ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : CM ના વરદ હસ્તે રૂ. 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું BSE માં લિસ્ટીંગ

AMC:  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ₹200 કરોડના ગ્રીન બોન્ડના (Green bond) બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ પ્રસંગે ઉપસ્થિત રહ્યા  હતા . ગુજરાતમાં સૌપ્રથમ AMC દ્વારા આ પ્રકારના ગ્રીન બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે, જે થકી એકત્રિત નાણાનો ઉપયોગ શહેરમાં ઈકો-ફ્રેન્ડલી ગ્રીન પ્રોજેક્ટ્સના...
02:52 PM Feb 08, 2024 IST | Hiren Dave
AMC:  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ₹200 કરોડના ગ્રીન બોન્ડના (Green bond) બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ પ્રસંગે ઉપસ્થિત રહ્યા  હતા . ગુજરાતમાં સૌપ્રથમ AMC દ્વારા આ પ્રકારના ગ્રીન બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે, જે થકી એકત્રિત નાણાનો ઉપયોગ શહેરમાં ઈકો-ફ્રેન્ડલી ગ્રીન પ્રોજેક્ટ્સના...

AMC:  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ₹200 કરોડના ગ્રીન બોન્ડના (Green bond) બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ પ્રસંગે ઉપસ્થિત રહ્યા  હતા . ગુજરાતમાં સૌપ્રથમ AMC દ્વારા આ પ્રકારના ગ્રીન બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે, જે થકી એકત્રિત નાણાનો ઉપયોગ શહેરમાં ઈકો-ફ્રેન્ડલી ગ્રીન પ્રોજેક્ટ્સના વિકાસ માટે કરવામાં આવશે.

CM ભૂપેન્દ્ર પટેલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSEમાં લિસ્ટીંગ કરાવ્યું

CM ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSEમાં લિસ્ટીંગ કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ મેયર પ્રતીભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે BSE બેલ રીંગીંગ સેરેમનીથી આ બોન્ડ લિસ્ટિંગ સંપન્ન કર્યું હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેટ ઝીરોનું જે લક્ષ્ય સસ્ટેઇનેબલ અને એન્‍વાયરમેન્‍ટ ફ્રેન્‍ડલી ડેવલપમેન્‍ટ માટે આપ્યું છે તેને અમદાવાદ મહાનગરપાલિકાએ આ રૂ. 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડથી પાર પાડવાની પહેલ કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ આવા ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરનારી રાજ્યની પ્રથમ મહાનગરપાલિકાનું ગૌરવ પણ મેળવ્યું છે. અમદાવાદ મહાનગરમાં સાતત્યપૂર્ણ અને પર્યાવરણ સંતુલન સાથેના વિકાસ પ્રોજેક્ટ ગ્રીન પ્રોજેક્ટ માટે આ ગ્રીન બોન્ડ ઉપયુક્ત બનશે.

 

અમદાવાદમાં ગટરના પાણીનું શુદ્ધિકરણ કરીને ઉદ્યોગોને વપરાશ માટે આપવા ગ્રીન એનર્જી ઉત્પાદન તથા ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સહિતના વિવિધ ગ્રીન પ્રોજેક્ટમાં અસરકારક કામગીરી માટે આ બોન્ડ ઇસ્યુ બહાર પાડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રૂ. 200 કરોડના રાજ્યના પ્રથમ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બીડીંગ 5 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સવારે 11.00 કલાકે ઓનલાઈન બીડીંગ પ્લેટફોર્મ ઉપર શરૂ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો AA ક્રેડીટ રેટીંગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો AA ક્રેડીટ રેટીંગ ધરાવતો સદરહુ ગ્રીન બોન્ડ શરૂઆતની 04 સેકન્ડમાં જ રૂ. 200 કરોડના બોન્ડ સાઈઝ સામે રૂ. 415 કરોડનું સબ્સસ્ક્રીપ્શન મળ્યું છે. બીડીંગ સમય પૂર્ણ થવા સુધી જુદા-જુદા 30 ઈન્વેસ્ટર તરફથી રૂ. 1360 કરોડનું સબ્સસ્ક્રીપ્શન થયેલું છે. આમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો રૂ. 200 કરોડનો ગ્રીન બોન્ડ 13.60 ગણો ભરાયેલો છે.

 

આ  પણ  વાંચો  - Gujarat Vidhan Sabha : શિક્ષણ વ્યવસ્થાને લઈને ગેનીબેન ઠાકોરે કહી આ વાત…

 

 

Tags :
AhmedabadAMCBSECM Bhupendra Patelgreen bondGujaratlistingmunicipalrs 200-crore
Next Article