ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bharuch : કપાસ ભરેલો ટેમ્પો પલટી મારી જતા ઘટના સ્થળે 3ના મોત

અહેવાલ -દિનેશ મકવાણા ,ભરૂચ    ભરૂચ જિલ્લાના હાંસોટથી પારખેત જતો કપાસ ભરેલા ટેમ્પોના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટેમ્પો રોડ ઉપર પલટી મારી ગયો હતો અને ટેમ્પામાં સવાર 4 લોકોને ગંભીર ઈજા થયા હતા જેમાં 3 લોકોના ઘટના સ્થળે...
07:17 PM Oct 23, 2023 IST | Hiren Dave
અહેવાલ -દિનેશ મકવાણા ,ભરૂચ    ભરૂચ જિલ્લાના હાંસોટથી પારખેત જતો કપાસ ભરેલા ટેમ્પોના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટેમ્પો રોડ ઉપર પલટી મારી ગયો હતો અને ટેમ્પામાં સવાર 4 લોકોને ગંભીર ઈજા થયા હતા જેમાં 3 લોકોના ઘટના સ્થળે...

અહેવાલ -દિનેશ મકવાણા ,ભરૂચ 

 

ભરૂચ જિલ્લાના હાંસોટથી પારખેત જતો કપાસ ભરેલા ટેમ્પોના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટેમ્પો રોડ ઉપર પલટી મારી ગયો હતો અને ટેમ્પામાં સવાર 4 લોકોને ગંભીર ઈજા થયા હતા જેમાં 3 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે 1ને ગંભીર અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો

બનાવની મળતી માહિતી અનુસાર ઇજાગ્રસ્ત સંજય જયંતિ પાચીયા પોતાના ટેમ્પામાં કપાસ ભરી ટેમ્પામાં પારખેત ગામના વિષ્ણુભાઈ રણછોડભાઈ વસાવા પિયુષભાઈ ઠાકોરભાઈ વસાવા રોહનભાઈ પરેશભાઈ વસાવા નાઓને કપાસના ટેમ્પામાં બેસાડી પારખેત તરફ લઈ જતા હતા તે દરમિયાન હિંગલા ચોકડી પાસે જ સંજય પાંચિયા ટેમ્પો ચાલકે કાબુ ગુમાવી દેતા ટેમ્પો પલટી મારી રોડની સાઈડ ઉતરી ગયો હતો અને કપાસ ઉપર ટેમ્પામાં સવાર વિષ્ણુ વસાવા અને રોહન વસાવા પિયુષ વસાવાને ગંભીર ઈજા થતાં તેમના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે ટેમ્પો ચાલક સંજય પાંચ્યાને ગંભીર ઈજા થતા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

 

અકસ્માતમાં પારખેત ગામના 3 લોકોના મોત થતા મૃતકના પરિવારજનો પણ ઘટના સ્થળે સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને 2 જુવાનજોધ દીકરાઓ ગુમાવનાર પરિવારે હૈયા ફાટક રુદન સાથે શૌક વ્યક્ત કરતા જોવા મળ્યા હતા એક જ ગામના ત્રણ લોકોના મોત થતા ગામમાં પણ ગમગીની ફેલાઈ ગઈ હતી

આ  પણ  વાંચો -સુરતમાં હત્યાની ઘટનામાં સતત વધારો, 7 દિવસમાં 8 લોકોની કરાઈ હત્યા

 

Tags :
3 deaths4 injuryBharuchCotton Reversing the tempo
Next Article