ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ambaji : દાંતાના કોંગી ધારાસભ્યનુ મોટુ નિવેદન, અમે આજે નહી તો કાલે રામ મંદિરના દર્શન કરવા જઈશુ

અહેવાલ -શક્તિસિંહ રાજપુત,અંબાજી Ambaji : દાંતા તાલુકાના ધારાસભ્ય કાંતી ખરાડી હાલમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહ્યા હોવાના સમાચાર છેલ્લા કેટલાંક દિવસોથી ચર્ચામાં છે. Ambaji આજે દાંતા ખાતે સર્કીટ હાઉસમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની મીટીંગમાં દાંતા વિસ્તારનાં ધારાસભ્ય કાંતી ખરાડી હાજર રહ્યા હતા.ધારાસભ્યે...
07:45 PM Jan 17, 2024 IST | Hiren Dave
અહેવાલ -શક્તિસિંહ રાજપુત,અંબાજી Ambaji : દાંતા તાલુકાના ધારાસભ્ય કાંતી ખરાડી હાલમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહ્યા હોવાના સમાચાર છેલ્લા કેટલાંક દિવસોથી ચર્ચામાં છે. Ambaji આજે દાંતા ખાતે સર્કીટ હાઉસમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની મીટીંગમાં દાંતા વિસ્તારનાં ધારાસભ્ય કાંતી ખરાડી હાજર રહ્યા હતા.ધારાસભ્યે...
Kanti Kharadi

અહેવાલ -શક્તિસિંહ રાજપુત,અંબાજી

Ambaji : દાંતા તાલુકાના ધારાસભ્ય કાંતી ખરાડી હાલમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહ્યા હોવાના સમાચાર છેલ્લા કેટલાંક દિવસોથી ચર્ચામાં છે. Ambaji આજે દાંતા ખાતે સર્કીટ હાઉસમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની મીટીંગમાં દાંતા વિસ્તારનાં ધારાસભ્ય કાંતી ખરાડી હાજર રહ્યા હતા.ધારાસભ્યે કહ્યું કે આદિવાસી ખૂન ક્યારે વેચાતું નથી અને વેચાશે નહીં. ભવિષ્યમાં પણ વેચાશે નહીં. મને આ વિસ્તારની જનતાએ ત્રીજી વખત મેન્ડટ આપ્યો છે.હું હેટ્રીક મારીને આવ્યો છુ. હું નહિ મારો વિસ્તાર આવ્યો છે, મારો વિસ્તાર જીત્યો છે.કાંતિ ભાઇ ક્યારેય વેચાયા નથી અને વેચાશે નહીં

દાંતા ધારાસભ્ય રામ મંદિર ઉપર પણ બોલ્યા

તેમણે કહ્યું કે રામ મંદિર તો બધાનું છે, ખાલી ભાજપનું નથી,પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે એકલા જ ભાજપવાળા ઉપાડીને ફરી રહ્યાં છે. ધાર્મિક આસ્થા ની વાત છે. અમે રામને આજીવન માનતા આવ્યા છીએ અને આગળ પણ માનવાના છીએ,પણ અત્યારે જે ચાલી રહ્યુ છે તે ભાજપનું પેંતરૂ છે અને ભાજપનું રાજકારણ છે. ધર્મ એ ધર્મ છે તેમાં રાજનીતિ ના હોવી જોઇએ. અમે રામ મંદિર ના દર્શન કરવા જઈશુ.અમે આજે નહિ તો કાલે જશું ખર

દાંતા સર્કિટ હાઉસ ખાતે મીટીંગનું આયોજન

Ambaji  બુધવારે દાંતા સર્કીટ હાઉસ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાતા ધારાસભ્ય ખરાડી હાજર રહ્યા હતા . બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના આગેવાન ડામરાજી રાજગોર, અંબાજી કોંગ્રેસના પ્રમુખ તુલસીભાઈ જોશી, દુષ્યંતભાઈ આચાર્ય, અલ્કેશ ગઢવી સહીત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ  પણ  વાંચો  - Gondal અક્ષરમંદિર ખાતે ટ્રાફિક સપ્તાહની કરાઇ ઉજવણી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AmbajiCongolese MLAKanti KharadiRam templestatement
Next Article