ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhuj : BSF કેમ્પમાં ગાયક કલાકાર ગીતાબેન રબારીએ જવાનોને બાંધી રાખડી

અહેવાલ -કૌશિક છાયા.ક્ચ્છ   આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી થઈ રહી છે. ત્યારે ભુજના સીમા સુરક્ષા દળના કોડકી રોડ સ્થિત કેમ્પમાં કોકીલ કંઠી ગીતાબેન રબારી સીમા સુરક્ષા દળના જવાનોને રાખડી બાંધીને અનોખી ઉજવણી કરે છે   દર વર્ષે રક્ષાબંધનના...
01:14 PM Aug 30, 2023 IST | Hiren Dave
અહેવાલ -કૌશિક છાયા.ક્ચ્છ   આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી થઈ રહી છે. ત્યારે ભુજના સીમા સુરક્ષા દળના કોડકી રોડ સ્થિત કેમ્પમાં કોકીલ કંઠી ગીતાબેન રબારી સીમા સુરક્ષા દળના જવાનોને રાખડી બાંધીને અનોખી ઉજવણી કરે છે   દર વર્ષે રક્ષાબંધનના...

અહેવાલ -કૌશિક છાયા.ક્ચ્છ

 

આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી થઈ રહી છે. ત્યારે ભુજના સીમા સુરક્ષા દળના કોડકી રોડ સ્થિત કેમ્પમાં કોકીલ કંઠી ગીતાબેન રબારી સીમા સુરક્ષા દળના જવાનોને રાખડી બાંધીને અનોખી ઉજવણી કરે છે

 

દર વર્ષે રક્ષાબંધનના પવિત્ર દિવસે ભુજના સીમા સુરક્ષા દળના કોડકી રોડ સ્થિત કેમ્પમાં કોકીલ કંઠી ગીતાબેન રબારી સીમા સુરક્ષા દળના જવાનોને રાખડી બાંધીને અનોખી ઉજવણી કરે છે ત્યારે આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી

 

દરેક લોકોને મીઠું મોઢું કરાવ્યું હતું દરેક જવાનોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું ભારત માતાકી જય ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સીમા સુરક્ષા દળના જવાનોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો હતો આ તકે સીમા સુરક્ષા દળના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરેકને રક્ષાબંધનની શુભકામના પાઠવવામાં આવી હતી.

બહેનોએ રાખડી બાંધીને જવાનોનો રક્ષા કાજે ઉત્સાહ

આજે જવાનો દિવસ રાત સરહદની રક્ષા કરે છે ત્યારે આજના દિવસે બહેનોએ રાખડી બાંધીને જવાનોનો રક્ષા કાજે ઉત્સાહ વધાર્યો હતો ઇન્સ્પેકટર સહિત 100 જેટલા જવાનોને રાખડી બાંધી તેમની સલામતીની પ્રાર્થના કરી હતી.

આ  પણ  વાંચો -GONDAL :ભગવાન પરશુરામ વિશે અભદ્ર ટિપ્પણી કરતાં ગોંડલ બ્રહ્મ સમાજ લાલઘુમ

 

 

 

Tags :
BhujBSF CampGitaben RabariRakhi To JawansRakshabandhan
Next Article