ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ankleshwar : પરિણીતાને બે પ્રેમીઓ સાથે સંબંધ ભારે પડ્યો! ઘરમાં અન્ય યુવક સાથે જોતા પ્રેમીએ બંનેનું ઢીમ ઢાળી દીધું

અંકલેશ્વરના (Ankleshwar) સારંગપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરિણીતાને બે પ્રેમીઓ સાથે સંબંધ રાખવો ભારે પડ્યો છે. પ્રેમિકા અને તેના પ્રેમીને અન્ય પ્રેમીએ મોતને ઘાટ ઉતારી પોતે પોલીસ સમક્ષ હાજર થઈ હત્યા કર્યાંની કબૂલાત કરી હતી. હત્યાનો ભોગ બનેલા...
11:58 PM Feb 24, 2024 IST | Vipul Sen
અંકલેશ્વરના (Ankleshwar) સારંગપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરિણીતાને બે પ્રેમીઓ સાથે સંબંધ રાખવો ભારે પડ્યો છે. પ્રેમિકા અને તેના પ્રેમીને અન્ય પ્રેમીએ મોતને ઘાટ ઉતારી પોતે પોલીસ સમક્ષ હાજર થઈ હત્યા કર્યાંની કબૂલાત કરી હતી. હત્યાનો ભોગ બનેલા...
સૌજન્ય : Google

અંકલેશ્વરના (Ankleshwar) સારંગપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરિણીતાને બે પ્રેમીઓ સાથે સંબંધ રાખવો ભારે પડ્યો છે. પ્રેમિકા અને તેના પ્રેમીને અન્ય પ્રેમીએ મોતને ઘાટ ઉતારી પોતે પોલીસ સમક્ષ હાજર થઈ હત્યા કર્યાંની કબૂલાત કરી હતી. હત્યાનો ભોગ બનેલા પ્રેમી પંખીડાના મૃતદેહ નિર્વસ્ત્ર અવસ્થામાં મળી આવ્યા અને ગુપ્તાંગો પર ગંભીર ઇજાઓના નિશાન મળ્યા હોવાના અહેવાલ છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરના (Ankleshwar) સારંગપુરમાં (Sarangpur) ખૂની ખેલ ખેલાયો છે. એક પરિણીત યુવતીને 2 પ્રેમીઓ સાથે સંબંધ રાખવો ભારે પડ્યો છે. મીડિયા અહેવાલ અનુસાર, ઝઘડિયાના રાણીપુરાના (Ranipura) રહેવાસી હિતેશ વસાવા અને રાણીપુરાના રોહન વસાવાના અંકલેશ્વરમાં રહેતી એક પરિણીતા સાથે પ્રેમસંબંધ હતો. પ્રાપ્ત અહેવાલ મુજબ, પરિણીત યુવતી બે સંતાનની માતા હતી. પરિણીત યુવતીએ બે યુવકો સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો. ત્યારે આ મામલે જ્યારે રોહન વસાવાને જાણ થઈ તો તે ખૂબ જ ગુસ્સે ભરાયો હતો.

અહેવાલ અનુસાર, અંકલેશ્વરના સારંગપુર ગામના યોગેશ્વરનગરમાં (Yogeshwarnagar) પરિણીતા તેના પ્રેમી હિતેશ વસાવા સાથે હોવાની માહિતી મળતા રોહન ત્યાં પહોંચ્યો હતો. વહેલી સવારે જ રોહને ઘરનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ દરવાજો ખુલ્યો નહોતો. લાંબા સમય સુધી રાહ જોયા બાદ રોહન એકાએક ઘરમાં ઘૂસ્યો હતો અને પ્રેમિકાને અન્ય યુવક સાથે જોઈ ખૂબ જ ગુસ્સે ભરાયો હતો. મીડિયા અહેવાલ અનુસાર, રોહને પ્રેમિકા અને તેના પ્રેમી હિતેશની હત્યા કરી હતી અને પોતે પોતાના ગામ તરફ ફરાર થયો હતો. જો કે, અફસોસ થતા રોહન પોલીસ મથકે હાજર થયો હતો અને હત્યાની કબૂલાત કરી હતી.

પ્રેમી પંખીડાઓના શવ નિર્વસ્ત્ર અવસ્થામાં મળ્યા

માહિતી મુજબ, હત્યાના 10 કલાક બાદ પોલીસને આ મામલે જાણ થઈ હતી. સંપૂર્ણ હત્યાનું પ્રકરણ 10 કલાક બાદ સામે આવતા પંથકમાં પણ અરેરાટી વ્યાપી છે. ત્યારે બીજી તરફ એવા અહેવાલ મળ્યા છે કે પ્રેમી પંખીડાઓના શવ નિર્વસ્ત્ર અવસ્થામાં મળ્યા હતા અને તેમના ગુપ્તાંગો પર ગંભીર ઈજાઓના નિશાન હતા. આ મામલે પોલીસે રોહન વસાવાની ધરપકડ કરીને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો - Gondal Crime News: દીકરીના લગ્ન માટે વ્યાજે પૈસા લેનાર પિતાએ વ્યાજખોરોના ત્રાસથી જીવન ટુકાવ્યૂં

Tags :
#SarangpurAnkleshwarAnkleshwar PoliceCrime NewsGujarat FirstGujrati NewsYogeshwarnagar
Next Article