Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બિપરજોયઃ અમદાવાદમાં આફત સમયે આ whatsapp નંબર પરથી amc ની મદદ મળી શકશે

અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ  બિપોરજોય વાવાઝોડાની આફત ને લઈને amc દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. Dymc સી આર ખરસાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સાંજે 5 થી 9 દરમ્યાન જખૌ પાસે વાવાઝોડું લેન્ડ થવાની શક્યતા છે જેની અસર અમદાવાદમાં પણ...
બિપરજોયઃ અમદાવાદમાં આફત સમયે આ whatsapp નંબર પરથી amc ની મદદ મળી શકશે
Advertisement

અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ 

બિપોરજોય વાવાઝોડાની આફત ને લઈને amc દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. Dymc સી આર ખરસાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સાંજે 5 થી 9 દરમ્યાન જખૌ પાસે વાવાઝોડું લેન્ડ થવાની શક્યતા છે જેની અસર અમદાવાદમાં પણ થશે. ઝોન પ્રમાણે અધિકારીઓની ટીમો તૈયાર રખાઈ છે. ઝોન મુજબ કંટ્રોલરૂમ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે જેથી લોકો ફરિયાદ કરી શકે અને તેનો ત્વરિત નિકાલ લાવી શકાય. કોર્પોરેશનના મોનસુન કંટ્રોલ રૂમના મોબાઈલ નંબર 9978355303 સંપર્ક નંબર ઉપર whatsapp મેસેજ દ્વારા લોકેશન ટેગ કરીને ફરિયાદ નોંધાવી શકાશે.

Advertisement

amc દ્રારા 951 વૃક્ષો ઉપરાંત ભયગ્રસ્ત જમીનદોસ્ત થવાની સંભાવનાવાળા મળી કુલ 1500 વૃક્ષોનું ટ્રીમિંગ કરાયું છે.અમદાવાદમાં રહેલા બે લાખ જેટલા વીજ પોલનું ચેકીંગ કરાયું અને તેનું સમારકામ કરાયું છે. ખારીકટ કેનાલ માં 102 જેટલા ડી વોટરિંગ પંપ, અંડરપાસ માં પણ વ્યવસ્થા કરાઇ છે જેથી પાણી ભરાય તો તેનો નિકાલ કરી શકાય. ઝોન પ્રમાણે ટીમો તૈયાર રખાઈ છે. જોન મુજબ કંટ્રોલરૂમ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે જેથી લોકો ફરિયાદ કરી શકે અને તેનો ત્વરિત નિકાલ લાવી શકાય. કોર્પોરેશનના મોનસુન કંટ્રોલ રૂમના મોબાઈલ નંબર 9978355303 પર whatsapp મેસેજ દ્વારા લોકેશન ટેગ કરીને ફરિયાદ નોંધાવી શકાશે. અધિકારીઓ તથા કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દેવાઈ છે. Amc તંત્ર આવનારી સંભવિત આફત ને પહોંચી વળવા સજ્જ છે.

Advertisement

ભયજનક 10 જેટલા મકાનો ઉતારી લેવાયા છે અને અન્ય જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવી છે. Amc સંચાલિત હોસ્પિટલોમાં પૂરતી દવાઓ અને વીજળી માટે જનરેટર વિગેરે ની વ્યવસ્થા કરવામાં આવી છે.લોકોને વાવાઝોડા ના લેન્ડિંગ સમયે ઘર થી બહાર ન નીકળવા અને તમામ સુરક્ષા રાખવા અપીલ કરાઇ છે. Amc સંચાલિત સ્કૂલોને લઈને વાવાઝોડાની આગામી અસરને જોતા નિર્ણયો લેવાશે. 164 જગ્યાઓ પાણી ભરાય તેવી identify કરેલી છે ત્યાં amc ની ટીમો રાખવામાં આવી છે..

Tags :
Advertisement

.

×