ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ambalal Patel : આગામી 18 કલાક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યથાવત! જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી ?

રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે આજે વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) પડ્યો છે. માવઠું પડતા જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. ત્યારે આગામી દિવસોમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી 18 કલાક રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) યથાવત રહેશે,...
03:18 PM Mar 02, 2024 IST | Vipul Sen
રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે આજે વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) પડ્યો છે. માવઠું પડતા જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. ત્યારે આગામી દિવસોમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી 18 કલાક રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) યથાવત રહેશે,...

રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે આજે વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) પડ્યો છે. માવઠું પડતા જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. ત્યારે આગામી દિવસોમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી 18 કલાક રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) યથાવત રહેશે, જેના કારણે ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel) દ્વારા કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) આગાહી કરતા જણાવ્યું કે, માર્ચ મહિનામાં કુલ 3 વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) સર્જાશે. પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી 5 અને 6 માર્ચના રોજ સર્જાશે, બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 તારીખે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી 11 અને 12 માર્ચના રોજ સર્જાઈ શકે છે. ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધારે મજબૂત હોવાથી 15 તારીખ સુધી તેની અસર રહેશે એવા અનુમાન છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કોઈ કોઈ ભાગોમાં ભારે પવન, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજ્યના દરિયા કિનારાનાં વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.

કચ્છમાં કમોસમી વરસાદ

આ વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે

ઉપરાંત તેમણે કહ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે રાજ્યના કચ્છ (Kutch), ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, પચિમ સૌરાષ્ટ્ર, જૂનાગઢ (Junagadh), ભાવનગર અને દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. દરમિયાન, રાજ્યમાં પવનની ગતિ 20 કિલોમીટર પ્રતિ કલાક જોવા મળી શકે છે. જણાવી દઈએ કે, આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. બનાસકાંઠા (Banaskantha), દ્વારકા, કચ્છ, ભુજ, અરવલ્લી, પાટણ સહિતના વિસ્તારોમાં માવઠું (Unseasonal Rain) પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાયડુ, જીરું, વરિયાળી, મેથી અને શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે.

 

આ પણ વાંચો - Gujarat First Exclusive : અયોધ્યા જતા ગુજરાતના મંત્રીઓ સાથે Gujarat First ની Exclusive વાતચીત, જાણો કોણે શું કહ્યું?

Tags :
Ambalal PatelAravalliBanaskanthaBhujCentral GujaratcropsDwarkafarmerGujarat FirstGujarati NewsKutchMeteorological DepartmentNorth GujaratPatanunseasonal rainWestern Disturbance
Next Article