ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Chhota Udepur Accident: છોટાઉદેપુરમાં ફરી એક વ્યક્તિ કરંટવાળી વાડીનો થયો શિકાર

Chhota Udepur Accident: Chhota Udepur માં એક વ્યક્તિનું વીજકરંટ લાગવાથી કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટના છોટાઉદેપુરના ઝોઝ ગામમાં આવેલી વાડીમાં બની હતી. તેના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી મચી પડી છે. મકાઈના ખેતરમાં કરંટવાળી વાડી બનાવી મકાઈના ખેતરમાં કરંટવાળી વાડી...
08:05 PM Feb 13, 2024 IST | Aviraj Bagda
Chhota Udepur Accident: Chhota Udepur માં એક વ્યક્તિનું વીજકરંટ લાગવાથી કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટના છોટાઉદેપુરના ઝોઝ ગામમાં આવેલી વાડીમાં બની હતી. તેના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી મચી પડી છે. મકાઈના ખેતરમાં કરંટવાળી વાડી બનાવી મકાઈના ખેતરમાં કરંટવાળી વાડી...
Another person fell victim to electrocution in Chotaudepur

Chhota Udepur Accident: Chhota Udepur માં એક વ્યક્તિનું વીજકરંટ લાગવાથી કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટના છોટાઉદેપુરના ઝોઝ ગામમાં આવેલી વાડીમાં બની હતી. તેના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી મચી પડી છે.

મકાઈના ખેતરમાં કરંટવાળી વાડી બનાવી

ત્યારે મળતી માહિતી મુજબ સામે આવ્યું છે કે, વીરપુર ગામના રહીશ વિરેન્દ્રભાઇ મનસુખભાઈ રાઠવા કામ અર્થે ઝોઝ ગામે આવ્યા હતા. ત્યારે તેઓ ઘરે પરત ફરી બાઈક દ્વારા ફરી રહ્યા હતા. આ બાઈકમાં બીજા વ્યક્તિ પણ હતા. ત્યારે પાણી ભરેલા મકાઈના ખેતરમાં વિરેન્દ્રભાઈ બાઈક લઈને આવી રહ્યા હતા. તે સંબંધી ભીમસીંગભાઈના ઘર પાસે આવતા બાઈક પરનો કાબુ ગુમાવ્યો હતો. ત્યારે તેઓ મકાઈના ખેતરની ફરતે આવેલી તારની વાડીમાં પડી ગયા હતા. તે વખતે તેમને કરંટ લાગ્યો હતો.

મકાઈના ખેતરમાં કરંટવાળી વાડી બનાવી

ત્યારે તેમના સાથીમિત્રો તેમની મદદ કરવા માટે આગળ આવ્યા હતા. પરંત તેમને પણ આ તારની વાડીમાં કરંટ લાગી રહ્યો હતો. ત્યારે તેમણે અથાગ પ્રયત્નો કરીને વિરેન્દ્રભાઈને તારની વાડીમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારે તેઓ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા ન હતા. ત્યારે તાત્કાલિક ધોરણે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યારે હાજર તબીબ દ્વારા તેમને મૃતક જાહેર કરવામાં આવ્યા હતા. જે અંગે સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસ તપાસ હાથ ધરવામાં આવી

તે ઉપરાંત પોલીસ દ્વારા જે ખેતરમાં કરંડની વાડી બનાવવામાં આવી હતી. તેમના નામ નોંધી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તે ઉપરાંત એક સપ્તાહમાં આવો બીજો બનાવ બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો: ખાનગી હોસ્પિટલમાં PMJAY યોજના હેઠળ મળતી સેવાઓ બંધ થશે – PEPHAG

Tags :
Chhota UdepurChhota Udepur AccidentElectric currentElectronicGujaratGujaratFirst
Next Article