Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Porbandar : અર્જૂન મોઢવાડિયાનો ફરી દેખાયો અલગ અંદાજ! જુઓ Video

લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓના ઉમેદવારો મત મેળવવા માટે અલગ-અલગ રીતે જનતાને રીઝવવા માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી (Assembly by-election) વચ્ચે વિધાનસભાની પેટાચૂંટણીના ભાજપના (BJP)...
porbandar   અર્જૂન મોઢવાડિયાનો ફરી દેખાયો અલગ અંદાજ  જુઓ video
Advertisement

લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓના ઉમેદવારો મત મેળવવા માટે અલગ-અલગ રીતે જનતાને રીઝવવા માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી (Assembly by-election) વચ્ચે વિધાનસભાની પેટાચૂંટણીના ભાજપના (BJP) ઉમેદવાર અર્જૂન મોઢવાડિયાનો (Arjun Modhwadia) ફરી એકવાર અલગ અંદાજ જોવા મળ્યો છે. અર્જૂન મોઢવાડિયાએ પોરબંદરના (Porbandar) સુપ્રસિદ્ધ મંદિરમાં અખંડ રામધૂન બોલાવી હતી. સ્થાનિક લોકો સાથે બેસીને મંદિરમાં રામધૂન બોલાવતો તેમનો વીડિયો પણ સામે આવ્યો છે.

Advertisement

Advertisement

વિધાનસભાની પેટાચૂંટણીના ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવાર અર્જૂન મોઢવાડિયા (Arjun Modhwadia) ચૂંટણી માહોલ વચ્ચે પોરબંદરના (Porbandar) સુપ્રસિદ્ધ મંદિરે પહોંચ્યા હતા. અહીં, ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા બાદ સ્થાનિક લોકો સાથે મંદિરમાં બેસીને અર્જૂન મોઢવાડિયાએ અખંડ રામધૂન બોલાવી હતી. અર્જૂન મોઢવાડિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે.

Advertisement

અગાઉ અર્જુન મોઢવાડીયાએ રમ્યા હતા દાંડિયા રાસ

જણાવી દઈએ કે, ચૂંટણીના માહોલ વચ્ચે અર્જુન મોઢવાડિયા લોકો વચ્ચે જઈ રહ્યા છે અને વિવિધ કાર્યકમોમાં હાજરી પણ આપી રહ્યા છે. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા અર્જુન મોઢવાડિયા ખાભોદર (Khabhodar) ગામે દાંડિયા રાસ (Dandiya Ras) રમતા નજરે પડ્યા હતા. મહેર સમાજે (Meher Samaj) પરંપરાગત દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી, જેમાં અર્જુન મોઢવાડીયા પણ યુવાનો સાથે દાંડિયા રાસ રમ્યા હતા. મહેર સમાજ દ્વારા હોળી બાદ ત્રણ દિવસ પડવા તરીકે ઉજવણી કરાય છે. દરમિયાન, મહેર સમાજ પરંપરાગત પોશાકમાં મણિયારો રાસ (Maniaro Raas) રમે છે.

આ પણ વાંચો - Surat : લોકસભાની ચૂંટણી જીતવા CR પાટીલે પેજ કમિટીના સભ્યોને આપ્યો આ ખાસ મંત્ર!

આ પણ વાંચો - Rupala : વાંચી લો,પરશોત્તમ રુપાલા મુદ્દે આજે શું થયું ?

આ પણ વાંચો - RUPALA controversy : પદ્મિનીબાનો અન્ન ત્યાગ યથાવત્, રૂપાલા વિરુદ્ધ મતદાનની પ્રતિજ્ઞા, પત્રિકાનું વિતરણ

Tags :
Advertisement

.

×