ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : એપ્રિલ-મે માં અમદાવાદ એરપોર્ટથી આટલા લાખ મુસાફરોએ ઉડાન ભરી

Ahmedabad :ગુજરાતના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) પર પેસેન્જર ટ્રાફિકમાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યું છે. નાણાકીય વર્ષ (FY24) ના પ્રથમ બે મહિનામાં 20 લાખ મુસાફરોએ યાત્રા કરી હતી. ઉનાળુ વેકેશનની સિઝન હોવાના કારણે પેસેન્જર ટ્રાફિકમાં વધારો નોંધાયો છે....
10:20 PM May 30, 2024 IST | Hiren Dave
Ahmedabad :ગુજરાતના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) પર પેસેન્જર ટ્રાફિકમાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યું છે. નાણાકીય વર્ષ (FY24) ના પ્રથમ બે મહિનામાં 20 લાખ મુસાફરોએ યાત્રા કરી હતી. ઉનાળુ વેકેશનની સિઝન હોવાના કારણે પેસેન્જર ટ્રાફિકમાં વધારો નોંધાયો છે....

Ahmedabad :ગુજરાતના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) પર પેસેન્જર ટ્રાફિકમાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યું છે. નાણાકીય વર્ષ (FY24) ના પ્રથમ બે મહિનામાં 20 લાખ મુસાફરોએ યાત્રા કરી હતી. ઉનાળુ વેકેશનની સિઝન હોવાના કારણે પેસેન્જર ટ્રાફિકમાં વધારો નોંધાયો છે. જોકે રોજ બરોજ લોકો કામ માટે દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, પુણે અને જયપુર કામ માટે મુસાફરી કરી રહ્યા છે. જોકે અબુ ધાબી, દુબઈ, બેંગકોક, દોહા અને કુઆલાલંપુર અમદાવાદીઓને ફરવા માટે હોટ ફેવરીટ સ્થળ હોવાનું બહાર આવ્યું છે.

 

મુસાફરો મોટી સંખ્યામાં અવરજવર કરી

23મી મેના રોજ એરપોર્ટ પર FY24નો અત્યાર સુધીનો સૌથી વ્યસ્ત દિવસ નોંધાયો હતો. જેમાં 279 ફ્લાઇટ મૂવમેન્ટ સાથે રેકોર્ડ 38,790 મુસાફરોને સેવા પૂરી પાડવામાં આવી હતી. SVPIA એકંદરે દરરોજ 34,333 મુસાફરો અને 268 એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ્સ (ATM)નું સંચાલન કરે છે. ગત વર્ષે આ સમાન સમયગાળામાં 1.9 મિલિયન મુસાફરોનો ટ્રાફિક રહ્યો હતો. FY23-24માં એરપોર્ટે રેકોર્ડ-બ્રેકિંગ પ્રદર્શન કરતા એરપોર્ટે 11,781,525 મુસાફરોને સેવા આપી હતી. ઉલ્લેખનીય છે કે મુસાફરો મોટી સંખ્યામાં અવરજવર કરી હતી. SVPIA મુસાફરોને એક સીમલેસ અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ થાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીમાં તાજેતરના રોકાણોએ મુસાફરોના આરામ અને સગવડોમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. SVPIA 7 એરલાઇન્સની સેવાઓ દ્વારા 37 નોન-સ્ટોપ અને 4 વન-સ્ટોપ ડોમેસ્ટિક ડેસ્ટિનેશન્સ સાથે જોડાણ ધરાવે છે. ઉપરાંત 17 એરલાઇન્સ દ્વારા 14 આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે જોડાણ ધરાવે છે.

 

મુખ્ય સુધારાઓની વાત કરીએ તો...

 

એરપોર્ટ પરથી ક્યા ક્યા નવા ફ્લાઇટનો ઉમેરો

એર એશિયાની કુઆલાલંપુર માટે નોન-સ્ટોપ સેવા જે ચાર સાપ્તાહિક ફ્લાઇટ્સ છે અને એર ઈન્ડિયાથી દિલ્હી માટે વધારાની સીધી ફ્લાઈટ્સ ગુરુવાર અને શનિવાર સ્પેશિયલ રાખવામાં આવી છે.

 

ક્યા સ્થળો કામ માટે અને ક્યા ફરવા માટે

છેલ્લા બે મહિનામાં અમદાવાદના સૌથી લોકપ્રિય સ્થાનિક સ્થળો દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, પુણે અને જયપુર રહ્યા હતા. જે કામ કામ માટે પણ વધુ અવર જવર હોવાનું સ્પષ્ટ થાય છે. જ્યારે ટોચના આંતરરાષ્ટ્રીય સ્થળોમાં અબુ ધાબી, દુબઈ, બેંગકોક, દોહા અને કુઆલાલંપુરનો સમાવેશ થાય છે. ત્યા મોટે ભાગે લોકો ફરવા જતા હોય છે.

અહેવાલ -દીર્ધાયુ વ્યાસ -અમદાવાદ

આ પણ  વાંચો - Surat : મોડી રાતે પરિવારને તસ્કરોએ બંધક બનાવ્યો, ફાયરની ટીમે રેસ્ક્યૂ કરતા ખબર પડી કે..!

આ પણ  વાંચો - Surat International Airport: નવા એરપોર્ટના ઉદ્ઘાટન બાદ પહેલીવાર મુસાફરોમાં ઘટાડો, કારણ ચોંકવાનારા!

આ પણ  વાંચો - Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત મૃતકના ઘરે જઇ સ્કીન દાન લેવાયું

Tags :
2 Million Passengers20 Lakh PassengersAhmedabadAhmedabad AirportBreaking News In GujaratiFY24FY24 First Two MonthsGujarati NewsLatest Gujarati NewsLatest News In GujaratisurpassesSVPI Airporttraveled
Next Article