ પહેલા ક્યારે આ બાબતે ધ્યાન આપવામાં આવ્યું નથી. આ સાથે સભામાં વિપક્ષે ટેક્સ માફીનો મુદ્દો પણ જોરશોરથી ઊછાળ્યો હતો. વિપક્ષે આરોપ લગાવ્યો કે 6 ટકા વ્યાજ માફીની સ્ક્રીમ આપીને કરોડો ટેક્સ માફ કર્યા. વિપક્ષે આ કૌભાંડની તપાસ થાય અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ પણ ઉચ્ચારી હતી.

 

આ પણ વાંચો - Morbi : 7 વર્ષની માસૂમ બાળકીને પીંખી નાખનારા નરાધમને 20 વર્ષની આકરી કેદ, વાંચો અહેવાલ

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Ahmedabad municipalityAMC general meetingGeneral AssemblyGujarat FirstGujarati NewsHARNI LAKEoppositionRiverfront BoatingTax ExemptionVadodara
Next Article