ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bharuch : ભાજપનું ઓપરેશન લોટસ યથાવત,આદિવાસી વિસ્તારમાં ભાજપનો મોટો ખેલ

Bharuch : આવખાતે લોકસભાની ચૂંટણી (loksabha election) પહેલા ભરૂચ (Bharuch )બેઠક પર ખરા ખરીનો જંગ જોવા મળી રહ્યો છે. AAPદ્વારા ચૈતર વસાવાને ટિકિટ અપાઈ છે જ્યારે ભાજપ દ્વારા મનસુખ વસાવાને રિપીટ કરાયા છે ભાજપે ઓપરેશન લોટસ હેઠળ આદિવાસી મતોને અંકે...
01:17 PM Mar 06, 2024 IST | Hiren Dave
Bharuch : આવખાતે લોકસભાની ચૂંટણી (loksabha election) પહેલા ભરૂચ (Bharuch )બેઠક પર ખરા ખરીનો જંગ જોવા મળી રહ્યો છે. AAPદ્વારા ચૈતર વસાવાને ટિકિટ અપાઈ છે જ્યારે ભાજપ દ્વારા મનસુખ વસાવાને રિપીટ કરાયા છે ભાજપે ઓપરેશન લોટસ હેઠળ આદિવાસી મતોને અંકે...
mahesh Vasava

Bharuch : આવખાતે લોકસભાની ચૂંટણી (loksabha election) પહેલા ભરૂચ (Bharuch )બેઠક પર ખરા ખરીનો જંગ જોવા મળી રહ્યો છે. AAPદ્વારા ચૈતર વસાવાને ટિકિટ અપાઈ છે જ્યારે ભાજપ દ્વારા મનસુખ વસાવાને રિપીટ કરાયા છે ભાજપે ઓપરેશન લોટસ હેઠળ આદિવાસી મતોને અંકે કરવા માટે મોટા ગજાના આદિવાસી નેતાને ભાજપમાં લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે અને BTPના અધ્યક્ષ મહેશ વસાવા (Mahesh Vasava) નો ભાજપે ખેલ પાડ્યો છે.

 

BTP અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાશે 

BTP અધ્યક્ષ મહેશ વસાવાની ભાજપમાં જોડાવાની અટકળો જોરશોરથી ચાલી રહી છે. આ અટકળો વચ્ચે મહેશ વસાવાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મુલાકાત પણ કરી હતી ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે મનસુખ વસાવાને જાહેર કર્યા હતા. ભાજપે ઓપરેશન લોટસ હેઠળ આદિવાસી મતોને અંકે કરવા માટે મોટા ગજાના આદિવાસી નેતાને ભાજપમાં લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે અને BTPના અધ્યક્ષ મહેશ વસાવાનો ભાજપે ખેલ પાડ્યો છે

BTP President Mahesh Vasava

મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કેસરિયો ધારણ કરશે
ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ મહેશ વસાવા સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ભરૂચ પરથી લોકસભાની સાતમી વખત ટિકિટ મેળવનાર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પણ જોડાયા હતા. આ બેઠકમાં આગામી દિવસોમાં થનાર કાર્યક્રમો અંગે ચર્ચા થઈ હતી. BTP ના અધ્યક્ષ મહેશ વસાવા જેઓ છોટુ વસાવાનાં પુત્ર છે. તે થોડા સમયમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કેસરિયો કરશે.

 

મળતી માહિતી મુજબ આવનાર સમયમાં ભાજપના કોઈ મોટા કાર્યક્રમના BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા અને તેમના કાર્યકર્તા ભાજપમાં જોડાશે. મહેશ વસાવા ભાજપમાં જોડાયા પછી મનસુખ વસાવા માટે પ્રચાર કરશે અને ચૈતર વસાવાના મતો આંચકીને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને અપાવશે તેમ માનવામાં આવી રહ્યું છે.

 

આ  પણ  વાંચો - Congress : અર્જુન મોઢવાડિયાના કેસરિયા અંગે ભરતસિંહ શું બોલ્યા ?

આ  પણ  વાંચો- Gujarat Congress : વધુ એક નેતાએ પાર્ટીને કહ્યું ‘રામ રામ’, કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું

આ  પણ  વાંચો -   Congress MLA resigns : સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને લાગી શકે વધુ એક ઝટકો 

 

Tags :
BJPbjpgujaratBTP President Mahesh VasavaCongressElectionNewsGujarat BJPGujarat FirstLokSabhaelectionloksabhaelection2024Mahesh Vasava
Next Article