ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ambalal Patel : એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતાં મુસળધાર વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર જોખમ!

ગુજરાતમાં ચોસામાની (Gujarat Monsoon) ધીમી શરૂઆત બાદ હવે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભાર વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન જાણકાર અંબાલાલ પટેલે (Ambalal Patel) પણ રાજ્યમાં વરસાદને લઈ ચોંકાવનારી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી...
09:42 PM Jun 28, 2024 IST | Vipul Sen
ગુજરાતમાં ચોસામાની (Gujarat Monsoon) ધીમી શરૂઆત બાદ હવે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભાર વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન જાણકાર અંબાલાલ પટેલે (Ambalal Patel) પણ રાજ્યમાં વરસાદને લઈ ચોંકાવનારી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી...

ગુજરાતમાં ચોસામાની (Gujarat Monsoon) ધીમી શરૂઆત બાદ હવે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભાર વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન જાણકાર અંબાલાલ પટેલે (Ambalal Patel) પણ રાજ્યમાં વરસાદને લઈ ચોંકાવનારી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, 1 જુલાઈના રોજ અમદાવાદ (Ahmedabad), ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે 5 જુલાઈના રોજ એક સિસ્ટમ બનશે, જેના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છમાં (Kutch) ભારે વરસાદ ખાબકી શકે છે.

1 જુલાઈએ ભારેથી અતિ ભાર વરસાદની શક્યતા

હવામાન જાણકાર અંબાલાલ પટેલની (Ambalal Patel) આગાહી મુજબ, એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં પૂરની ( heavy rainfall) સ્થિતિ સર્જાઈ શકે છે. 30 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં મેઘરાજા મહેરબાન થશે. જ્યારે 1 જુલાઈએ અમદાવાદ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભાર વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે 5 જુલાઈએ એક સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત (South Gujarat), સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છમાં (Kutch) ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત, નદીઓમાં પૂર આવવાની પણ શક્યતાઓ છે.

આજથી 30 જૂન સુધી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતના અન્ય જિલ્લાઓની વાત કરવામાં આવે તો જૂનાગઢના ભાગોમાં આજથી 30 જૂન સુધી અતિભારે વરસાદની (Heavy rain) આગાહી છે. નોંધનીય છે કે, જૂનાગઢ (Junagadh) અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદના કારણે પૂર પણ આવી શકે છે. આ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહીં પણ અનેક ભાગોમાં વરસાદ થઈ શકે તેવી સંભાવનાઓ છે. આ સાથે જામનગર (Jamnagar), દ્વારકા, પોરબંદર અને ઓખામાં પણ વરસાદની આગાહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતમાં સારો એવો વરસાદ થવાનો છે તેવી આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો - Gujarat: આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ! હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી, આ જિલ્લામાં પૂરની સંભાવના

આ પણ વાંચો - Heavy Rain: અમદાવાદવાસીઓની આતુરતાનો આવ્યો અંત! હવે થશે કડાકા ભડાકા સાથે વરસાદ

આ પણ વાંચો - Ahmedabad : ભારે ઉકળાટથી શહેરીજનોને મળી રાહત, વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ

Tags :
AhmedabadGujarat FirstGujarat MonsoonGujarati Newsheavy rainfallJamnagarKutchrain in ahmedabadrain in gujaratrainy weatherSaurashtraSouth Gujarat
Next Article