Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજ્યના 171 તાલુકામાં વરસાદ લાવ્યું બિપરજોય, સૌથી વધુ ગાંધીધામમાં 8 ઇંચ વરસાદ

બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્યમાં કુલ 171 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છના ગાંધીધામમાં સૌથી વધુ આઠ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે અંજાર અને મુંદ્રામાં 5 ઈંચ કરતા વધારે અને ખંભાળિયા અને જામનગરમાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ સાથે ભુજમાં...
રાજ્યના 171 તાલુકામાં વરસાદ લાવ્યું બિપરજોય  સૌથી વધુ ગાંધીધામમાં 8 ઇંચ વરસાદ
Advertisement

બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્યમાં કુલ 171 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છના ગાંધીધામમાં સૌથી વધુ આઠ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે અંજાર અને મુંદ્રામાં 5 ઈંચ કરતા વધારે અને ખંભાળિયા અને જામનગરમાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ સાથે ભુજમાં 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. બિપરજોય વાવાઝોડા અસરના કારણે રાજકોટમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. લલુડી વોકળીમાં પાણી ભરાઈ જતાં અસરગ્રસ્તો અન્ય સ્થળે ખસેડવામાં આવ્યો હતા.

બિપરજોય વાવાઝોડાની અસર રાજ્ય પર હજુ જોવા મળશે અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ત્રણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે જેમા કચ્છ, બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદ થઈ શકે છે ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, દ્વારકા, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, અમેરેલી, મોરબી અને ગીર સોમનાથમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે.

Advertisement

બિપરજોય વાવાઝોડાને પગલે 940 ગામોમાં વીજપોલ તેમજ 524 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા. આ ઉપરાંત 22 લોકોને ઇજા પહોંચી હતી જો કે કોઈ મોટી જાનહાનીના સમાચાર મળ્યા નથી. વાવાઝોડ દરમિયાન 23 જેટલા પશુઓના મોત થયા હતા. આવતીકાલથી જ નુકશાનીનો સર્વે શરુ કરાશે.

Advertisement

વરસાદના આંકડા પર નજર કરીએ તો
ગાંધીધામ                       8 ઇંચ
ભૂજ                               6 ઇંચ
અંજાર                            5 ઇંચ
મુંદ્રા                               5 ઇંચ
ખંભાળીયા                     4 ઇંચ
જામજોધપુર                   3.5 ઇંચ
દ્વારકા                           3.5 ઇંચ
કલ્યાણપુર                    3.5 ઇંચ
વાવ                             3.5 ઇંચ
કાલાવડ                       2.75 ઇંચ
માંડવી                         2.75 ઇંચ
ભચાઉ                         2.75 ઇંચ
ભાવનગર                    2 ઇંચ
નખત્રાણા                    2 ઇંચ

બિપરજોયના કારણે ઠેરઠેર બિહામણા દ્રશ્યો સર્જાયા હતા.. વાવાઝોડાના કારણે 940 ગામમાં વીજપોલ ધરાશાયી થયા છે. અત્યાર સુધીમાં 22 લોકો ઈજાગ્રસ્ત થયાની ખબર સામે આવી છે તો 23 પશુઓના મોત થયા છે..વાવાઝોડામાં હજુ સુધી એક પણ માનવ મોત નોંધાયું નથી

Tags :
Advertisement

.

×