ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Chhota Udepur Station: Kavant માં નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું ગૃહ મંત્રી

Chhota Udepur Station: છોટા ઉદેપુરના Kavant માં ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીએ ૨.૨૦ કરોડના ખર્ચે નવનિર્મિત બસ Station નું લોકાર્પણ કર્યું. આ નવલા નજરાણાની ભેટ આપતા તેમણે જણાવ્યું કે, સરકાર નાગરિકોને વધુમાં વધુ સારી સુવિધા આપવા કટિબદ્ધ છે. આજે Kavant ને...
08:01 AM Dec 31, 2023 IST | Aviraj Bagda
Chhota Udepur Station: છોટા ઉદેપુરના Kavant માં ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીએ ૨.૨૦ કરોડના ખર્ચે નવનિર્મિત બસ Station નું લોકાર્પણ કર્યું. આ નવલા નજરાણાની ભેટ આપતા તેમણે જણાવ્યું કે, સરકાર નાગરિકોને વધુમાં વધુ સારી સુવિધા આપવા કટિબદ્ધ છે. આજે Kavant ને...
Home Minister inaugurated new bus station in Kavant

Chhota Udepur Station: છોટા ઉદેપુરના Kavant માં ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીએ ૨.૨૦ કરોડના ખર્ચે નવનિર્મિત બસ Station નું લોકાર્પણ કર્યું. આ નવલા નજરાણાની ભેટ આપતા તેમણે જણાવ્યું કે, સરકાર નાગરિકોને વધુમાં વધુ સારી સુવિધા આપવા કટિબદ્ધ છે. આજે Kavant ને નવું બસ Station મળ્યું છે ત્યારે તેની જાળવણી, દેખરેખ અને સ્વચ્છતા રાખવીએ આપણી સૌની ફરજ છે.

અહેવાલ તૌફિક શેખ

જિલ્લા પોલીસ તંત્રની કામગીરીને બિરદાવ

આ તકે  સંઘવીએ પ્રજાજનોના કેન્દ્ર અને રાજ્ય સરકારની બહુમૂલ્ય યોજનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. વધુમાં જિલ્લા પોલીસ તંત્રની કામગીરીને બિરદાવતા  સંઘવીએ જણાવ્યું કે, પોલીસ વિભાગે વ્યાજખોરો સામે લાલ આંખ કરીને પ્રજાજનોને વ્યાજખોરોના ચક્રવ્યૂહમાંથી મુક્ત કર્યા છે. ગુજરાતના કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા માટે 'દાદાની સવારી એસ.ટી. અમારી' અતંર્ગત ૧૨૦૦ થી વધુ બસ સેવા નાગરિકો માટે ખુલ્લી મૂકી છે.

Chhota Udepur Station ની વિશેષતા

આ બસ Station માં રોજ ૧૧૦ લોકલ અને ૨૬ એકસપ્રેક્ષ બસો એમ કુલ ૧૨૬ થી વધુ ટ્રીપ કરશે. પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે અનેક વિકાસના કાર્યો કરીને રાજ્ય સહિત બાહુલ આદિવાસી વસ્તી ધરાવતા છોટા ઉદેપુરના નાગરિકોને અત્યાધુનિક સુવિધા આપવા માટેની કમર ક્સી છે.

ગૃહ મંત્રી દ્વારા બસમાં મુસાફરી કરવામાં આવી

જો કે કાર્યક્રમમાં મહત્વની બાબત એ હતી કે નવીન બસમાં જાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, અભેસિંહભાઈ તડવી, સહીત જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા સહીતના મહાનુભવો દ્વારા Kavant થી છોટાઉદેપુર સુધી પ્રવાસ કરી આનંદ માણ્યો હતો.

 

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં અગ્રણિઓની યાદી

નવા બસ Station ના લોકાર્પણ સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ  મલકાબેન પટેલ, સાંસદ, ગીતાબેન રાઠવા, ધારાસભ્ય જ્યંતિભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રભાઇ રાઠવા, ધારાસભ્ય અભેસિહ તડવી, જિલ્લા કલેક્ટર  સ્તુતી ચારણ , રેન્જ આઇજી  સંદીપસિંહ, જિલ્લા વિકાસ અધિકારી  ગંગાસિંહ, કવાંટના સરપંચ  શીલાબેન રાઠવા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મયોગીઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: HPCL News: HPCL કંપનીના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો

Tags :
busChhota UdepurGSRTCBusStationGujaratGujaratFirstHarshSanghviKavantstation
Next Article