ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Congress: સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના નવનિયુકત પ્રમુખનો પદગ્રહણ સમારંભ યોજાયો

  Congress : સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના (Congress)નવનિયુકત પ્રમુખનો પદગ્રહણ સમારોહ સોમવારે હિંમતનગર ખાતે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. પદગ્રહણ સમારોહ વખતે ટાવર ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરી કોંગ્રેસ (Congress) ભવન ખાતે...
07:00 PM Feb 19, 2024 IST | Hiren Dave
  Congress : સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના (Congress)નવનિયુકત પ્રમુખનો પદગ્રહણ સમારોહ સોમવારે હિંમતનગર ખાતે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. પદગ્રહણ સમારોહ વખતે ટાવર ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરી કોંગ્રેસ (Congress) ભવન ખાતે...
Congress

 

Congress : સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના (Congress)નવનિયુકત પ્રમુખનો પદગ્રહણ સમારોહ સોમવારે હિંમતનગર ખાતે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. પદગ્રહણ સમારોહ વખતે ટાવર ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરી કોંગ્રેસ (Congress) ભવન ખાતે આવી પહોંચેલા કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

 

આ અંગે નવનિયુકત પ્રમુખ અશોકભાઇ પટેલે પદગ્રહણ સમારોહ પ્રસંગે જણાવ્યુ હતુ કે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે જિલ્લાના તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને અગ્રણીઓના સાથસહકારથી જે પણ કોઇ ઉમેદવાર લોકસભાની ચૂંટણી લડશે તેને જીતાડવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવશે.

પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ, અમિત ચાવડા, પૂર્વ સાંસદ મધુસુદન મિસ્ત્રીનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. ટારવ ચોક ખાતે મોટી સંખ્યામાં શહેર, તાલુકામાંથી કાર્યકર્તાઓ આવી પહોંચ્યા હતા. આ પ્રસંગે બાયડના પૂર્વ ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ, વિધાનસભાના પૂર્વ ઉમેદવાર કમલેશ પટેલ સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

અહેવાલ  - યશ ઉપાધ્યાય 

 

આ  પણ  વાંચો  - Rajya Sabha Elections: ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીમાં કોણે પાછી ખેંચી ઉમેદવારી?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
ceremonyCongressCongress presidentHimmatnagarInaugurationnewly appointedSabarkantha district
Next Article