Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : વ્યાજખોરના ત્રાસથી કંટાળી પિતાની આત્મહત્યા બાદ પુત્રે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો

ભરૂચ (Bharuch) જિલ્લામાં વ્યાજખોરોનો આતંક યથાવત રહ્યો હોય તેમ એક વ્યાજખોરના ત્રાસ અને ધમકીથી ત્રસ્ત એક દેવાદારે આપઘાત કર્યા બાદ વ્યાજખોરે રૂપિયાની ઉઘરાણી આપઘાત કરનારના પુત્ર પાસે કરી ધમકી આપી ખોટા કેસમાં ફસાવી દેવા અને જેલ ભેગો કરી દેવાની ધમકી...
bharuch   વ્યાજખોરના ત્રાસથી કંટાળી પિતાની આત્મહત્યા બાદ પુત્રે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો
Advertisement

ભરૂચ (Bharuch) જિલ્લામાં વ્યાજખોરોનો આતંક યથાવત રહ્યો હોય તેમ એક વ્યાજખોરના ત્રાસ અને ધમકીથી ત્રસ્ત એક દેવાદારે આપઘાત કર્યા બાદ વ્યાજખોરે રૂપિયાની ઉઘરાણી આપઘાત કરનારના પુત્ર પાસે કરી ધમકી આપી ખોટા કેસમાં ફસાવી દેવા અને જેલ ભેગો કરી દેવાની ધમકી આપી હતી. આથી મરણજનારના પુત્રે પણ કંટાળીને આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે (Bharuch B Division Police) આખરે પિતાના મોત મામલે વિધવા મહિલાની ફરિયાદના આધારે વ્યાજખોર સામે દુષ્પ્રેરણા અને ખંડણીનો ગુનો દાખલ કરી વ્યાજખોરની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

માસિક 10 ટકા લેખે 4 લાખ રૂપિયા આપ્યા

ભરૂચનાં (Bharuch) મહાત્મા ગાંધી રોડ પર આવેલ જૂની વાડી વસંત મિલની ચાલ વિસ્તારમાં રહેતા 50 વર્ષીય વિધવા મહિલા નીમુબેન ભરતભાઈ સોલંકીએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીએ આક્ષેપ કર્યો છે કે, પતિ ભરત સોલંકી ચાવજ નજીકની એક હોસ્પિટલમાં નોકરી કરતા હતા અને 15 મહિના અગાઉ ઘરનાં રિનોવેશન માટે રૂપિયાની જરૂર પડતા તેમણે અમારા જમાઈ કૃણાલને વાત કરતા જમાઈએ કહ્યું કે, હમણાં રૂપિયાની સગવડ થાય તેમ નથી, જેથી મારા પતિએ ભીડભંજનની (Bhidbhanjan) ખાડીમાં રહેતા દિનેશભાઈ સોલંકી અમારા સમાજના હોય અને તેઓ વ્યાજે રૂપિયા આપતા હોય, મારા પતિએ 4 લાખ રૂપિયા માસિક 10 ટકા લેખે લીધા હતા. જો કે, મારા પતિ રૂપિયા આપી શકે તેમ ન હોવાથી દિનેશ સોલંકી જમાઈ કૃણાલના ઘરે સુરત ગયા હતા અને જમાઈ કૃણાલને કહ્યું હતું કે, હું તમારા સસરાને માસિક 10 ટકા લેખે 4 લાખ રૂપિયા આપીશ પરંતુ, સિક્યુરિટી પેટે મને તમારે રૂપિયા હાથ ઉછીના લીધા છે. તે અંગેનું નોટરી સાથેનું લખાણ આપવું પડશે અને 2 કોરા ચેક આપવા પડશે, જેથી જમાઈએ પણ હા પાડી હતી અને તે મુજબ લખાણ થયા બાદ સસરાં ભરત સોલંકીને વ્યાજખોરે 4 લાખ રૂપિયા ઓછીના આપ્યા હતા.

Advertisement

પઠાણી ઉઘરાણીથી ત્રાસી આપઘાત કર્યો

ભરત સોલંકીએ રૂપિયા લીધા બાદ પોતાના ઘરનું રિનોવેશન કરાવ્યું હતું. જો કે, ત્યાર બાદ વ્યાજખોર દિનેશ સોલંકી દર મહિને ભરત સોલંકીને ફોન કરી રૂપિયાની માગ કરતો હતો અને ભરત સોલંકી સતત દિનેશ સોલંકીને ટુકડે ટુકડે રોકડ રકમ આપતા હતા. છતાં દિનેશ સોલંકી ભરતભાઈની દીકરી અને જમાઈને ફોન કરી રૂપિયાની માગ કરી ગાળો ભાંડી વારંવાર હેરાન કરતો હતો. વ્યાજખોર દિનેશ સોલંકી સતત પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપતા આખરે ભરત સોલંકીનો મોબાઈલ તેમની પત્ની નિમુબેન સોલંકીએ લઈ લીધો અને તે દરમિયાન નિમુબેનની માતા બીમાર પડતા તેઓ મોબાઈલ લઈ ભાવનગરના (Bhavnagar) આનંદનગર (Anandnagar) ખાતે ગયા હતા. તારીખ 24-02-2024 ના રોજ તેમના પતિ ભરત સોલંકીએ આપઘાત કર્યો હોવાની જાણ પુત્રે કરતા ફરિયાદીએ તાત્કાલિક વ્યાજખોરને ફોન કર્યો હતો. પરંતુ તેને ફોન દીકરીને આપી દીધો હતો.

Advertisement

ફરિયાદીના પુત્ર પાસે ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપ્યો

ફરિયાદીના પતિ ભરત સોલંકીના આપઘાત પાછળ વ્યાજખોર જ જવાબદાર હોય તેવા આક્ષેપ સાથે ફરિયાદ કરાઈ હતી. ભરત સોલંકીના આપઘાત બાદ પણ વ્યાજખોર દિનેશ સોલંકીએ ફરિયાદીના પુત્ર અને સભ્યો પાસે રૂપિયાની માંગણી ચાલુ રાખી હતી અને મારામારી પણ કરી હતી. સાથે જ ફરિયાદીના પુત્રને જેલમાં ધકેલી દેવા અને વ્યાજખોરે તેની દીકરી પાસે અરજી કરાવી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આખરે ફરિયાદીના પુત્રએ પણ રડતી આંખે વીડિયો બનાવી ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આખરે ફરિયાદ બાદ પોલીસે આઈપીસીની (IPC) કલમ 306 અને 385 મુજબ વ્યાજખોર સામે ગુનો દાખલ કરી વ્યાજખોરને ઝડપી પાડવાની કવાયત હાથધરી છે.

વ્યાજખોરે 4 લાખ સામે 6 લાખ વસૂલ્યાનો આરોપ

ભરૂચ બી ડિવિઝનમાં (Bharuch B Division Police) નોંધાયેલ ફરિયાદમાં વ્યાજખોરે 4 લાખ રૂપિયા 10 ટકા વ્યાજે આપ્યા હતા, જેમાં રૂપિયા લેનાર દેવાદારે વ્યાજખોરને 4 લાખ સામે 6 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોર વધુ રૂપિયાની ખંડણી માંગતા આખરે દેવાદારે મોતને વ્હાલું કરી આપઘાત કર્યો હોવાનું પણ દેવદારના પરિવારજનો આક્ષેપ કર્યો હતો.

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો - Gondal : ઉમવાળા ચોકડી પાસે ટ્રક-એક્ટિવા વચ્ચે અકસ્માત, મહિલાને ગંભીર ઇજા!

આ પણ વાંચો - VADODARA : મરી માતાના ખાંચામાં ટ્રાફિકની સમસ્યા દુર કરવા પોલીસની એન્ટ્રી

આ પણ વાંચો - VADODARA : SSG ના સર્જિકલ ICU માં ઓક્સિજનનો પુરવઠો ખોરવાતા જીવ તાળવે ચોંટ્યા

Tags :
Advertisement

.

×