ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Banaskantha : પાલનપુર-અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 3નાં મોત, 3 ઇજાગ્રસ્ત

બનાસકાંઠામાં (Banaskantha) ભરકાવાડાના પટિયા પાસે ટ્રિપલ અકસ્માતની ગોઝારી ઘટના બની છે. આ અક્સમાત ટ્રેલર, ટ્રક અને કાર વચ્ચે થતાં કારમાં સવાર 3 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 3 જેટલા ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ, રોંગ...
10:58 AM Jun 12, 2024 IST | Vipul Sen
બનાસકાંઠામાં (Banaskantha) ભરકાવાડાના પટિયા પાસે ટ્રિપલ અકસ્માતની ગોઝારી ઘટના બની છે. આ અક્સમાત ટ્રેલર, ટ્રક અને કાર વચ્ચે થતાં કારમાં સવાર 3 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 3 જેટલા ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ, રોંગ...

બનાસકાંઠામાં (Banaskantha) ભરકાવાડાના પટિયા પાસે ટ્રિપલ અકસ્માતની ગોઝારી ઘટના બની છે. આ અક્સમાત ટ્રેલર, ટ્રક અને કાર વચ્ચે થતાં કારમાં સવાર 3 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 3 જેટલા ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ, રોંગ સાઈડમાં આવતી કાર ટ્રેલર સાથે અથડાઈ જતાં ટ્રેલર સામેની સાઇડે આવતા ટ્રક સાથે ટકરાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

કારનો કચ્ચરઘાણ વળી ગયો

કાર સવાર 3 લોકોનાં મોત

પ્રાપ્ત માહિતી મુજબ, બનાસકાંઠામાં (Banaskantha) પાલનપુર-અમદાવાદ હાઇવે (Palanpur-Ahmedabad highway) પર ભરકાવાડાના પાટિયા પાસે વહેલી સવારે ટ્રિપલ અકસ્માતનો બનાવ બન્યો છે. રોંગ સાઇડમાં આવતી કારના ચાલકે સંતુલન ગુમાવતા ટ્રેલરને ટક્કર મારી હતી આથી ટ્રેલર સામેની સાઇડથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે, કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં ભારે ભરખમ ટ્રેલર પણ ઊંધું વળી ગયું હતું અને તેમાં રહેલો માલસમાન રસ્તા પર વિખેરાઈ ગયો હતો.

ભારે ભરખમ ટ્રેલર પણ ઊંધું વળી ગયું.

કારનો કચ્ચરઘાણ વળી ગયો, મહાકાય ટ્રેલર ઊંધું વળી ગયું

આ અકસ્માતમાં 3 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઇવે લોકોની ભારે ભીડ ભેગી થઈ હતી. જો કે, અકસ્માતની માહિતી મળતા વડગામ પોલીસની (Vadgam police) ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે વડગામ સિવિલ હોસ્પિટલ (Vadgam Civil Hospital) મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને પગલે ટ્રાફિક જામ થતાં પોલીસે ટ્રાફિક ખુલ્લો કર્યો હતો.

 

આ પણ વાંચો - Amreli : બાબરામાં નદી ગાંડીતૂર બની, વહેણમાં બોલેરો કાર તણાઈ જતાં ડ્રાઇવરનું મોત

આ પણ વાંચો - VADODARA : બેફામ હાંકતા કાર ચાલકે દંપતિને અડફેટે લીધા, મહિલાનું મોત

આ પણ વાંચો - VADODARA : ગોલ્ડન ચોકડી નજીક કારમાં આગ લાગતા જીવ તાળવે ચોંટ્યા

Tags :
BanaskanthaBharkawadaGujarat FirstGujarati NewsPalanpur-Ahmedabad highwayroad accidenttrailerTriple accidenttruck and carVadgam Civil HospitalVadgam police
Next Article