ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Banaskantha:વડગામમાં દેશી દારૂની ભટ્ટીઓ પર જનતાની રેડ, જુઓ Video

Banaskantha : બનાસકાંઠામાં (Banaskantha) વડગામ તાલુકાના વરસડામાં છેલ્લા કેટલાય સમયથી દેશી દારૂના અડ્ડા ચલાવનાર લોકોએ માજા મૂકી હતી. જે અંગેની રજૂઆત ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ કરી હતી પણ કોઈપણ પ્રકારનું પરિણામ ના મળતા ગામના સરપંચ સહિત ગામ લોકોએ મંગળવારે દારૂના અડ્ડાઓનો...
08:51 AM Feb 08, 2024 IST | Hiren Dave
Banaskantha : બનાસકાંઠામાં (Banaskantha) વડગામ તાલુકાના વરસડામાં છેલ્લા કેટલાય સમયથી દેશી દારૂના અડ્ડા ચલાવનાર લોકોએ માજા મૂકી હતી. જે અંગેની રજૂઆત ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ કરી હતી પણ કોઈપણ પ્રકારનું પરિણામ ના મળતા ગામના સરપંચ સહિત ગામ લોકોએ મંગળવારે દારૂના અડ્ડાઓનો...
Country liquor kiln

Banaskantha : બનાસકાંઠામાં (Banaskantha) વડગામ તાલુકાના વરસડામાં છેલ્લા કેટલાય સમયથી દેશી દારૂના અડ્ડા ચલાવનાર લોકોએ માજા મૂકી હતી. જે અંગેની રજૂઆત ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ કરી હતી પણ કોઈપણ પ્રકારનું પરિણામ ના મળતા ગામના સરપંચ સહિત ગામ લોકોએ મંગળવારે દારૂના અડ્ડાઓનો નાશ કર્યો હતો. જેમાં દેશી દારૂની ભટ્ટીઓ તોડી વીડિયો વાયરલ થયો છે.

 

વડગામ તાલુકાના વરસોડા ગામમાં સુપ્રસિદ્ધ સધી માતાજીનું મંદિર આવેલું છે. જ્યાં દર રવિવારે હજારો શ્રદ્ધાળુ માતાજીના દર્શન કરવા માટે જાય છે પણ આ ગામમાં છેલ્લા કેટલાય સમયથી દેશી દારૂના અડ્ડા ચલાવનાર લોકોએ માજા મૂકી છે. જેને લઇ ગામનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. જેને લઇ ગામના જાગૃત લોકોએ આ બાબત સ્થાનિક તંત્રને મૌખિક રજૂઆતો કરી હતી

https://www.gujaratfirst.com/wp-content/uploads/2024/02/WhatsApp-Video-2024-02-08-at-7.27.53-AM.mp4

 

અનેક  વાર  ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆતો કરી કરવા  છતાં જેને લઇ ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનો મંગળવારે એકઠા થયા હતા અને ગામોમાં આવેલા દેશી દારૂના અડ્ડાઓનો ગ્રામજનોએ જ નાશ કર્યો હતો. અને આગામી સમયમાં ગ્રામજનોની એક મીટીંગ બોલાવી આ દેશી દારૂના અડ્ડાઓ કાયમ માટે બંધ થઈ જાય તે માટેનું આયોજન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

આ  પણ વાંચો - જુનાગઢમાં ભડકાઉ ભાષણ કરનારા મૌલાનાની વધી મુશ્કેલી

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BanaskanthaDestroyedGujarat FirstpouredvarsadaVideo Viralvillage
Next Article