ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ambaji : કોટેશ્વર ખાતે સરસ્વતી નદીના કાંઠે 2100 દીવડાની મહાઆરતી કરવામાં આવી

અહેવાલ-શકિતસિંહ રાજપુત, અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી શક્તિપીઠ થી 7 કિલોમીટર દૂર કોટેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે, આ મંદિર પાસેથી સરસ્વતી નદી નીકળીને સમગ્ર ગુજરાતમાં જાય...
09:20 PM Sep 15, 2023 IST | Hiren Dave
અહેવાલ-શકિતસિંહ રાજપુત, અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી શક્તિપીઠ થી 7 કિલોમીટર દૂર કોટેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે, આ મંદિર પાસેથી સરસ્વતી નદી નીકળીને સમગ્ર ગુજરાતમાં જાય...

અહેવાલ-શકિતસિંહ રાજપુત, અંબાજી

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી શક્તિપીઠ થી 7 કિલોમીટર દૂર કોટેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે, આ મંદિર પાસેથી સરસ્વતી નદી નીકળીને સમગ્ર ગુજરાતમાં જાય છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા થોડા સમય અગાઉ 12 જ્યોતિર્લિંગ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. અહીં અમાવસ, અગિયારસના દિવસે સ્નાન કરવાનો અનેરો મહિમા છે.

ત્યારે આજે શ્રાવણ માસના અંતિમ દિવસે કોટેશ્વર મહાદેવ થી પાલખીયાત્રા નીકળી હતી અને વિવિધ શિવ મંદિરમાં ફરીને કોટેશ્વર નીજ મંદિરે પરત આવી હતી અને રાત્રે કોટેશ્વર મહાદેવ મંદિરના સરસ્વતી કુંડ પર 2100 દીવાની મહા આરતી કરવામાં આવી હતી,જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા.

અંબાજી પાસે આવેલા કોટેશ્વર મહાદેવ પ્રાચીન અને પૌરાણિક મંદિરની વાત કરવામાં આવે તો શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો અહીં દર્શન માટે આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે, અંબાજી આવતા ભક્તો કોટેશ્વર મહાદેવ ખાતે દર્શન કરવા અચૂક આવતા હોય છે ત્યારે આજે શ્રાવણ માસના અંતિમ દિવસે સરસ્વતી નદીના કુંડ ઉપર 2100 દિવાની મહા આરતી કરવામાં આવી હતી.

 

અંબાજી કોટેશ્વર સહિત બહારથી આવેલા માઈ ભક્તો મહા આરતીમાં ભાગ લીધો હતો. આ આરતી વર્ષમાં એક વખત આરતી થતી હોય છે. અંબાજી આવતા ભક્તો મોટી સંખ્યામાં કોટેશ્વર ખાતે આવતા હોય છે આજે મહા આરતી માં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.હર હર મહાદેવ ના નાદ થી કોટેશ્વર ગુંજી ઉઠ્યું હતુ.વિષ્ણુ ભાઈ શાસ્ત્રી કોટેશ્વર મંદિર પૂજારીએ આરતી ઉતારી હતી મંદિરમા.શ્રાવણ માસના અંતિમ દિવસે મહા આરતી નો કાર્યક્રમ યોજાયો હતો.

આ  પણ   વાંચો-ભરૂચ ગ્રામ્ય વિસ્તારમાં શાળાએ જતી આદિવાસી વિદ્યાર્થીનીની વિધર્મી યુવક દ્વારા છેડતી

 

Tags :
2100 lampsAmbajibanksKoteshwarMahaaratiperformedriver Saraswati
Next Article