Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું તમે પણ 'Vipul Dudhiya' માંથી ફરસાણની ખરીદી કરો છો ? તો ચેતજો...વાંચી લો આ અહેવાલ

અમદાવાદમાં (Ahmedabad) મિઠાઈ-ફરસાણ માટે જાણીતી એવી 'વિપુલ દુધિયા' (Vipul Dudhiya) બ્રાન્ડ સવાલોમાં ઘેરામાં આવી છે. AMC ના આરોગ્ય વિભાગે 'વિપુલ દુધિયા' બ્રાન્ડ પર કાર્યવાહીનો કોરડો વીંઝ્યો છે. માહિતી મુજબ, 'વિપુલ દુધિયા'ની બે બ્રાન્ચને પેકેજિંગ અને લેબલના નિયમના ભંગ બદલ 10-10...
શું તમે પણ  vipul dudhiya  માંથી ફરસાણની ખરીદી કરો છો   તો ચેતજો   વાંચી લો આ અહેવાલ
Advertisement

અમદાવાદમાં (Ahmedabad) મિઠાઈ-ફરસાણ માટે જાણીતી એવી 'વિપુલ દુધિયા' (Vipul Dudhiya) બ્રાન્ડ સવાલોમાં ઘેરામાં આવી છે. AMC ના આરોગ્ય વિભાગે 'વિપુલ દુધિયા' બ્રાન્ડ પર કાર્યવાહીનો કોરડો વીંઝ્યો છે. માહિતી મુજબ, 'વિપુલ દુધિયા'ની બે બ્રાન્ચને પેકેજિંગ અને લેબલના નિયમના ભંગ બદલ 10-10 હજાર મળી કુલ 20 હજારનો દંડ આરોગ્ય વિભાગે ફટકાર્યો છે. નિકોલમાં રહેતા એક જાગૃત પરિવારે 'વિપુલ દુધિયા' વિરુદ્ધ એક્સપાયરી ફરસાણ આપ્યું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. જે બાદ અમદાવાદનું આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું હતું અને કાર્યવાહી કરી 'વિપુલ દુધિયા' ને ત્યાંથી નમૂના લઈ તપાસ હાથ ધરી હતી.

એક્સપ્રાયરી ડેટનું ફરસાણ આપ્યોનો આરોપ

અમદાવાદમાં મીઠાઈ અને ફરસાણ માટે 'વિપુલ દુધિયા' ખૂબ જ જાણીતી અને પ્રતિષ્ઠિત બ્રાન્ડ છે. બ્રાન્ડ પર વિશ્વાસ રાખીને શહેરીજનો પણ 'વિપુલ દુધિયા'માંથી મોંઘા ભાવે ફરસાણ અને મિઠાઈની ખરીદી કરતા હોય છે. પરંતુ, 'વિપુલ દુધિયા' ને લઈ ચોંકાવનારી માહિતી સામે આવી છે. જણાવી દઈએ કે, નિકોલમાં રહેતા પરિવારે 'વિપુલ દુધિયા' બ્રાન્ડ સામે ગંભીર આરોપ લગાવ્યા હતા. નિકોલ (Nikol) રહેવાસી ભૂપેન્દ્રભાઇ પટોડિયા નામની વ્યક્તિએ વીડિયો બનાવી આરોપ લગાવ્યો હતો કે તેમણે 'વિપુલ દુધિયા' (Vipul Dudhiya) ની બ્રાન્ચમાંથી ફરસાણ ખરીદ્યું હતું, જે એક્સપ્રાયરી ડેટનું (expiry Date) હોવાથી ફરસાણ ખાધા બાદ તેમના પરિવારના સભ્યો બીમાર થયા હતા.

Advertisement

AMC એ રૂ. 20 હજારનો દંડ ફટકાર્યો

ભૂપેન્દ્રભાઈએ વીડિયોમાં એક્સપાયરી ડેટમાં છેડછાડ કરી હોવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો હતો. ભૂપેન્દ્રભાઇએ વિપુલ દુધિયા સ્વીટ અને નમકીનની ખરીદી કરી હતી. તેમણે સ્ટ્રીકર લગાવી એક્સપાઇર થયેલ ફરસાણ આપ્યાનો દાવો કર્યો હતો. આ મામલો સામે આવતા અમદાવાદ મ્યુનિ. કૉર્પોરેશન (amc) એ કાર્યવાહી હાથ ધરી હતી. AMC ના આરોગ્ય વિભાગે 'વિપુલ દુધિયા'ની બે બ્રાન્ચમાં તપાસ હાથ ધરી હતી અને નમૂના લીધા હતા. આરોગ્ય વિભાગની તપાસમાં જાણ થઈ કે પેકેજિંગ અને લેબલના નિયમનો ભંગ કરવામાં આવ્યો છે. આથી AMC ના આરોગ્ય વિભાગે (Department of Health) 'વિપુલ દુધિયા'ની બે બ્રાન્ચને નોટિસ ફટકારી રૂ. 10-10 હજાર એમ કુલ રૂ. 20 હજારનો દંડ ફટકાર્યો છે. આરોગ્ય વિભાગની આ કાર્યવાહી બાદ 'વિપુલ દુધિયા' ની બ્રાન્ચ સવાલોના ઘેરામાં આવી છે. ત્યારે નાગરિકો વચ્ચે સવાલ થઈ રહ્યા છે કે...

Advertisement

. શું 'વિપુલ દુધિયા' પોતાને તંત્રના નિયમોથી ઉપર ગણે છે ?

. શહેરની પ્રતિષ્ઠિત બ્રાન્ચ હોવા છતાં 'વિપુલ દુધિયા' ને શહેરીજનોનાં સ્વાસ્થ્યની કોઈ ચિંતા નથી ?

.'વિપુલ દુધિયા' ગ્રાહકોના વિશ્વાસ સાથે રમત રમે છે ?

. 'વિપુલ દુધિયા' ને ગ્રાહકો પ્રત્યે જવાબદારીનું ભાન નથી ?

આ પણ વાંચો - Rajkot : ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, અખાદ્ય પદાર્થનો જથ્થો પકડાતા યુનિટ સીલ કરાયું

આ પણ વાંચો - VADODARA : પાણીપુરીના વિક્રેતાઓ પર પાલિકાની ટીમનું ચેકીંગ

આ પણ વાંચો - લો બોલો ! ભરઉનાળે સરકારે કર્મચારીઓને આપ્યો ઓછુ પાણી પીવાનો આદેશ

Tags :
Advertisement

.

×