ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

CHAITRA NAVRATRI : ચૈત્ર નવરાત્રીમાં આ કામ ભુલથી પણ ન કરતા

CHAITRA NAVRATRI : ચૈત્ર નવરાત્રી હિંદુઓ માટે સૌથી મહત્વ રાખતું પર્વ છે. આ સમયે નવા વર્ષની શરૂઆત પણ માનવામાં આવે છે.આ પર્વની ઉજવણી ભક્તિભાવ પૂર્વક દેશના ખુણે ખુણે કરવામાં આવે છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી 9 એપ્રિલથી શરૂ થશે, જે...
04:12 PM Apr 05, 2024 IST | PARTH PANDYA
CHAITRA NAVRATRI : ચૈત્ર નવરાત્રી હિંદુઓ માટે સૌથી મહત્વ રાખતું પર્વ છે. આ સમયે નવા વર્ષની શરૂઆત પણ માનવામાં આવે છે.આ પર્વની ઉજવણી ભક્તિભાવ પૂર્વક દેશના ખુણે ખુણે કરવામાં આવે છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી 9 એપ્રિલથી શરૂ થશે, જે...

CHAITRA NAVRATRI : ચૈત્ર નવરાત્રી હિંદુઓ માટે સૌથી મહત્વ રાખતું પર્વ છે. આ સમયે નવા વર્ષની શરૂઆત પણ માનવામાં આવે છે.આ પર્વની ઉજવણી ભક્તિભાવ પૂર્વક દેશના ખુણે ખુણે કરવામાં આવે છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી 9 એપ્રિલથી શરૂ થશે, જે 17 એપ્રિલ રામનવમી સુધી ચાલશે.

ચૈત્ર નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના અને તેમના આશિર્વાદ પ્રાપ્ત કરવાનો અનેરો અવસર લઇને આવે છે. આ 9 દિવસોમાં અનુષ્ઠાન કરવાનું અનોખું મહત્વ હોય છે. આ સમય દરમિયાન પવિત્રતા ખાસ જાળવવી જોઇએ અને માતાજીને પસંદ ન હોય તે તમામ ચીજવસ્તુઓ ટાળવી જોઇએ. ચૈત્ર નવરાત્રી દરમિયાન નિયમોનું પાલન કરવાથી અદ્યાત્મિકતામાં વધારો થાય છે. અને માતાજી પ્રત્યેની ભક્તિભાવના વધુ દ્રઢ બને છે. જેથી માતાજીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.

ચૈત્ર નવરાત્રી દરમિયાન નીચે મુજબના કાર્યો કરવાનું ટાળો

  1. માંસાહાર - નવરાત્રી દરમિયાન માંસાહારથી દુર જ રહેવું જોઇએ. આ સમય દરમિયાન શુદ્ધતા પર ભાર મુકવામાં આવે છે. જેથી શાકાહાર જ શ્રેષ્ઠ સાત્વીક વિકલ્પ હોઇ થકે.
  2. ડુંગળી અને લસણ - નવરાત્રી દરમિયાન ડુંગળી અને લસણને ભોજનમાંથી બહાર રાખવું જોઇએ. બંને શાકને તામસિક અને રાજસિક ગુણધર્મો વાળા ગણવામાંં આવે છે. તેમ પણ મનાય છે કે, તેનાથી નકારાત્મક ગુણો વિકસે છે, જે શુદ્ધતા અને આધ્માત્મિક અનુશાસનના દુશ્મન છે.
  3. સિગારેટ અને દારૂ - સિગારેટ અને દારૂનું સેવન નહિ કરવું જોઇએ. બંને શરીર માટે હાનિકારક છે. નવરાત્રિ દરમિયાન શુદ્ધ રહેવા માટે આ પદાર્થોથી દુર રહેવું જોઇએ. આનું સેવન ભક્તિ ભાવનાથી દુર લઇ જઇ શકે છે.
  4. અનાજ અને ખાસ લોટ - આ સમય દરમિયા ઘઉં અને ચોખાના લોટનો ઉપયોગ કરવામાં આવતો નથી. માંઇ ભક્તો સિંગોડા, બાજરી અથવા અન્ય ફરાળી સામગ્રીથી તૈયાર કરવામાં આવેલો આહાર આરોગે છે.
  5. વાળ-નખ કાપવા - સામાન્ય રીતે નવરાત્રી દરમિયાન વાળ અને નખ કાપવામાં આવતા નથી. તેને અશુભ માનવામાં આવે છે. આ દિવસોમાં કાપવાથી પવિત્રતા જળવાતી નથી.
  6. કાળા વસ્ત્રોથી દુરી - કેટલાક લોકો નવરાત્રિ સમયે કાળા વસ્ત્રોથી દુર રહે છે. તેની જગ્યાએ સફેદ અથવા તો ચમકતા રંગોના કપડાને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ રંગો આનંદ, પવિત્રતા, અને માં દુર્ગાના ઉર્જાના પ્રતિક સમાય ગણાય છે.
  7. દિવસમાં ઉંઘવું નહિ - નવરાત્રી દરમિયાન દિવસમાં ઉંઘવું ન જોઇએ. આ સમય સતર્ક રહીને માતાજીની ભક્તિમાં લિન થવાનો છે. શરીર અને મનને સક્રિય રાખી માતાજીની ભક્તિમાં પરોવવા માટે પ્રોત્સાહિત કરવું જોઇએ.

ચૈત્ર નવરાત્રીમાં આટલી ખરીદી કરવાથી બચો

જ્યોતિષાચાર્ય જણાવે છે કે, નવરાત્રીમાં ચોક્કસ સામાન ખરીદવાથી બચવું જોઇએ. તેમણે જણાવ્યું કે, નવરાત્રીમાં ચોખાની ખરીદી શુભ નથી મનાતી. ચોખા ખરીદવાથી નવરાત્રિ દરમિયાન મેળવેલુ પુણ્ય નષ્ટ થાય છે. સાથે જ ઇલેક્ટ્રોનિક સામાન ન ખરીદવો જોઇએ. કાળા કપડાં ખરીદવા અને પહેરવાથી તો દુર જ રહેવું જોઇએ. ખાસ કરીને લોખંડની ખરીદી પણ ન કરવી જોઇએ. તેમ કરવાથી ઘરમાં આર્થિક તંગી આવી શકે છે.

આ પણ વાંચો -- Solar Eclipse : વર્ષનું પ્રથમ સુર્ય ગ્રહણ મહત્વનું, ગ્રહો નરી આંખે જોઇ શકાશે – જાણો એક્સપર્ટ વ્યૂ

Tags :
9andAuspiciouschaitradaysdontsdosduringNavratri
Next Article