ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Congress Leader: ગુજરાતમાં કોંગ્રેસ નેતાઓના નિવેદનમાં ગેરબંધારણીય શબ્દ પ્રયોગ કરતા....

Congress Leader: લોકસભાની ચૂંટણી 2024 (Lok Sabha Election) જેમ જેમ નજીક આવી રહી છે, ત્યારે રાજકીય ગલિયારોમાં હડકપ મચી જવા પામી છે. જેમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) પહેલા જ ગુજરાતમાં કોંગ્રેસને (Congress) એક પછી એક ઝટકા લાગી રહ્યા...
10:46 PM Mar 06, 2024 IST | Aviraj Bagda
Congress Leader: લોકસભાની ચૂંટણી 2024 (Lok Sabha Election) જેમ જેમ નજીક આવી રહી છે, ત્યારે રાજકીય ગલિયારોમાં હડકપ મચી જવા પામી છે. જેમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) પહેલા જ ગુજરાતમાં કોંગ્રેસને (Congress) એક પછી એક ઝટકા લાગી રહ્યા...
Congress leaders in Gujarat used unconstitutional words in their statements

Congress Leader: લોકસભાની ચૂંટણી 2024 (Lok Sabha Election) જેમ જેમ નજીક આવી રહી છે, ત્યારે રાજકીય ગલિયારોમાં હડકપ મચી જવા પામી છે. જેમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) પહેલા જ ગુજરાતમાં કોંગ્રેસને (Congress) એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો (MLAs) અને અગ્રણીઓએ વિવાદિત નિવેદન આપતા મહિલાઓને લગતો અશોભનિય શબ્દોનો ઉચ્ચાર કરી રાજકારણ સાથે સરખાવ્યો હતો.

એક તરફ આવતી કાલે રાહુલ ગાંધી (Rahul Gandhi) ના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે. ત્યારે કોંગ્રેસ (Congress) ના ધારાસભ્ય (MLAs) ઇમરાન ખેડાવાલા અને પંચમહાલ લોકસભા પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય જ્ઞાસુદ્દીન શેખ પંચમહાલ ખાતે પોહોંચ્યા હતા.

રાહુલ ગાંધીની 8 માર્ચે ગુજરાતમાં ન્યાય યાત્રા શરૂ થશે

આગામી 8 માર્ચ ના રોજ રાહુલ ગાંધી (Rahul Gandhi) ની ભારત જોડો યાત્રા (Bharat Jodo Nyay Yatra) ગોધરામાં પ્રવેશ કરવાની છે. જેની પૂર્વ તૈયારીઓ, સમીક્ષા અને નિરીક્ષણ માટે અમદાવાદના જમાલપુર ખાડીયા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સહિત ઉપસ્થિત રહ્યા હતા. જેઓને ભારત જોડો યાત્રા (Bharat Jodo Nyay Yatra) ની તૈયારીઓ અંગે મીડિયાને જાણકારી આપી હતી.

Congress Leader

15 દિવસ સુધી બહાર નીકળતા નહી, અને અત્યારે...

તે દરમિયાન વિવિધ બાબતોને ટાંકતા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મહિલાઓને શર્મસાર કરતા શબ્દનો ઉચ્ચાર કર્યો હતો. BJP માં જોડાઈ રહેલા કોંગી નેતા પર તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે (Congress) તેઓને તેમની ક્ષમતા કરતા વધારે આપ્યું હતું. અમે સંવિધાન બચાવવા માટે કોંગ્રેસ (Congress) સાથે જ છીએ અને રહીશું અમને કોઈ ગૂંગળામણ નથી થતી. પહેલા લોકો પક્ષ પલ્ટો કરે તો 15 દિવસ સુધી બહાર નીકળતા નહીં, અત્યારે તો છાતી કાઢી ને ફરે છે.

ગુજરાત ફર્સ્ટ દ્વારા આ બાબતે બંને નેતાઓનો સંપર્ક કરાયો ત્યારે આ મામલે ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે મને આ શબ્દોનો ઉપયોગ કરવાનો કોઇ અફસોસ નથી. આના કરતાં પણ જો વધુ ખરાબ શબ્દ હોત તો હું તેનો પણ ઉપયોગ કરત. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં રાજકારણનું અધપતન થઇ રહ્યું છે. આ અંગે ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે ગ્યાસુદ્દીનભાઇએ હાલ જે સ્થિતી સર્જાઇ છે તે જોતાં આ શબ્દોનો ઉપયોગ થાય.

અહેવાલ નામદેવ પાટીલ

આ પણ વાંચો:

Tags :
AhmedabadBJPCongressCongress LeaderConstitutionDisrespectGodhraGujaratGujaratFirstGyasuddin SheikhMLA Imran Khedawalapanchmahalstatementwomen
Next Article