ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Anand : BJP સ્નેહમિલન કાર્યક્રમમાં C.R. Patil ના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું- પહેલા લોકોને પાણી માટે પણ...

આણંદ (Anand) જિલ્લાના બોચાસણ (Bochasan) અક્ષરવાડી ખાતે ભારતીય જનતા પાર્ટી (BJP) નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (C.R. Patil) ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન તેમણે સંબોધનમાં કોંગ્રેસ (Congress) પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે,...
04:26 PM Mar 09, 2024 IST | Vipul Sen
આણંદ (Anand) જિલ્લાના બોચાસણ (Bochasan) અક્ષરવાડી ખાતે ભારતીય જનતા પાર્ટી (BJP) નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (C.R. Patil) ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન તેમણે સંબોધનમાં કોંગ્રેસ (Congress) પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે,...

આણંદ (Anand) જિલ્લાના બોચાસણ (Bochasan) અક્ષરવાડી ખાતે ભારતીય જનતા પાર્ટી (BJP) નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (C.R. Patil) ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન તેમણે સંબોધનમાં કોંગ્રેસ (Congress) પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના રાજ્ય વખતે લોકો પાણી માટે પણ વલખા મારતા હતા. આ કાર્યક્રમ દરમિયાન પેટલાદ વિધાનસભાના 6 ટર્મના પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ (Niranjan Patel) 500થી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા.

આજે આણંદ જિલ્લાના બોચાસણ અક્ષરવાડી (Aksharwadi) ખાતે બીજેપીનો (BJP) સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (C.R. Patil) કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, અયોધ્યામાં (Ayodhya) રામ મંદિર બન્યા પછી આખા દેશમાં રામમય વાતાવરણ બન્યું છે. ત્યારે રામ મંદિરના (Ram temple) પ્રાણ પ્રતિષ્ઠા પછી આખો દેશ મોદીમય થયો છે. તેમણે કહ્યું કે, પીએમ મોદી રાજકારણ નથી પણ ઇતિહાસ સર્જનનું કામ કરી રહ્યા છે. આ સાથે તેમણે કોંગ્રેસ (Congress) પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસના રાજમાં લોકોને પાણી માટે પણ વલખા મારવા પડતા હતા. માર્ગ-રોડ બનતા નહોતા. વીજળીની સમસ્યા હતી. આધારભૂત સુવિધાઓ માટે પણ લોકોએ આંદોલન કરવું પડતું હતું. પરંતુ, આજે મોદી સરકારના નેતૃત્વ હેઠળ લોકોએ વિકાસકામો માટે આંદોલન કરવા પડતા નથી.

કોંગ્રેસે ખામ થિયરી અપનાવી સત્તા મેળવી હતી : C.R. Patil

પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના (PM Narendra Modi) નેતૃત્વમાં દેશના મોટા અને જાણીતા મંદિરો અને ધાર્મિક સ્થળોનો વિકાસ થયો છે. પીએમ મોદીના નેતૃત્વમાં દેશમાં 7 AIIMS ના લોકાર્પણ સાથે આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના વિવિધ ક્ષેત્રે ઝડપી વિકાસ થયો છે. તેમણે કહ્યું કે, આવતીકાલે પીએમ મોદી એક સાથે દેશભરમાં 10 જેટલા એરપોર્ટનું લોકાર્પણ કરશે. આ સાથે તેમણે કહ્યું હતું કે, જ્ઞાતિગત વડાઓ ઊભા કરીને કોંગ્રેસે ખામ થિયરી અપનાવી હતી. ખામ થિયરીના માધ્યમથી ખોટી રીતે સત્તા હાંસલ પણ કરી હતી. જો કે, બહુમતી હોવા છતાંય તેમના CM એ રાજીનામું આપવું પડ્યું હતું.

પેટલાદ વિધાનસભાના પૂર્વ MLA નિરંજન પટેલ ભાજપમાં જોડાયા

તેમણે કહ્યું કે, PM મોદીએ જ્ઞાતિગત ભાગલા પાડવા વિના, પાર્ટીના કાર્યકર્તાઓના આધારે, સંગઠનના આધારે, મતદાતાઓના પ્રેમના આધારે ગુજરાતમાં ભાજપ સાલ 2022માં 156 બેઠકો જીતવામાં સફળ થયો છે. જણાવી દઈએ કે, આ કાર્યક્રમ દરમિયાન પેટલાદ વિધાનસભાના 6 ટર્મ ધારાસભ્ય રહેલા નિરંજન પટેલ (Niranjan Patel) ભાજપમાં જોડાયા હતા. તેઓના 500 થી વધુ સમર્થકોએ પણ ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. ઉપરાંત, કોંગ્રેસ સાથે NCP ના પ્રદેશ ટીમના આગેવાનો પણ કેસરિયા કરશે અને ભાજપના ભરતી મેળામાં વધુ એક કોંગી અગ્રણી પક્ષ પલટો કરશે એવા અહેવાલ છે.

આ પણ વાંચો - Harsh Sanghvi : ગાંધીનગરમાં ‘યુવા સાંસદ-2024’ કાર્યક્રમ, હર્ષ સંઘવીએ કહ્યું – એક દિવસના સાંસદ બનવા…

આ પણ વાંચો - GSEB Board Exams 2024 : પરીક્ષાર્થીઓ સાંભળો…પરીક્ષા સમયે ટ્રાફિકમાં ફસાઓ તો આ હેલ્પલાઇન નં. પર કરો કોલ

આ પણ વાંચો - SindhuBhawan Road Accident : બેફામ આવતા કારચાલકે 18 વર્ષીય બાઈકચાલકને અડફેટે લેતા મોત

Tags :
AnandBharatiya Janata PartyBJPBochasan AksharwadiC.R.PatilCongressGujarat PoliticsGujarati NewsKham theoryloksabha election 2024MLA of PetladNiranjan PatelPrime Minister Narendra ModiRam temple
Next Article