ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Banaskantha : કોંગ્રેસના વધુ એક વરિષ્ઠ નેતાએ પક્ષને કહ્યું 'બાય બાય', શક્તિસિંહ ગોહિલનો કટાક્ષ!

Banaskantha : લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પહેલા ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. વધુ એક નેતાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને બીજેપીમાં (BJP) જોડાવવાના એંધાણ આપ્યા છે. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે (MLA Joitabhai Patel) કોંગ્રેસમાંથી રાજીનામું...
07:50 PM Feb 28, 2024 IST | Vipul Sen
Banaskantha : લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પહેલા ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. વધુ એક નેતાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને બીજેપીમાં (BJP) જોડાવવાના એંધાણ આપ્યા છે. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે (MLA Joitabhai Patel) કોંગ્રેસમાંથી રાજીનામું...

Banaskantha : લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પહેલા ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. વધુ એક નેતાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને બીજેપીમાં (BJP) જોડાવવાના એંધાણ આપ્યા છે. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે (MLA Joitabhai Patel) કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે જલદી તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ છે.

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. વધુ એક નેતાએ પક્ષથી છેડો ફાડ્યો છે. બનાસકાંઠાના (Banaskantha) ધાનેરાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા એવા જોઈતાભાઈ પટેલે (MLA Joitabhai Patel) કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. જોઈતાભાઈ પટેલ જલદી ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાય એવા તેમણે એંધાણ આપ્યા છે. જોઈતાભાઈ પટેલે ગુજરાત ફર્સ્ટને (Gujarat First) જણાવ્યું કે, કોંગ્રેસને (Congress) 'રામ રામ' કરવાનો વિચાર બનાવેલો જ હતો એટલે 'રામ રામ' કર્યા. તેમણે જણાવ્યું કે, આવનારા સમયમાં બીજેપી માટે કામ કરવાની ઇચ્છા છે. મારે કોઈ ભવિષ્યની ચૂંટણી લડવાની નથી. આગામી લોકસભાની ચૂંટણીમાં બીજેપીનું (BJP) જે કામ હશે તે કરીશું.

શક્તિસિંહ ગોહિલનો કટાક્ષ

બીજી તરફ પક્ષપલટો કરનારા નેતાઓ અને ભાજપ પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) કટાક્ષ કરતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી (BJP) ડરેલી છે. અન્ય પાર્ટીના નેતાઓને ભાજપ સત્તાના ડરથી ડરાવે છે અને લાલચ બતાવે છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, અહીંયા હીરો હોય, ત્યાં જઈને ઝીરો થઈ જાય. સાલ 2017 માં 17 ધારાસભ્યો ભાજપમાં (BJP) ગયા હતા. 17 માંથી 15 લોકો ફરી ચૂંટાઈને નથી આવ્યા. તેઓ સમાજ અને મતદારોના દિલમાંથી નીકળી જાય છે. કેટલાકને તો કેસની ધમકી આપી ભાજપમાં લેવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, આ પહેલા છોટાઉદેપુરના નેતા નારણ રાઠવા (Naran Rathwa) ભાજપમાં જોડાયા હતા.

 

આ પણ વાંચો - Porbandar : હજારો કરોડના ડ્રગ્સ મામલે આરોપીઓને ટ્રન્ઝિસ્ટ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે

Tags :
BanaskanthaBharatiya Janata PartyBJPChotaudepurCongress state president Shaktisinh GohilDhanera MLA Joitabhai PatelGujarat CongressGujarat FirstGujarati NewsLok Sabha ElectionsNaran RathwaShaktisinh Gohil
Next Article