ગુજરાતના રાજકારણના મોટા સમાચાર,લોકસભા ચૂંટણી પહેલા AAPને ઝટકો
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આજે રાજીનામું આપી દીધું છે. તેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સુપરત કરી દીધું છે.
ગુજરાત વિધાનસભા ફરી એકવાર ખંડિત થઇ છે. ભાયાણીના રાજીનામા આપ્યા બાદ AAPનું સંખ્યાબળ ઘટીને ચાર થઇ ગયું છે.ભાયાણીના રાજીનામાથી વિધાનસભાનું સંખ્યાબળ 181 થયું છે.
ભાયાણી 2022ની ચૂંટણી જીતી પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. ભાજપના હર્ષદ રિબડીયાને હરાવી ભાયાણી ધારાસભ્ય બન્યા હતા ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ રિબડિયા સામે 7 હજાર 63મતે ચૂંટણી જીતી હતી. ભૂપત ભાયાણીએ બે વર્ષ અગાઉ ભાજપ પાર્ટી છોડી હતી. તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે. કોરોના કાળમાં ભેંસાણમાં કોવિડ સેન્ટર ખોલી લોકોને મદદ કરી હતી
આ પણ વાંચો-ભારતીય તટરક્ષક દળે ગુજરાતમાં 15મી ક્ષમતા નિર્માણ વરિષ્ઠ અધિકારીઓની બેઠકનું આયોજન કર્યું



