ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Chhotaudepur Education Office: છોટાઉદેપુર જિલ્લામાં યોજાયેલ બોર્ડની પરીક્ષાના CCTV ફૂટેજ ચેક કરતાં...

Chhotaudepur Education Office: છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લામાં બોર્ડની પરીક્ષા બાદ કરાતા CCTV ફૂટેજ નિરીક્ષણમાં કુલ 9 વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન ફૂટેજમાં શંકાસ્પદ હરકત કરતા હોવાનું નજરે ચડ્યું હતું. ત્યારે તમામ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારી (District Education Officer) ની ઉપસ્થિતિમાં તપાસ કરવામાં આવી...
09:11 PM Apr 19, 2024 IST | Aviraj Bagda
Chhotaudepur Education Office: છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લામાં બોર્ડની પરીક્ષા બાદ કરાતા CCTV ફૂટેજ નિરીક્ષણમાં કુલ 9 વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન ફૂટેજમાં શંકાસ્પદ હરકત કરતા હોવાનું નજરે ચડ્યું હતું. ત્યારે તમામ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારી (District Education Officer) ની ઉપસ્થિતિમાં તપાસ કરવામાં આવી...
Chhotaudepur, Exam, CCTV Footage, Education Office

Chhotaudepur Education Office: છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લામાં બોર્ડની પરીક્ષા બાદ કરાતા CCTV ફૂટેજ નિરીક્ષણમાં કુલ 9 વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન ફૂટેજમાં શંકાસ્પદ હરકત કરતા હોવાનું નજરે ચડ્યું હતું. ત્યારે તમામ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારી (District Education Officer) ની ઉપસ્થિતિમાં તપાસ કરવામાં આવી હતી.

માર્ચ 2024 ની બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12 માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ગેરરીતિના કેસ રહીત સંપન્ન થાય તેવી દરખાસ્ત કરવામાં આવી હતી. તેમ છતાં શિક્ષણ વિભાગ (District Education Officer) દ્વારા પરીક્ષા બાદ સમગ્ર પરીક્ષા કેન્દ્ર પાસેથી CCTV ફૂટેજ મંગાવવામાં આવી હતી. જેમાં છોટાઉદેપુરની જિલ્લાની શાળામાં વિદ્યાર્થીઓની વર્ગખંડમાં શંકાસ્પદ હરકતો સામે આવી હતી.

આ પણ વાંચો: Padminiba : પદ્મિનીબાના ગંભીર આક્ષેપ, રાજપૂત સમાજની સંકલન સમિતિ પર ઉઠાવ્યા આ સવાલ!

તપાસમાં કુલ 9 વિદ્યાર્થીઓને પર શંકા કરાઈ

ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં કુલ 9 વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ બેઠકમાં પરીક્ષા દરમિયાન હાજર રહેવા નિરીક્ષક પણ હાજર રહ્યા હતા. જેમાં ઝીણવટ પૂર્વક ફૂટેજનો અભ્યાસ કરાતા તેમજ વિદ્યાર્થીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા. આ સંપૂર્ણ તપાસનો રિપોર્ટ ઉચ્ચ જિલ્લા શિક્ષણ અધિકારી (District Education Officer) ને મોકલી આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Kutch : વાસુકી’ નાગના અસ્તિત્વને વૈજ્ઞાનિક સમર્થન!

રિપોર્ટમાં તમામ વિદ્યાર્થીઓ નિર્દોષ જાહેર થયા

ત્યારે રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, કોઈ પણ વિદ્યાર્થીઓ તપાસમાં આરોપી તરીકે સાબિત થયા નથી. તમામ વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત વિદ્યાર્થીઓ નિર્દોષ જાહેર થતાની સાથે પરિવારમાં ખુશીની લાગણી પ્રસરી હતી. આ સાથે છોટાઉદેપુર જિલ્લાના વિદ્યાર્થીઓનો બોધ્ધિક આંક ઉંચો આવ્યો હોય તેમ કહેવું પણ ક્યાંય ખોટું નથી.

અહેવાલ તૌફિક શૈખ

આ પણ વાંચો: Sabarkantha Election Guidelines: જનરલ ઓબ્ઝર્વરની અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

Tags :
Bord ExamCctv FootageChhotaUdepurChhotaudepur Education OfficeEducation MinistryEducation OfficeExamGandhinagarGujaratGujaratFirst
Next Article