Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha : ખાનગી હોટેલમાં ખુલ્લેઆમ ફાયરિંગ, ભાગવા જતા આરોપીઓની કાર પલટી, 3 ઝડપાયા

બનાસકાંઠાના (Banaskantha) પાંથાવાડા નજીક ફાયરિંગની ઘટના બની છે. કારમાં આવેલા 3 અજાણ્યા ઇસમોએ ખાનગી હોટેલમાં ફાયરિંગ કર્યું હતું અને પછી ફરાર થયા હતા. જો કે, ફાયરિંગ કરી ભાગવા જતાં આરોપીઓની કાર અચાનક પલટી મારી હતી. પોલીસે (Panthawada police) કારમાંથી રિવોલ્વર...
banaskantha   ખાનગી હોટેલમાં ખુલ્લેઆમ ફાયરિંગ  ભાગવા જતા આરોપીઓની કાર પલટી  3 ઝડપાયા
Advertisement

બનાસકાંઠાના (Banaskantha) પાંથાવાડા નજીક ફાયરિંગની ઘટના બની છે. કારમાં આવેલા 3 અજાણ્યા ઇસમોએ ખાનગી હોટેલમાં ફાયરિંગ કર્યું હતું અને પછી ફરાર થયા હતા. જો કે, ફાયરિંગ કરી ભાગવા જતાં આરોપીઓની કાર અચાનક પલટી મારી હતી. પોલીસે (Panthawada police) કારમાંથી રિવોલ્વર સાથે 3 શખ્સોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફાયરિંગ પાછળ અંગત અદાવત હોવાનું માનવામાં આવી રહ્યું છે.

બનાસકાંઠાના (Banaskantha) પાંથાવાડા નજીક એક ખાનગી હોટેલ આવેલી છે. શનિવારે રાત્રે એક સ્કોર્પિયો કાર (Scorpio car) હોટેલ બહાર આવી હતી. આ કારમાંથી 3 અજાણ્યા શખ્સો હોટેલમાં પ્રવેસ્યા હતા અને ખુલ્લેઆમ હવામાં ફાયરિંગ કરી ત્યાંથી ફરાર થયા હતા. ફાયરિંગ કરતા ઇસમો હોટેલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આ ઘટનાની જાણ થતા પાંથાવાડા પોલીસની (Panthawada police) ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીઓને પકડવા માટે પીછો કર્યો હતો. દરમિયાન, ફાયરિંગ કરી ભાગવા જતા આરોપીઓની કાર અચાનક પલટી મારી હતી. પોલીસે આરોપીઓની અટકાયત કરી અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Advertisement

ફાયરિંગ કરી ભાગવા જતા આરોપીઓની કાર પલટી

Advertisement

અંગત અદાવતમાં ફાયરિંગ કરાઈ!

પાંથાવાડા પોલીસે કારમાંથી રિવોલ્વર પણ કબજે કરી હતી. શનિવારે રાત્રે થયેલા ફાયરિંગની ઘટનાના સીસીટીવી ફૂટેજ (CCTV camera) પણ વાઇરલ થયા છે. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને સીસીવીટી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, ફાયરિંગ પાછળ અંગત અદાવત હોવાનું જાણવા મળ્યું છે. જો કે, સંપૂર્ણ માહિતી આરોપીઓની પૂછપરછ પછી જ સામે આવશે.

આ પણ વાંચો - રાત્રે મિત્રોએ હાલ પૂછ્યા! વહેલી સવારે વિદ્યાર્થીએ મોતને વ્હાલું કર્યું

આ પણ વાંચો - BHARUCH : આ વ્યાજખોરના ત્રાસના અનેક દેવાદારો ભોગ બન્યા, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

આ પણ વાંચો - VADODARA : દંપતિની મોર્નિંગ વોક તસ્કરોને ફળી

Tags :
Advertisement

.

×